Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એપાર્ટમેન્ટમાં બોલાવી 1.70 લાખના દાગીનાની લૂંટ ચલાવી:વડોદરા પાણીગેટ પોલીસે રાજકોટથી મહિલા આરોપીને ઝડપી પાડી, ગેંગના અન્ય 5 સભ્યોની શોધખોળ શરૂ

    9 hours ago

    વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી લૂંટ અને ધાડની ગંભીર ઘટનામાં પોલીસે મોટી સફળતા મેળવી છે. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે રાજકોટથી 'ગંડવા ગેંગ' સાથે સંકળાયેલી એક મહિલા આરોપીને ઝડપી પાડી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 5 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. શું હતી સમગ્ર ઘટના? ગત તા. 15 માર્ચ 2026ના રોજ સાંજના સમયે ફરિયાદીને ફોન દ્વારા સંપર્ક કરી, ઉમા ચાર રસ્તા પાસે આવેલ ડોમિનોઝ પિઝા નજીક એક એપાર્ટમેન્ટના ત્રીજા માળે બોલાવવામાં આવ્યા હતા. ત્યાં અજાણ્યા શખ્સોએ ભેગા મળી ફરિયાદીને ગાળો આપી, માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂ. 1,75,000 ની કિંમતની સોનાની ચેન અને બે વીંટીઓની લૂંટ ચલાવી હતી. આ અંગે તા. 23 માર્ચ 2026 ના રોજ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીઓ રાજકોટની 'મેરીલેન્ડ હોટેલ' ખાતે રોકાયા આ ગંભીર ઘટનામાં પાણીગેટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. પટેલની ટીમે ટેકનિકલ સોર્સના આધારે મોબાઈલ લોકેશનના આધારે તપાસ કરતા આરોપીઓ રાજકોટની 'મેરીલેન્ડ હોટેલ' ખાતે રોકાયા હોવાનું જાણવા મળ્યું જતું. આ સાથે સીસીટીવી અને હોટેલ રજીસ્ટરમાં આરોપીઓએ આપેલા આધાર કાર્ડ અને જન્મના દાખલા તેમજ તેમની ફોર વ્હીલર ગાડીની વિગતો મળી આવી હતી. પોલીસે આરોપી મહિલાને ઝડપી પાડી આ સમગ્ર ઘટનામાં પોલીસની ટીમે રાજકોટમાં દરોડો પાડીને ગાડીના માલિક અને આ કાવતરામાં સામેલ આરોપી મુમતાજ યોગેશભાઈ ઉર્ફે રાકેશ સિંગર (રાજપૂત) (રહે. જડેશ્વર પાર્ક, વેલનાથ સોસાયટી, રાજકોટ)ને ઝડપી પાડી છે. પૂછપરછ દરમિયાન તેણે લૂંટના આ ગુનાની કબૂલાત કરી હતું. અન્ય 5 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા યોગેશભાઈ ઉર્ફે રાકેશ રામસીંગભાઈ શીંગર (રાજકોટ), નિકુંજભાઈ નરોત્તમબાપુ ગોંડલીયા (રાજકોટ), જનક રામસીંગભાઈ સીંગર (રાજકોટ), કેતન ઉર્ફે ચેતન મુકેશભાઈ દેગામા (રાજકોટ) અને એક અજાણ્યો શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    અયોધ્યા અને કાશી જેવો દિવ્ય નજારો હવે સુરતના આંગણે:તાપી કિનારે 3 લાખ દીવડાનો ભવ્ય 'દીપોત્સવ', આકાશી ડ્રોન શોટ્સ જોઈ થઈ જશો આશ્ચર્યચકિત
    Next Article
    Retired police inspector dies by suicide; wife, son booked for abetment

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment