Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વનંદીકર જૈન સંઘમાં પરમાત્માની રથયાત્રા યોજાઈ:17 સપ્ટેમ્બરે 98 સિદ્ધિ તપ બાદ તપસ્વીઓની શોભાયાત્રા અને સ્વામીવાત્સલ્ય પણ થયું, 3500થી વધુ ભાવિકો જોડાયા

    6 hours ago

    અમદાવાદના પાલડીમાં આવેલા શ્રી વિશ્વનંદીકર જૈન સંઘ, ભગવાનનગર નો ટેકરો ખાતે ઉપશમ ગુણનિધિ પ. પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી ઉદયપ્રભ સૂરીશ્વરજી મ.સા. આદિ ઠાણા ચાતુર્માસ માટે બિરાજમાન છે. તેમની નિશ્રામાં આ વખતે 98 સિદ્ધિ તપ થયા હતા. ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026 ના રોજ પરમાત્માની રથયાત્રા, તપસ્વીઓની શોભાયાત્રા અને સંઘનું સ્વામીવાત્સલ્ય યોજાયું હતું.આ રથયાત્રામાં સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો અને 3500 થી વધુ ભાવિકો જોડાયા હતા. રથયાત્રા શ્રી વિશ્વનંદિકર જૈન સંઘથી શરૂ થઈ શાંતિવન, નવનીત ભવન, રિવર ફ્રન્ટ થઈ ચંદ્રમૌલેશ્વર હોલ ખાતે પૂરી થઈ હતી. ચંદ્રમૌલેશ્વર હોલમાં તપસ્વીઓના પારણાં યોજાયા હતા. એલિસબ્રીજના ધારાસભ્યએ દરેક તપસ્વીઓને સન્માન પત્ર આપ્યા હતા. કોર્પોરેટર ક્રાંતિબેન ગાંધી અને બીજા ઘણા આગેવાનો પણ પારણાંમાં હાજર રહ્યા હતા.આ વખતે શ્રી વિશ્વનંદીકર જૈન સંઘમાં લાભાર્થીઓ દ્વારા અનેક ધાર્મિક કાર્યક્રમો થયા છે. પર્યુષણ મહાપર્વમાં પણ ભાવિકોએ ખૂબ ઉત્સાહ અને ઉમંગથી પર્વની ઉજવણી કરી હતી. આ જ સંઘમાં 22 સપ્ટેમ્બર, 2026 થી 15 ઓક્ટોબર, 2026 સુધી ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ઉદયપ્રભ સૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં આગમ વાંચનાનું આયોજન પણ કરાયું છે. દરેક પ્રસંગનું વર્તમાન કમિટી મેમ્બર્સ દ્વારા સારું આયોજન કરાયું હતું.
    Click here to Read More
    Previous Article
    શંકર વિદ્યાલયમાં વિકસિત ભારત-2047 પર ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધા:અમદાવાદમાં યોજાઈ, વિદ્યાર્થીઓએ દેશપ્રેમ અને ભવિષ્યના સપના રજૂ કર્યા
    Next Article
    Rahul Gandhi के Chhatron ki Goonj Indore में, किन मुद्दों पर होगी बात? Congress | Poster War | Gen-Z

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment