Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમ્મુ કાશ્મીરોનો વેશ પહેરી ફરાર આરોપીને દબોચ્યો:વડોદરા ક્રાઇમ બ્રાંચે 17 વર્ષથી ફરાર આરોપીને 4 હજાર કિમી અંતર કાપી વેશ પલટો ધારણ કરીને દબોચ્યો

    4 days ago

    વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે વેશ પલટો કરી છેલ્લા 17 વર્ષથી પેરોલ જમ્પ કરી નાસતા ફરતા NDPS (નાર્કોટિક્સ) ગુનાના પાકા કામના કેદીને જમ્મુ-કાશ્મીરના અનંતનાગ ખાતેથી ઝડપી પાડ્યો છે. વડોદરા તેમજ ગુજરાત રાજ્યની વિવિધ જેલોમાંથી રજા પર ઉતરીને ફરાર થયેલા કેદીઓને શોધી કાઢવા મળેલી સૂચના આધારે ઓપરેશન કારાવાસ 2 ખાસ ડ્રાઇવ અંતર્ગત આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી 10 કિલો ચરસ સાથે પકડાયો હતો ઝડપાયેલા કેદીનું નામ મહંમદઅસરફ ગુલાબમહંમદ લોન છે. વર્ષ 2003માં આણંદ રેલ્વે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તે પોતાના એક સાગરીત સાથે 10 કિલો ચરસ સાથે પકડાયો હતો. આ કેસમાં સેસન્સ કોર્ટે વર્ષ 2004માં તેને તકસીરવાન ઠેરવી 10 વર્ષની સખત કેદ અને ₹1,00,000 ના દંડની સજા ફટકારી હતી. પેરોલ રજા પર મુક્ત થયો ને ફરાર થઈ ગયો સજા અંતર્ગત તેને વડોદરા મધ્યસ્થ જેલમાં રાખવામાં આવ્યો હતો. જોકે, 30 નવેમ્બર 2009ના રોજ તે 10 દિવસની પેરોલ રજા પર મુક્ત થયો હતો. રજા પુરી થતાં તેને 11 ડિસેમ્બર 2009ના રોજ જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે સમયસર હાજર ન થઈ બારોબાર ફરાર થઈ ગયો હતો. 4000 કિલોમીટર દૂર જમ્મુ-કાશ્મીરમાં ઠેકાણું બદલ્યું હતું ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરતા માલુમ પડ્યું કે આરોપી જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કાઝીગુંડ વિસ્તારના ચીકીમણી વિસુ ગામનો વતની છે અને હાલમાં ત્યાંના ભદ્રાગુંડ ગામે હાર્ડવેરની દુકાન ચલાવે છે. માહિતી મળતા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જમ્મુ-કાશ્મીર પહોંચી હતી. ત્યાં સ્થાનિક પહરવેશ ધારણ કરી અને સ્થાનિક લોકોમાં ભળી જઈને ટીમે ખાનગી વૉચ ગોઠવી હતી. વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરાયો ક્રાઇમ બ્રાન્ચે આશરે 4000 કિલોમીટર જેટલું અંતર કાપીને ગયેલી ટીમે ભારે ધૈર્ય અને સાવચેતી પૂર્વક 21 જૂન 2026ના રોજ બપોરના સમયે તેની હાર્ડવેરની દુકાન પાસેથી જ તેને દબોચી લીધો હતો. હાલમાં આ કેદીને વડોદરા લાવી બાકીની સજા ભોગવવા માટે વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    જંગલેશ્વર ડિમોલિશનમાં રૂ.27 લાખની જ્યાફત!:રાજકોટ મનપા, પોલીસના અધિકારીઓના ચા, કાજુ કતરી સહિત ને ભોજનનો લાખોનો ખર્ચ બુધવારની સ્ટેન્ડિંગ બેઠકમાં મૂકાશે
    Next Article
    Gujarat Breaking News | 8 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Breaking News | News of The Day

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment