Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ ગ્રામ્યમા 17 PIને પોસ્ટિંગ અપાયું:પોલીસ સ્ટેશન અને બ્રાન્ચ ફાળવવામાં આવી, જાણો કોને ક્યાં મૂકાયા

    18 hours ago

    તાજેતરમાં રાજ્યના ડીજીપી દ્વારા 500 થી વધુ પીઆઇના એક સાથે બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા.આ ઓર્ડર થયા બાદ અન્ય જિલ્લામાંથી બદલી થઈને અમદાવાદ જિલ્લામાં આવેલા પીઆઇની અમદાવાદ ગ્રામ્ય એસપી દ્વારા બદલી કરવામાં આવી છે.ગ્રામ્ય એસપી દ્વારા અન્ય જિલ્લામાંથી આવેલા 17 પીઆઇની અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નિમણૂક કરવામાં આવી છે. ડીજીપી દ્વારા કરવામાં આવેલી બદલીમાં અમદાવાદ ગ્રામ્યના પોલીસ સ્ટેશનમાંથી પણ અનેક પીઆઇની બદલી આવતા પોલીસ સ્ટેશન ખાલી થયા હતા,ત્યાં હવે બદલી થઈને આવેલા નવા પીઆઇની નિમણૂક કરવામાં આવી છે.એસ.પી ઓમ પ્રકાશ જાટ દ્વારા 17 જેટલા પીઆઈની અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ અન્ય જિલ્લા કે શહેરમાંથી બદલી થઈને આવેલા પીઆઇ નિમણુકની રાહ જોઈ રહ્યા છે.અમદાવાદ શહેરમાં પણ બદલીના કારણે અનેક પોલીસ સ્ટેશન ખાલી થયા છે જે અત્યારે ઇન્ચાર્જ પીઆઈ પર ચાલી રહ્યા છે,જેથી ખાલી પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પીઆઇને પોસ્ટિંગ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતીઓનું અપમાન કરનાર ખડગે માફી માંગે:રાજકોટનાં કિસાનપરા ચોકમાં ભાજપના મૌન ધરણા, મનપાનાં જન્મ-મરણ વિભાગમાં અરજદારોની લાંબી લાઈનો લાગી
    Next Article
    પતિના મિત્રનું કાંડ પરિણીતા પર દુષ્કર્મ, બ્લેકમેલિંગ પછી ધર્મપરિવર્તન:તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ, નગ્ન તસવીરથી બ્લેકમેલિંગ કરી 5 શખસનો રેપ, હનીટ્રેપનું દબાણ, ગર્ભવતી બનતાં તરછોડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment