Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વની એકમાત્ર 'બુગાટી લા વોઈટ્યુર નોઈર' વેચાશે:172 કરોડની કારની 270 કરોડમાં ડીલ થઈ; લક્ઝરી કારના સાચા માલિકનું રહસ્ય ખુલ્યું

    2 days ago

    સૌથી મોંઘી લક્ઝરી કાર બુગાટી ‘લા વોઇટ્યુર નોઇર’ના સાચા માલિકનું રહસ્ય હવે ખુલ્યું છે. આ કાર ઓટોમોટિવ જગતમાં ‘હાઇપરકાર’ તરીકે ઓળખાય છે. તેને કોઈ ફૂટબોલર કે સુલતાને નહીં, પરંતુ બુગાટી બ્રાન્ડને પુનર્જીવિત કરનાર ઓટો ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ ફર્ડિનાન્ડ પીચના પરિવારે ખરીદી હતી. હવે તેમના દીકરા એન્થોની પીચ તેને 270 કરોડ રૂપિયામાં વેચી રહ્યા છે. તેની મૂળ કિંમત લગભગ 172 કરોડ રૂપિયા હતી. તેઓ આ રકમનો ઉપયોગ મહત્વાકાંક્ષી EV સ્ટાર્ટઅપ માટે ભંડોળ એકત્ર કરવામાં કરશે. 2019માં તૈયાર કારને ટેસ્ટિંગ પૂર્ણ કરવામાં જ બે વર્ષ લાગ્યા હતા બુગાટીએ તેના 110 વર્ષ પૂરા થવાના અવસરે લા વોઇટ્યુર નોઇરને 2019માં વિશેષ રૂપે તૈયાર કરી હતી. જિનીવા મોટર શોમાં રજૂ કરવામાં આવેલી આ અજોડ 'બ્લેક કાર' એક આધુનિક અને અત્યંત વિશિષ્ટ કલાકૃતિ છે. તેને સંપૂર્ણપણે રસ્તા પર ચલાવવા યોગ્ય બનાવવા અને ટેસ્ટિંગ પૂર્ણ કરવામાં વધુ બે વર્ષ લાગ્યા અને તેની ડિલિવરી 2021માં કરવામાં આવી. આ કારના માલિક કોણ છે તે અંગે રહસ્ય અકબંધ રહ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    UP Meerut News: Ganga में डूबे चार भाई, मातम में डूबा पूरा गांव, मां का रो-रोकर बुरा हाल | Meerut
    Next Article
    જિલ્લા ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ, 1294 મુરતિયા મેદાને:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે દાવેદારોનો રાફડો ફાટ્યો

    Related Utility Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment