Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    17 ઓક્ટોબરનું અંકફળ:અંક 4ના જાતકોની માથે જવાબદારીઓ આવશે, અંક 8ના લોકોને નોકરીમાં મુસાફરીનો યોગ

    10 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… સવારના સમયે રાહત અનુભવાશે અને શારીરિક શક્તિ ઓછી થઈ શકે છે, પરંતુ કાર્યોમાં અડચણો નહીં આવે. પહાડી વિસ્તારોમાં ફરવા જવાની યોજના બની શકે છે અને મનપસંદ ભોજન પ્રાપ્ત થશે. વિરોધીઓ પરાસ્ત થશે. બપોરે સફળતાનું પ્રમાણ વધુ રહેશે અને આર્થિક મામલાઓમાં પણ સફળતા મળશે. અટકેલું ધન પણ પ્રાપ્ત થઈ શકે છે. સાંજે મિત્રો સાથે મુલાકાત થશે. નવા લાભદાયી સંપર્કો પ્રાપ્ત થશે. કરિયર: વેપારીઓને લાભ થશે અને નોકરીમાં અતિશય કામ રહી શકે છે. વિદ્યાર્થીઓ અભ્યાસને લઈને ચિંતિત થઈ શકે છે અને અઘરા વિષયો તરફ આકર્ષિત થશે. લવ: પ્રેમમાં સફળતા પ્રાપ્ત થશે. સંતાન તરફથી સુખ મળશે અને વૈવાહિક જીવનમાં મધુરતા બનેલી રહેશે. સ્વાસ્થ્ય: સવારના ભાગમાં શારીરિક અશક્તિ કે થાક અનુભવાઈ શકે છે, પરંતુ દિવસ આગળ વધતાં આરોગ્ય સારો સાથ આપશે. લકી નંબર: 1-4-8 લકી કલર: ગુલાબી શું કરવું: પક્ષીઓ માટે ચણ નાખો. સવારનો સમય આવકને સારી બનાવી રાખશે. પ્રવાસો સુખદ રહેશે અને કામમાં ઝડપ રહેશે. સહયોગની પ્રાપ્તિ પણ થશે. કોઈ વાત પર ચીડ પણ ચડી શકે છે. બપોરે આર્થિક પરેશાની સાથે કામમાં વિલંબ પણ થશે. દેવા સંબંધી મામલાઓ ગૂંચવાઈ શકે છે. સાંજે સમય બહેતર રહેશે. પરિવારનો સાથ મળશે અને કાનૂની બાબતોમાં સફળતા પ્રાપ્ત થશે. ભાગીદારીમાં કરેલા કામથી મોટો લાભ શક્ય છે. કાર્યસ્થળ પર પ્રશંસા પ્રાપ્ત થશે. કરિયર: નોકરીને લઈને ચિંતા થઈ શકે છે. વેપારમાં સરળતા પ્રાપ્ત થશે. લવ: પ્રેમમાં નીરસતા આવી શકે છે. વૈવાહિક જીવનમાં તણાવ ઓછો થશે. સ્વાસ્થ્ય: બપોરના સમયે માનસિક ચિંતા કે શારીરિક થાક અનુભવાઈ શકે છે, સાંજે રાહત મળશે. લકી નંબર: 1-5-7 લકી કલર: પીળો શું કરવું: ગણેશજીને દૂધ અને મધનો ભોગ ધરાવવો. સારા સમય તરફ આગળ વધી રહ્યા છો. સમય પણ સહયોગ આપી રહ્યો છે અને પાછલા સમયમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં સફળ રહેશો. નિરાશા સમાપ્ત થશે અને વિચાર સકારાત્મક બનશે. કામમાં પરિવર્તનનો યોગ બની રહ્યો છે. બપોરે સમસ્યાઓ આવી શકે છે. કોઈની સાથે ગૂંચવણમાં ન પડવું અને મજાક પણ ન કરવી. આવકમાં કમી રહેશે અને સહયોગની અપેક્ષા નકામી જશે. સાંજે સમયમાં સુધારો રહેશે. પ્રવાસનો યોગ પણ બનેલો છે. કરિયર: નોકરીમાં સમકક્ષોથી શ્રેષ્ઠ રહેશો અને વેપારમાં મોટા લાભના આસાર છે. સિદ્ધિઓ પ્રાપ્ત થશે. લવ: વૈવાહિક જીવનમાં સ્થિરતા રહેશે અને પ્રેમમાં સુખની પ્રાપ્તિ થશે. સ્વાસ્થ્ય: મન પ્રસન્ન રહેશે અને માનસિક તણાવમાંથી મુક્તિ મળશે. લકી નંબર: 1-3-6 લકી કલર: કથ્થઈ શું કરવું: બાળકોને નોટબુકનું દાન કરવું. લાભની સ્થિતિમાં આવી ગયા છો. નવી જવાબદારીઓ પ્રાપ્ત થશે અને કોઈ મનચાહી સફળતા પ્રાપ્ત થશે. વિવાદોનો ઉકેલ તમારા પક્ષમાં આવશે. જમીનથી લાભ થશે અને કોર્ટ-કચેરીના મામલાઓમાં સફળતા પ્રાપ્ત થશે. શુભ કાર્યોનું પ્રમાણ વધુ રહેશે. બપોરે અને સાંજે સમય પણ દરેક રીતે સાનુકૂળ રહેશે. આવકમાં સુધારો રહેશે અને વિવાદાસ્પદ મામલાઓમાં વિજય પ્રાપ્ત થશે. પેટ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. સંતાનની ચિંતા બનેલી રહેશે. કરિયર: વેપારમાં યોજનાઓ ફળીભૂત થશે અને નોકરીમાં કામમાં સુધારો થશે. પગાર વધી શકે છે. લવ: દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ રહેશે તથા પ્રણય સંબંધોમાં નિરાશાનો ભાવ રહેશે. સ્વાસ્થ્ય: પેટ સંબંધી સમસ્યાઓ કે પાચનમાં ગડબડ થઈ શકે છે, ખાનપાનનું ધ્યાન રાખવું. લકી નંબર: 1-2-7 લકી કલર: મરૂન શું કરવું: સાંજે પાણિયારે દીવો પ્રગટાવવો. સમસ્યાઓનો ઉકેલ આવશે અને આર્થિક લાભની સંભાવના પણ વધી છે. દેવામાંથી છુટકારો મેળવવાનો રસ્તો મળશે અને સહયોગ કરનારા લોકો પ્રાપ્ત થશે. બપોરે નાની મુસાફરીનો યોગ બનેલો છે. કમરમાં દુખાવો રહેશે અને સંતાન તરફથી સહયોગ પ્રાપ્ત થશે. સાંજે ધીરજ બનેલી રહેશે. સંતાપ દૂર થશે અને આર્થિક મામલાઓમાં સુધારો રહેશે. સહયોગ પ્રાપ્ત થશે. કરિયર: વેપારમાં સુધારો થશે અને નોકરીમાં વિવાદોનો ઉકેલ આવશે. અનુદાન અને સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. અન્યોની સરખામણીએ શ્રેષ્ઠ રહેશો. લવ: પ્રેમી પંખીડાઓ વચ્ચે વિવાદ થઈ શકે છે. જીવનસાથી સહયોગ પૂરો પાડશે. સ્વાસ્થ્ય: કમરનો દુખાવો કે શારીરિક જકડન પરેશાન કરી શકે છે, બેસવાની મુદ્રા પર ધ્યાન આપવું. લકી નંબર: 1-4-8 લકી કલર: વાદળી શું કરવું: હનુમાનજીને કાળા તલ મિશ્રિત તેલનો દીવો કરવો. આત્મબળ ઊંચું રહેશે અને પોતાની હિંમતથી પ્રયાસોમાં સફળતા મળશે. એવા લોકો મળશે જે ખોટી પ્રેરણા આપશે, પરંતુ બચીને રહેવું. રહસ્યની વાતો જાહેર થઈ શકે છે, તેથી સાવધાન રહેવું. કાનૂની મામલાઓમાં સફળતા પ્રાપ્ત થશે અને પ્રવાસો સુખદ રહેશે. બપોરે નવા સંપર્કો થશે. પરિણામો અપેક્ષા મુજબ પ્રાપ્ત થશે અને નાણાંની પ્રાપ્તિ પણ થશે. સાંજે મન પ્રસન્ન રહેશે. કાર્યોમાં સફળતા મળશે અને સંતાન સાનુકૂળ બનેલી રહેશે. કરિયર: વેપારમાં આગામી યોજનાઓ પ્રસન્નતા આપનારી રહેશે. નોકરીમાં લક્ષ્ય પ્રાપ્ત થશે. લવ: જીવનસાથી તરફથી સહયોગ પ્રાપ્ત થશે. પ્રણય સંબંધોમાં વિવાદ ઊભો થઈ શકે છે. સ્વાસ્થ્ય: માનસિક ઊર્જા અને આત્મવિશ્વાસ ઉત્તમ રહેશે, આરોગ્ય સાનુકૂળ રહેશે. લકી નંબર: 1-5-9 લકી કલર: જાંબલી શું કરવું: સૂર્યદેવને અર્ઘ્ય આપવું અને શિવજીની પૂજા કરવી. મન ઉદાસ રહેશે. વિરોધીઓ પણ સક્રિય રહેશે. કામમાં વિલંબ શક્ય છે. તણાવ અને પરેશાની રહી શકે છે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી. બપોરથી આવકમાં વધારો થશે. ભાગ્ય સાથ આપશે. કામમાં ઝડપ આવશે. નાણાં સાથે સન્માન અને લક્ષ્ય સિદ્ધિ થશે. સાંજથી ફરી કેટલીક પરેશાનીઓ આવી શકે છે. સમસ્યાઓ ચાલુ રહેશે. સરકારી અડચણ પણ આવી શકે છે. બ્લડ પ્રેશર, માથાનો દુખાવો, તણાવ અને ઈજા સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. કરિયર: કારોબારને લઈને કંઈક નવું કરવાનો વિચાર આવશે અને નોકરી બદલવાનું મન થઈ શકે છે. લવ: પ્રેમમાં પાર્ટનર પ્રત્યે અનાસક્તિ/ઉદાસીનતા થઈ શકે છે. વૈવાહિક જીવનમાં તણાવ સમાપ્ત થશે. સ્વાસ્થ્ય: બ્લડ પ્રેશર, માથાનો દુખાવો, તણાવ કે ઈજા થવાની સંભાવના છે, ખાસ સાવચેતી રાખવી. લકી નંબર: 1-6-7 લકી કલર: લીલો શું કરવું: વડીલોને લીલા વસ્ત્રો દાન કરો અને ગાયને ઘાસ ખવડાવો. વિપરીત લિંગ પ્રત્યે આકર્ષણ રહેશે અને ખર્ચનું પ્રમાણ વધુ રહેશે, પરંતુ સમય સાનુકૂળ હોવાથી આવક પણ સારી બનેલી રહેશે. પ્રસન્નતા અને પ્રશંસા મળશે. બપોરે અનાવશ્યક તણાવ થઈ શકે છે. લોકો મુશ્કેલી ઊભી કરશે. વિરોધીઓ સક્રિય રહેશે. આવકની કમી પરેશાન કરી શકે છે. સાંજે પ્રસન્નતા અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે. કાર્યોમાં સફળતા મળશે અને સહયોગની અપેક્ષાઓ પણ પૂરી થશે. કરિયર: વેપાર ઉત્તમ રહેશે અને નોકરીમાં મુસાફરીનો યોગ બનશે. લવ: પ્રેમમાં સફળતા પ્રાપ્ત થશે અને વૈવાહિક જીવન સુખમય રહેશે. સ્વાસ્થ્ય: બપોરના સમયે માનસિક તણાવ કે સુસ્તી રહી શકે છે, સાંજ પછી આરોગ્ય સારું રહેશે. લકી નંબર: 1-2-7 લકી કલર: સફેદ શું કરવું: વડીલોને સફેદ વસ્ત્રો ને નવા અરીસાનું દાન કરવું. પોતાને સ્થાપિત કરવામાં સફળ રહેશો. નવા ક્ષેત્રમાં સફળતાપૂર્વક પ્રવેશ થશે. આજે ખાસ કરીને સારો દિવસ છે. સકારાત્મકતા રહેશે અને બધી તરફથી સહયોગ પ્રાપ્ત થશે. બગડેલા કામ બનાવવામાં સફળ રહેશો. સુખદ માહિતીઓ પ્રાપ્ત થશે. નવી સુખ-સુવિધાઓ અને દેખાડા પાછળ ખર્ચ થવાની સંભાવના છે. બપોરે અને સાંજે સમય પણ દરેક રીતે સાનુકૂળ રહેશે. નવું કામ કરવાનું મન થશે અને પ્રસન્નતા બનેલી રહેશે. કરિયર: નોકરીમાં પ્રગતિ અને વેપારમાં તેજીનો સમય છે. આર્થિક લાભ થશે. કાર્યસ્થળ પર સમકક્ષોમાં શ્રેષ્ઠ રહેશો. લવ: પ્રેમી પંખીડાઓ વચ્ચે અનુરાગમાં કમી આવશે. વૈવાહિક જીવનમાં સંતોષ રહેશે. સ્વાસ્થ્ય: શારીરિક અને માનસિક રીતે ઉત્સાહ અને સકારાત્મકતા જાળવી રાખશો. લકી નંબર: 1-3-9 લકી કલર: લાલ શું કરવું: ઘરના કે અન્ય વડીલોને કોઈ ભેટ આપવી અથવા આદર સન્માન આપવું.
    Click here to Read More
    Previous Article
    "We've Sent A Strong Message": Daren Sammy's Special Praise For West Indies Players Amid Pay Cuts
    Next Article
    17 ઓક્ટોબરનું ટેરો રાશિફળ:મેષ રાશિના અટકેલા કામ પૂરા થવાની સંભાવના, કર્ક રાશિના જાતકોના કામમાં વિધ્નો આવશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment