Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ, 1294 મુરતિયા મેદાને:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે દાવેદારોનો રાફડો ફાટ્યો

    2 days ago

    સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની 'સેન્સ' લેવાની પ્રક્રિયા બે દિવસ સુધી ચાલી હતી. આ પ્રક્રિયામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે મોટી સંખ્યામાં કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી છે. કુલ 13 મંડળોના ઉમેદવારો માટે લેવાયેલી આ પ્રક્રિયામાં 1294 જેટલા કાર્યકર્તાઓએ ચૂંટણી લડવાની ઉત્સુકતા દર્શાવી છે. 3 નગરપાલિકાની 96 બેઠક માટે 377ની દાવેદારી ​ચૂંટણી લડવા માંગતા ઉત્સાહી કાર્યકરોઓમાં ​ભાવનગર તાલુકા પંચાયતની 210 બેઠકો માટે કુલ 913 કાર્યકરોએ દાવેદારી કરી છે. ​જિલ્લા પંચાયતની 40 બેઠકો માટે કુલ 381 કાર્યકરો મેદાનમાં છે, જ્યારે 3 નગરપાલિકાની 96 બેઠકો માટે 377 કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે. આમ કુલ 13 મંડળોના ઉમેદવારો માટે લેવાયેલી સેન્સ પ્રક્રિયામાં 1294 જેટલા કાર્યકર્તાઓએ ચૂંટણી લડવાની દાવેદારી નોંધાવી હતી, ભાવનગર જિલ્લામાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વ સાથે આ ચૂંટણી દરમિયાન પક્ષની માર્ગદર્શિકા મુજબ ઉમેદવારોની પસંદગી થશે તેમ જણાવી ભાજપના સંનિષ્ઠ અને કાર્યદક્ષ ઉમેદવારો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં પ્રતિનિધિત્વ કરશે તેમ ઉમેર્યું છે. બુધવાર અને ગુરુવાર દરમિયાન ભાવનગરમાં પ્રદેશમાંથી નિરીક્ષકો તરીકે પ્રદીપ પરમાર, મહેશ પટેલ તથા પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ અને પાલિતાણામાં પ્રદેશ નિરીક્ષકો દિનેશ મકવાણા, નિપા પટેલ તથા પૌરવ પટેલ દ્વારા ઉમેદવારી માટેના દાવેદાર કાર્યકર્તાઓને સાંભળ્યા હતાં. આ ચૂંટણીઓ માટે જિલ્લા ભાજપમાં બે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં દાવેદારો નોંધાયા હતા. ભાવનગર જિલ્લામાં જિલ્લા પંચાયતની 40 બેઠકો માટે 381 ઉમેદવારો તથા 10 તાલુકા પંચાયતોની 210 બેઠકો માટે 913 ઉમેદવારો અને 3 નગરપાલિકાની 96 બેઠકો માટે 377 ઉમેદવારો નોંધાયા હતા. આમ બે દિવસ દરમિયાન કુલ 1294 જેટલા ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. આખરી નિર્ણય હાઈકમાન્ડ લેશે ​સેન્સ લેવાની કામગીરી પૂર્ણ થયા બાદ, હવે સ્થાનિક કક્ષાએ નામોની પેનલ બનાવીને પ્રદેશ ભાજપને મોકલવામાં આવશે. ત્યારબાદ હાઈકમાન્ડ દ્વારા ટિકિટ માટેનો આખરી નિર્ણય લેવામાં આવશે. કયા કાર્યકરનું નસીબ ખુલે છે અને કોને ટિકિટ મળે છે, તેના પર હવે સૌની મીટ મંડાયેલી રહેશે.
    Click here to Read More
    Previous Article
    વિશ્વની એકમાત્ર 'બુગાટી લા વોઈટ્યુર નોઈર' વેચાશે:172 કરોડની કારની 270 કરોડમાં ડીલ થઈ; લક્ઝરી કારના સાચા માલિકનું રહસ્ય ખુલ્યું
    Next Article
    Confident RCB Eye Second Win On Trot; CSK Seek Better Outing From Bowlers

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment