Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્લીમાં 1.73 કરોડના વ્યવહારો કર્યા:અમદાવાદના સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરી 55 લાખ પડાવનાર બે ગઠિયાઓ હરિયાણાથી ઝડપાયા

    1 day ago

    અમદાવાદના વૃદ્ધને મુંબઈના નરેશ ગોયલ ઇન્ટરનેશનલ ફ્રોડ કેસમાં સંડોવણી બતાવી “ડિજિટલ અરેસ્ટ”ની ધમકી આપી 55.50 લાખ પડાવનાર બે સાયબર ગઠિયાઓને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે હરિયાણાથી ઝડપી લીધા છે. આ ગેંગ દ્વારા વૃદ્ધ પાસેથી રૂપિયા પડાવ્યા ઉપરાંત તેમના દાગીના ગીરવે મુકાવી ગોલ્ડ લોન લેવડાવી તેની રકમ પણ પડાવી લેવામાં આવી હતી. તેમણે દિલ્હીમાં 1.73 કરોડના ટ્રાન્જેક્શન કર્યા હોવાની વિગતો પણ સામે આવી રહી છે. ગેંગમાં સંડોવાયેલા વધુ એક સાગરિતની શોધખોળ ચાલુ છે. 1 જાન્યુઆરી 2026ના સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કર્યા મળતી માહિતી મુજબ ડ્રાઇવઇન રોડ પરહિમાલય મોલ પાસે આવેલા ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં રહેતા જયેન્દ્રભાઈ મહેતા (ઉં.વ 80) નિવૃત્ત જીવન જીવે છે અને શહેરની જુદી જુદી બેંકોમાં તેમના ખાતા છે. 1 જાન્યુઆરી 2026ના રોજ તેમના મોબાઇલ પર વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનના અધિકારી રણવીરસિંહ તરીકે આપી હતી. તેણે જયેન્દ્રભાઈને જણાવ્યું હતું કે નરેશ ગોયલ ઇન્ટરનેશનલ ફ્રોડ કેસમાં તેમની સંડોવણી સામે આવી રહી છે અને તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગઠિયાઓએ ટુકડે ટુકડે 55.50 લાખ પડાવી લીધા બીજા દિવસે વીડિયો કોલ દ્વારા કોર્ટરૂમનું દૃશ્ય બતાવી “જજ” અને “સિનિયર પોલીસ અધિકારી” હાજર હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. પોતાને નિર્દોષ સાબિત કરવા માટે રૂ. 15 લાખ જમા કરાવવા કહેવામાં આવ્યું હતું. ભયભીત થયેલા જયેન્દ્રભાઈએ રૂ. 15 લાખ ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ સોના-ચાંદીના દાગીના ગીરવે મુકાવી ગોલ્ડ લોન લઈ તેની રકમ પણ પડાવી લેવામાં આવી હતી. અઠવાડિયાઓ સુધી ડિજિટલ એરેસ્ટમાં રાખી કુલ રૂ. 55.50 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. સમગ્ર મામલે છેતરપિંડી થયાનું જાણ થતાં જયેન્દ્રભાઈએ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. રૂપિયા પડાવનારા બે આરોપીની હરિયાણાથી ધરપકડ કરી સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે કેસની તપાસ શરૂ કરી હતી, જેમાં રૂપિયા પડાવનારા બે આરોપી સોનુ ઠાકુર (રહે. હરિયાણા) અને પ્રદીપ પ્રસાદ (રહે. દિલ્લી)ને હરિયાણાથી ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓ ખાસ કરીને સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરતા હતા અને તેમને ડરાવી-ધમકાવી “ડિજિટલ અરેસ્ટ”ના નામે રૂપિયા પડાવતા હતા. તેઓ ખોટી એફઆઇઆર તેમજ કોર્ટના લેટર પણ મોકલતા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સોનુ અને પ્રદીપે આઇસીઆઇસીઆઇ બેંકમાં એક કંપનીના નામે એકાઉન્ટ ખોલાવ્યું હતું. તેઓ તેમના વધુ એક સાગરિત વસીમખાન સાથે દિલ્હીમાં રહી સાયબર ક્રાઇમના રૂ. 1.73 કરોડના ટ્રાન્ઝેક્શન કરી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    CBI registers FIR in NEET paper leak case, search underway
    Next Article
    આંગડીયા પેઢીમાંથી 80 લાખના દાગીના લઈ ફરાર:અમદાવાદમાં 11 દિવસમાં કર્મચારીએ જ લાખોનો ચૂનો લગાવ્યો, ફોન સ્વીચઓફ આવતા ભાંડો ફૂટ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment