Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા આયોજન મંડળએ રૂ.13.58 કરોડના 340 વિકાસકાર્યોને મંજુરી આપી:કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે સુદ્રઢ આયોજન જરૂરી - પ્રભારીમંત્રી વેકરીયા

    6 days ago

    આજરોજ ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉર્જા રાજ્યમંત્રી તથા ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિક વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની વર્ષ 2026-27ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લામાં સર્વાંગી વિકાસને ગતિ આપવા માટે કુલ રૂ.13.58 કરોડના 340 વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લાના વિવિધ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 15 ટકા વિવેકાધીન યોજના હેઠળ રૂ.10.55 કરોડના 305 વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે નગરપાલિકા વિસ્તારોમાં રૂ.3.02 કરોડના 35 વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી હતી. ‘યોજનાઓનો લાભ સમાજના છેવાડાના વર્ગ સુધી…’ પ્રભારી મંત્રી કૌશિક વેકરીયાએ બેઠકમાં માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના વર્ગ સુધી અસરકારક રીતે પહોંચે તે માટે સુદ્રઢ અને વ્યવસ્થિત આયોજન કરવું અનિવાર્ય છે, તેમણે ધારાસભ્યઓને પ્રગતિ હેઠળના વિકાસકાર્યોની સમયાંતરે સ્થળ મુલાકાત લઈને સમીક્ષા કરવા તેમજ જરૂરી હોય ત્યાં અધિકારીઓ સાથે સંકલન સાધી કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. બેઠક દરમિયાન જિલ્લામાં માર્ગ-મકાન સહિતના વિવિધ વિકાસકાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી, ઉપરાંત 15 ટકા વિવેકાધીન યોજના, 5 ટકા પ્રોત્સાહક યોજના, ખાસ પછાત વિસ્તાર યોજના, વિકાસશીલ તાલુકા યોજના, ધારાસભ્ય ફંડ તથા એટીવીટી યોજના (વર્ષ 2023-24) હેઠળના કાર્યોની વિસ્તૃત સમીક્ષા પણ કરવામાં આવી હતી, 54.66 ટકાનો નોંધપાત્ર વધારો કરાયો વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ભાવનગર જિલ્લાને ફાળવવામાં આવેલી મૂળ જોગવાઈ રૂ.4665 લાખમાં રૂ.2550 લાખનો વધારો કરીને કુલ જોગવાઈ રૂ.7215 લાખ કરવામાં આવી છે, જે આશરે 54.66 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે આ વધારાથી જિલ્લામાં વિકાસકાર્યોને વધુ ગતિ મળશે તેમજ નાગરિકોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે, આ બદલ ધારાસભ્યઓએ રાજ્ય સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ભીખા બારૈયા, શીવાભાઈ ગોહિલ, ગૌતમ ચૌહાણ, મ્યુનિસિપલ કમિશનર ડો.નરેન્દ્ર મીના, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, પોલીસ અધિક્ષક નીતીશ પાંડેય, નિવાસી અધિક કલેકટર એન.ડી.ગોવાણી, જિલ્લા આયોજન અધિકારી એન.જી. કેવડીયા તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
    Click here to Read More
    Previous Article
    The Voice of Hind Rajab’s India release blocked by CBFC, board member says ‘It would affect India-Israel relationship’
    Next Article
    અમદાવાદથી દિલ્હી ફલાઇટમાં મોકલેલ ચાંદીનું બોક્સ ગુમ થયું:17.31 લાખનું 15 કિલો વજનનું બોક્સ ગાયબ, એરપોર્ટ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment