Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદથી દિલ્હી ફલાઇટમાં મોકલેલ ચાંદીનું બોક્સ ગુમ થયું:17.31 લાખનું 15 કિલો વજનનું બોક્સ ગાયબ, એરપોર્ટ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી

    4 days ago

    અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હી મોકલવામાં આવેલી ચાંદીની કાર્ગો શિપમેન્ટમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. કુલ 259 કિલો ચાંદીના 17 બોક્ષમાંથી એક 15 કિલો વજનનું બોક્ષ રહસ્યમય રીતે ગુમ થયું છે, જેની કિંમત આશરે રૂ. 17.31 લાખ થાય છે. તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદથી તમામ 17 બોક્ષ યોગ્ય રીતે મોકલવામાં આવ્યા હતાં, પરંતુ દિલ્હી એરપોર્ટ પર માત્ર 16 જ બોક્ષ મળ્યા હતા. એરપોર્ટ પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે અને સીસીટીવી સહિતના પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે. 259 કિલો ચાંદીના 17 બોક્ષ અમદાવાદથી દિલ્હી મોકલવા માટે બુકિંગ કરાયું હતું મેમનગરમાં રહેતા જોન જોસેફ જે એર ઇન્ડિયામાં સિનિયર એસોસિયેટ તરીકે કાર્ગો ઓપરેશનમાં કાર્યરત છે. તેમની ફરિયાદના આધારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. ગત 20 ઓગસ્ટના રોજ બીવીએસી લોજિસ્ટિક પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કુલ 259 કિલો ચાંદીના 17 બોક્ષ અમદાવાદથી દિલ્હી મોકલવા માટે બુકિંગ કરાયું હતું. આ જથ્થો સ્કાય હાય કંપનીને હેન્ડઓવર કરવામાં આવ્યો હતો. તેને ટ્રોલીમાં મૂકી ફ્લાઇટમાં લોડ કર્યો હતો. તમામ પ્રક્રિયા નિયમ મુજબ પૂર્ણ કરવામાં આવી હતી અને સાંજે ફ્લાઇટ દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી. 17.31 લાખની 15 કિલો વજનનું ચાંદીનું બોક્ષ ગાયબ પરંતુ દિલ્હી એરપોર્ટ પર એર ઇન્ડિયા કાર્ગો દ્વારા સામાનની ચકાસણી દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી હતી. 17 બોક્ષમાંથી માત્ર 16 જ બોક્ષ મળ્યા હતા, જ્યારે એક 15 કિલો વજનનું ચાંદીનું બોક્ષ ગુમ હતું. ગુમ થયેલા બોક્ષની કિંમત આશરે 17.31 લાખ હતી. જેથી દિલ્હી એર ઇન્ડિયા તરફથી અમદાવાદ ઓફિસને તાત્કાલિક મેઇલ દ્વારા જાણ કરવામાં આવી હતી. અમદાવાદથી તમામ બોક્ષ ફ્લાઇટમાં લોડ કરવામાં આવ્યા હતા ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ પર લોડિંગ પ્રક્રિયામાં સંકળાયેલા કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ કોઈ પાસે પણ સંતોષકારક જવાબ નહોતો. વધુમાં સીસીટીવી ફૂટેજ તપાસતા સ્પષ્ટ થયું હતું કે અમદાવાદથી તમામ 17 બોક્ષ ફ્લાઇટમાં લોડ કરવામાં આવ્યા હતા. ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ પ્રાથમિક તપાસમાં ચોરી દિલ્હી એરપોર્ટ પર અનલોડિંગ દરમિયાન થઈ હોવાની શક્યતા છે. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને એરપોર્ટ પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ, કાર્ગો હેન્ડલિંગ સ્ટાફ અને સંબંધિત એજન્સીઓની પૂછપરછના આધારે આરોપીને પકડવાની કાર્યવાહી ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    જિલ્લા આયોજન મંડળએ રૂ.13.58 કરોડના 340 વિકાસકાર્યોને મંજુરી આપી:કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે સુદ્રઢ આયોજન જરૂરી - પ્રભારીમંત્રી વેકરીયા
    Next Article
    Raymond's Gautam Singhania Injured As Speedboat Overturns In Maldives

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment