Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેહવાગના પુત્ર આર્યવીરે 173 રન બનાવ્યા:19 ચોગ્ગા-8 છગ્ગા ફટકાર્યા, વિનુ માંકડ ટ્રોફીમાં દિલ્હી માટે કેપ્ટન ઇનિંગ રમી

    7 hours ago

    પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સહેવાગના પુત્ર આર્યવીરે શુક્રવારે વિનુ માંકડ ટ્રોફીમાં દિલ્હી U-19 તરફથી 173 રનની ઇનિંગ્સ રમી. તે દિલ્હી U-19નો કેપ્ટન પણ છે. આંધ્ર પ્રદેશના વિજિયાનગરમ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચંદીગઢ U-19 સામે રમાયેલી મેચમાં આર્યવીરે 143 બોલમાં 19 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા. દિલ્હીએ 50 ઓવરમાં 289 રન બનાવ્યા, જોકે ચંદીગઢે 41.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ ચેઝ કરી લીધો. ગત મહિને ભારત માટે અંડર-19માં ડેબ્યૂ કર્યું કૂચ બિહાર ટ્રોફીમાં 297 રન બનાવ્યા હતા આર્યવીર સહવાગે દિલ્હી પ્રીમિયર લીગના 2026 સીઝનમાં વેસ્ટ દિલ્હી લાયન્સ માટે રમ્યો હતો. તેણે 2 મેચમાં 24 રન બનાવ્યા હતા. તે પહેલાં તે 2024માં મેઘાલય સામે કૂચ બિહાર ટ્રોફીમાં 297 રનની ઇનિંગ્સ રમીને ચર્ચામાં આવ્યો હતો. વિનુ માંકડના નામ પર ટ્રોફી વિનુ માંકડ ટ્રોફી BCCI દ્વારા આયોજિત અંડર-19 વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ છે. તેમાં દેશનાં અલગ-અલગ રાજ્યો અને ક્રિકેટ એસોસિયેશનની અંડર-19 ટીમ ભાગ લે છે. આ ટુર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં રમાય છે. તેનું નામ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વિનુ માંકડના નામ પરથી રાખવામાં આવ્યું છે. દ્રવિડના બંને પુત્રો પણ ક્રિકેટમાં કારકિર્દી બનાવી રહ્યા છે રાહુલ દ્રવિડના બંને પુત્રો સમિત અને અન્વય દ્રવિડ ક્રિકેટમાં પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે. બંને કર્ણાટકની અલગ-અલગ વયજૂથની કેટેગરીમાં રમે છે.
    Click here to Read More
    Previous Article
    बिजनौर में ATM से पैसा निकालने वाले हो जाए सावधान, जानिए किस तरह हो सकता है आपके साथ फ्रॉड
    Next Article
    અભિજીત દીપકે-નેહા બોરા કસ્ટડીમાં, તિરંગો લહેરાવવાથી રોકવામાં આવ્યા:CJP ફાઉન્ડર 6 દિવસમાં બીજી વખત ડિટેઇન; મમતા બોલ્યાં- આ અઘોષિત ઇમરજન્સી છે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment