Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપાની ચૂંટણી માટે બેઠક દીઠ ત્રણ-ત્રણ નામોની પેનલ તૈયાર:1720 દાવેદારોના નામ પર કાતર ફેરવાઈ, વય મર્યાદા, નો રિપિટ થીયરીના કારણે અનેક દિગ્ગજોના પત્તા કપાયા

    1 week ago

    સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના પ્રથમ તબક્કાના અંતે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરની કુલ 120 બેઠકો માટે નોંધાયેલા 2080 જેટલા દાવેદારોમાંથી ગાળણ પ્રક્રિયા હાથ ધરીને માત્ર 360 નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે. આ યાદી હવે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલી આપવામાં આવી છે, જેનો અર્થ એ થયો કે ટિકિટની આશા રાખીને બેઠેલા 1720 દાવેદારોની આશા પર પાણી ફરી વળ્યું છે. ત્રણ દિવસની કસરત બાદ 120 બેઠકો માટે 'થ્રી-નેમ' પેનલ તૈયાર ભાજપ દ્વારા સુરતના 30 વોર્ડની 120 બેઠકો માટે નિરીક્ષકો મોકલીને સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સતત ત્રણ દિવસ સુધી ચાલેલી આ પ્રક્રિયામાં રેકોર્ડબ્રેક સંખ્યામાં દાવેદારો ઉમટી પડ્યા હતા. ગઈકાલે મોડી રાત સુધી ચાલેલી સંકલન બેઠકમાં શહેરના અગ્રણીઓ અને નિરીક્ષકોએ દરેક બેઠક દીઠ ત્રણ સક્ષમ નામોની પસંદગી કરી છે. શોર્ટલિસ્ટ થયેલા આ 360 નામોમાં જ્ઞાતિ-જાતિના સમીકરણો અને જે-તે વિસ્તારમાં દાવેદારના વર્ચસ્વને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. હવે આ નામોમાંથી આખરી મહોર ગાંધીનગર ખાતે લગાડવામાં આવશે. વય મર્યાદા અને 'નો રિપીટ' થીયરીએ અનેક દિગ્ગજોના પત્તા કાપ્યા આ વખતની પસંદગી પ્રક્રિયામાં ભાજપે કડક માપદંડો અપનાવ્યા છે. સંકલન બેઠકમાં મુખ્યત્વે ત્રણ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો: 60 વર્ષથી વધુની વય ધરાવતા કાર્યકરો, ત્રણ ટર્મથી સતત કોર્પોરેટર રહેલા વ્યક્તિઓ અને પક્ષના હોદ્દેદારોના સગા-સંબંધીઓ. આ 'કાઈટેરિયા'ને કારણે સુરતના અનેક માજી કોર્પોરેટરો અને વર્ષોથી પક્ષમાં સક્રિય રહેલા જૂના જોગીઓના પત્તા કપાઈ ગયા છે. 1720 દાવેદારોને રેસમાંથી બહાર કરી ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પક્ષ શિસ્ત અને નવા ચહેરાઓને વધુ મહત્વ આપવા માંગે છે. મુખ્યમંત્રીના નિવાસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની મહત્વની બેઠક શરૂ શહેર ભાજપ દ્વારા તૈયાર કરાયેલી 360 નામોની યાદી લઈને પ્રદેશ નેતૃત્વ હવે એક્શન મોડમાં આવ્યું છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી અને અન્ય વરિષ્ઠ હોદ્દેદારો સુરત સહિતના મહાનગરોની પેનલ પર ચર્ચા કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દરેક બેઠક પર મોકલવામાં આવેલા ત્રણ નામોમાંથી શ્રેષ્ઠ ઉમેદવારની પસંદગી કરવા માટે આઈ.બી. રિપોર્ટ અને સ્થાનિક પ્રતિષ્ઠાને પણ ધ્યાને લેવામાં આવી રહી છે. યુવા, શિક્ષિત અને મહિલા ચહેરાઓ પર ભાજપનો વિશેષ ફોકસ ભાજપ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 'નવીનતા' લાવવાના મૂડમાં છે. સંકલન બેઠકમાં જે નામો શોર્ટલિસ્ટ થયા છે, તેમાં મોટાભાગના ઉમેદવારો યુવા અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે. પક્ષના આંતરિક વર્તુળો મુજબ, વડાપ્રધાનના વિઝનને અનુસરીને મહિલા પ્રતિનિધિત્વ અને પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ ધરાવતા (ડોક્ટર, એન્જિનિયર, વકીલ) ચહેરાઓને પ્રથમ પસંદગી આપવામાં આવી રહી છે. સામાજિક સમીકરણોને જાળવી રાખવા માટે ઓબીસી, પાટીદાર અને લઘુમતી બહુલ વિસ્તારોમાં પણ ખાસ રણનીતિ ઘડવામાં આવી છે. 8 થી 10 એપ્રિલ દરમિયાન ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત રાજ્યની 15 મહાનગરો અને અન્ય સ્થાનિક સંસ્થાઓ માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ છે. આ સંજોગોમાં ભાજપ હાઈકમાન્ડ આગામી 8 થી 10 એપ્રિલ દરમિયાન તબક્કાવાર ઉમેદવારોના નામોની સત્તાવાર યાદી જાહેર કરી શકે છે. સુરત મહાનગરપાલિકામાં ગત ચૂંટણીના પરિણામો અને વિપક્ષની સક્રિયતાને જોતા, ભાજપ આ વખતે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. તેથી જ અત્યંત ગુપ્તતા અને ચોકસાઈ સાથે ઉમેદવારોના નામો પર આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દાવેદારોમાં ભારે ઉત્તેજના અને અસંતોષની ભીતિ 1720 જેટલા દાવેદારોના નામો કપાઈ જતાં સુરત ભાજપના આંતરિક વર્તુળોમાં ગણગણાટ શરૂ થયો છે. જે દાવેદારોએ વર્ષો સુધી પક્ષ માટે કામ કર્યું છે અને આ વખતે શોર્ટલિસ્ટમાં સ્થાન નથી મેળવી શક્યા, તેમની નારાજગી પક્ષને ન નડે તે માટે ડેમેજ કંટ્રોલની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. શહેર સંગઠનના હોદ્દેદારો નારાજ કાર્યકરો સાથે વ્યક્તિગત સંપર્ક કરી રહ્યા છે. ચૂંટણી જંગમાં ટિકિટ ન મળવા છતાં પક્ષના ઉમેદવારને જીતાડવા માટે તમામ કાર્યકરો એકજૂથ રહે તેવો આદેશ પણ હાઈકમાન્ડ દ્વારા આપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરત મનપાની ટીમનો રેસ્ટોરન્ટ અને લારીઓ પર સપાટો:ફૂડ વિભાગ દ્વારા 138 સ્થળોએ સઘન ચેકિંગ, 75 એકમોને નોટિસ અને સ્થળ પર જ 52 હજારનો દંડ
    Next Article
    Gujarat Titans vs Rajasthan Royals LIVE Score, IPL 2026: GT Snub Jos Buttler, Sends Uncapped Star To Open In Shubman Gill's Absence In 211-Run Chase

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment