Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટી બેઠક મળી:17.29 કરોડની 12 દરખાસ્ત મંજુર, 1.24 કરોડની એક દરખાસ્ત નામંજુર, આજથી દર મહિને 40 લાખની બચત થશે, સ્વચ્છતા સર્વે માટે 1.11 કરોડ ચૂકવાશે

    1 day ago

    રાજકોટ મહાનગર પાલિકાની આજ રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં કુલ 14 દરખાસ્ત મુકવામાં આવી હતી જે પૈકી 17.29 કરોડની 12 દરખાસ્ત મંજુર કરી એક દરખાસ્ત નામંજુર કરી અન્ય એક દરખાસ્તમાં વધુ વિગતવાર માહિતી સાથે અપડેટ કરી ફરી રજૂ કરવા માટે પેન્ડિંગ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજથી મનપા દ્વારા દર મહિને અંદાજિત રૂ.40 લાખનું ઇંધણની બચત કરશે અને સ્વચ્છતા માટે કેન્દ્ર સરકાર તરફથી મળતી ગ્રાન્ટ માટે રાજકોટ શહેરમાં સ્વચ્છતા સર્વે માટે સરકાર માન્ય એજન્સીને 1.11 કરોડ ફાળવી સર્વે કરાવવામાં આવશે જેના આધારે કેન્દ્ર સરકાર તરફથી રાજકોટ મનપાને ગ્રાન્ટની ફાળવણી પણ કરવામાં આવશે અને રાજકોટ શહેર સ્વચ્છતા તરફ આગળ વધી શકશે તેવો દાવો મનપાના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જણાવ્યું હતું કે, આજે રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં કુલ 19.83 કરોડની 14 દરખાસ્તો મુકવામાં આવી હતી આ પૈકી કુલ 17.29 કરોડની 12 દરખાસ્ત મંજુર કરવામાં આવી છે અને 2.54 કરોડની બે દરખાસ્ત પૈકી એક નામંજુર કરવામાં આવી છે અને એક દરખાસ્ત પેન્ડિંગ રાખી વધુ માહિતી સાથે આવતી સ્ટેન્ડિંગમાં રજૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. એક ના મંજુર કરવામાં આવેલ દરખાસ્તમાં રેસકોર્સ સંકુલ ખાતે લોક વિજ્ઞાન કેન્દ્ર કેમ્પસમાં આવેલ ઓડિટોરિયમનું નવીનીકરણ કરવા આવેલ 1.24 કરોડની દરખાસ્ત નામંજૂર કરી PPP ધોરણે થઇ શકે તો પ્રયત્ન કરવા સૂચન કરવામાં આવ્યું છે. બીજી તરફ રાજકોટમાં સ્વચ્છતા સર્વે માટે 1.11 કરોડની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. આ દરખાસ્ત માટે કામ નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર સર્વિસીઝ ઇન્કોર્પોરેટેડ કન્સલ્ટન્ટની કામગીરી આપવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ એજન્સી કેન્દ્ર સરકાર તરફથી નીમવામાં આવેલ છે અને આ એજન્સી આગામી 6 માસ સુધી સર્વે કરી સ્વચ્છતા બાબતે રાજકોટ શહેરમાં શું કરી શકાય શું કરવું જોઈએ તેના સૂચન આપશે જેના આધારે રાજકોટ મનપા દ્વારા સ્વચ્છતા અંગ કામગીરી કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકાર તરફથી મનપાને ગ્રાન્ટ આપવામાં આવે છે. આ તરફ રાજકોટ મનપા દ્વારા બચતના ભાગરૂપે આજથી ડીઝલની ખરીદી રિટેઇલ રેઇટથી ડીઝલ ખરીદી કરવાનો કોન્ટ્રાકટ શિવાય એજન્સીને આપવામાં આવ્યો છે અને પ્રતિ લીટર રૂ.0.72નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જેના કારણે રાજકોટ મનપાને મહિને અંદાજિત રૂ.40 લાખનો ફાયદો થશે અને મનપાને આર્થિક બચત સાથે ફાયદો થશે.
    Click here to Read More
    Previous Article
    AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા:દિલ્હી જળ બોર્ડ કૌભાંડ કેસમાં ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી, 14 દિવસની ન્યાયિક કસ્ટડીની માગ
    Next Article
    ભરૂચ વોર્ડ 1 માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ:રહીશોએ નગરપાલિકા પ્રમુખ-ચીફ ઓફિસરને રજૂઆત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment