Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા ખાતે 17 સપ્ટેમ્બરે ક્લસ્ટર લેવલ મેગા જોબ ફેર યોજાશે:4 જિલ્લાના 1000થી વધુ અનુભવી અને બિનઅનુભવી ઉમેદવારોને રોજગારની તક મળશે

    7 hours ago

    મદદનીશ રોજગાર નિયામકની કચેરી, વડોદરા, જિલ્લા રોજગાર કચેરીઓ આણંદ, ખેડા-નડિયાદ તથા છોટાઉદેપુર અને યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો (યુઈબી), વડોદરા તથા વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે ક્લસ્ટર લેવલ મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો તા. 17 સપ્ટેમ્બરના રોજ સવારે 10 કલાકે તરસાલી સરકારી આઈ.ટી.આઈ. કેમ્પસ, તરસાલી, વડોદરા ખાતે યોજાશે. આ ક્લસ્ટર લેવલ મેગા જોબ ફેરમાં વડોદરા સહિત ચાર જિલ્લાના ધોરણ-8થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા 1000થી વધુ અનુભવી તેમજ બિનઅનુભવી સ્ત્રી અને પુરુષ ઉમેદવારો ભાગ લેશે. વિવિધ ક્ષેત્રોની કંપનીઓ, ઉદ્યોગો તથા સંસ્થાઓ દ્વારા એપ્રેન્ટીસ સહિતની વિવિધ રોજગાર તકો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ધોરણ-8, ધોરણ-10, ધોરણ-12, આઈ.ટી.આઈ., ડિપ્લોમા, ટેકનિકલ ડિગ્રી (બી.ઈ.), નોન-ટેકનિકલ ડિગ્રી (બી.એ., બી.કોમ., બી.એસસી., બીબીએ), મેડિકલ એન્ડ એલાઈડ કોર્સીસ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે વિવિધ જગ્યાઓ ઉપલબ્ધ રહેશે. ભરતી મેળામાં ભાગ લેવા ઈચ્છતા નોકરીદાતાઓ, ઉદ્યોગો તથા સંસ્થાઓએ પોતાના એકમમાં 14 વર્ષથી ઉપરની ઉંમરના ઉમેદવારો માટેની એપ્રેન્ટીસ જગ્યાઓ તેમજ 18 વર્ષથી ઉપરના ઉમેદવારો માટેની તમામ ખાલી જગ્યાઓની વિગતો નિયત નમૂનામાં અનુબંધમ પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. નોકરીદાતાઓએ www.anubandham.gujarat.gov.in પોર્ટલના Job Fair વિકલ્પમાં Upcoming 17 September 2026 Vadodara Job Fairમાં તા. 8 સપ્ટેમ્બર સુધીમાં ભાગીદારી નોંધાવવાની રહેશે. પોર્ટલ પર ભાગીદારી નોંધાવનાર સંસ્થાઓને તા. 10 સપ્ટેમ્બર સુધી રોજગાર કચેરી દ્વારા ઈ-મેઈલ તથા ટેલિફોન મારફતે પુષ્ટિ કરવામાં આવશે અને પુષ્ટિ મળેલી સંસ્થા અથવા કંપનીને ઉમેદવારોના ઈન્ટરવ્યુ માટે સ્ટોલ ફાળવવામાં આવશે. વધુ માહિતી તથા માર્ગદર્શન માટે ઉમેદવારો અને નોકરીદાતાઓએ સંબંધિત રોજગાર કચેરીનો સંપર્ક કરવા મદદનીશ રોજગાર નિયામક, વડોદરા શ્રી અલ્પેશ એલ. ચૌહાણ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ખાસ નોંધનીય છે કે ભરતી મેળા તથા રોજગાર કચેરીની તમામ સેવાઓ નિઃશુલ્ક છે અને રજીસ્ટ્રેશન કે ભરતી મેળા સંબંધિત કોઈપણ સેવા માટે ઉમેદવાર પાસેથી કોઈ ફી કે ચાર્જ લેવામાં આવતો નથી.
    Click here to Read More
    Previous Article
    'સાત સુરોના સરનામે જે હંમેશા મળતા એ આજે આથમી ગયા':લતા મંગેશકર-આશા ભોંસલેને ગુજરાતી ગીતો ગવડાવનાર; સંગીતના શિખર પુરુષ ગૌરાંગ વ્યાસનું અમદાવાદમાં નિધન
    Next Article
    બોટાદમાં દારૂના અડ્ડા બંધ કરાવવા યુવા ભીમસેના મેદાને:જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું, કાર્યવાહી નહીં થાય તો જનતા રેડની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment