Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપાની ટીમનો રેસ્ટોરન્ટ અને લારીઓ પર સપાટો:ફૂડ વિભાગ દ્વારા 138 સ્થળોએ સઘન ચેકિંગ, 75 એકમોને નોટિસ અને સ્થળ પર જ 52 હજારનો દંડ

    1 week ago

    સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે આજે અચાનક "ગ્રાઉન્ડ સર્જિકલ સ્ટ્રાઈક" કરતા શહેરની અનેક જાણીતી રેસ્ટોરન્ટ્સ અને ખાણીપીણીની લારીઓના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. રાજ્ય સરકારના આદેશ બાદ હરકતમાં આવેલી મનપાની ટીમે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે લાલ આંખ કરી છે. ફૂડ વિભાગ દ્વારા 138 સ્થળોએ સઘન ચેકિંગ શહેરના ફૂડ વિભાગ દ્વારા આજે લારી-ગલ્લા અને રેસ્ટોરન્ટ્સ પર ત્રાટકીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન કુલ 110 એસ્ટાબ્લિશમેન્ટ અને 28 લારીઓ મળી કુલ 138 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. નિયમોના ભંગ બદલ તંત્રએ આક્રમક વલણ અપનાવી 75 એકમોને કડક નોટિસ ફટકારી છે અને સ્થળ પર જ 52,300 નો દંડ વસૂલવાની કાર્યવાહી કરી છે. તંત્રના કડક વલણથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ મ્યુનિસિપલ કમિશનર અને ફૂડ સેફ્ટી કમિશનર ગાંધીનગરના સીધા માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ખાસ ઝુંબેશ અંતર્ગત હવે દરેક રેસ્ટોરન્ટ અને લારી ધારકોએ પોતે ઉપયોગમાં લેતા પનીર, ખાદ્યતેલ, ચીઝ અને બટરની ગુણવત્તા અને બ્રાન્ડ અંગેના બોર્ડ જાહેર જનતા વંચી શકે તે રીતે ફરજિયાત પ્રદર્શિત કરવાના રહેશે. તંત્રના આ કડક વલણને પગલે ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપ કાર્યાલયની સામે ઓવૈસીએ UCC વિરોધની સભા ગજવી:કહ્યું- 'જેને વોટ આપો છો એ ઘર તૂટે છે ત્યારે આવે છે? માત્ર વોટર નહીં બનો, બેખૌફ બની મત આપો'
    Next Article
    સુરત મનપાની ચૂંટણી માટે બેઠક દીઠ ત્રણ-ત્રણ નામોની પેનલ તૈયાર:1720 દાવેદારોના નામ પર કાતર ફેરવાઈ, વય મર્યાદા, નો રિપિટ થીયરીના કારણે અનેક દિગ્ગજોના પત્તા કપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment