Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં જળસંકટના એંધાણ:17માંથી મોટાભાગના ડેમ ખાલીખમ, વરસાદ ખેંચાશે તો 30 જૂન પછી સૌની યોજનાથી જળાશયો ભરાશે:સિંચાઈ અધિકારી

    1 day ago

    વર્ષ 2026ના ચોમાસાની શરૂઆત પહેલા જ જૂનાગઢ જિલ્લામાં વરસાદ ખેંચાતા જળાશયોની સ્થિતિ અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લાની તમામ 17 મુખ્ય ડેમ સાઇટ પર બિલકુલ 0 મી.મી. વરસાદ નોંધાયો છે. આ વરસાદી તંગીના કારણે ડેમોના જળસ્તરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેના લીધે આગોતરા વાવેતર કરનારા ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. હાલમાં જળાશયોમાં પાણીનો નવો શક્તિશાળી પ્રવાહ ન આવતા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જિલ્લાના મોટાભાગના જળાશયો ખાલીખમ ​જિલ્લાના જળાશયોની પરિસ્થિતિ પર નજર કરીએ તો વિસાવદર તાલુકાનો પ્રેમપરા ડેમ સંપૂર્ણપણે ખાલીખમ થઈ ચૂક્યો છે, જ્યાં પાણીનો જથ્થો 0.00 ટકા નોંધાયો છે. આ જ પ્રકારે ભેંસાણ તાલુકાના ઉબેણ ડેમમાં માત્ર 1.66 ટકા અને ગળથ ડેમમાં માત્ર 2.27 ટકા જળ જથ્થો બચ્યો છે. માળિયા તાલુકાનો વ્રજમી ડેમ પણ માત્ર 2.28 ટકા પાણીના જથ્થા સાથે સુકાવાના આરે છે. માણાવદરના બાંટવા ખારો ડેમમાં 8.62 ટકા અને વંથલી તાલુકાના સાબલી ડેમમાં માત્ર 10.19 ટકા પાણી શેષ રહ્યું છે, જેને કારણે જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો સ્થાનિક સ્તરે પાણીની કટોકટી સર્જાઈ શકે છે. 'ઓઝત વિ. ચ.' ડેમ સૌથી વધુ 92 ટકા ભરેલો ​બીજી તરફ, જૂનાગઢ તાલુકાના 'ઓઝત વિ. ચ.' ડેમની સ્થિતિ સૌથી મજબૂત છે, જે પોતાની ક્ષમતા સામે 92.60 ટકા ભરાયેલો છે. આ સિવાય જુનાગઢનો 'ઉબેણ વિકેર' ડેમ 43.05થી 47.69 ટકા અને 'હસ્નાપુર' ડેમ 43.80 ટકા પાણી ધરાવે છે. વંથલી તાલુકાનો ઓઝત શાપુર ડેમ આશરે 38 ટકા અને ઓઝત વંથલી ડેમ 28.43 ટકા ભરાયેલો છે. જ્યારે મધુવંતી ડેમ 32.47થી 33 ટકા પાણીના જથ્થા સાથે મધ્યમ સપાટી પર છે. વિસાવદરના આંબાજળમાં 27.13 ટકા, ધ્રાફડમાં 25.42 ટકા અને ઝાંઝેશ્રીમાં 22.47 ટકા તેમજ ભેંસાણના મોટા ગુજરીય ડેમમાં 22 ટકા જથ્થો ઉપલબ્ધ છે. પાણીની આવક ન હોવાથી તમામ ડેમોના દરવાજા બંધ છે અને નદીઓમાં ડિસ્ચાર્જ શૂન્ય છે. ​30 જૂન સુધી નિયમિત પીવાનું પાણી પૂરું પાડવા આયોજન આ સમગ્ર પરિસ્થિતિ અંગે જૂનાગઢ સિંચાઈ વિભાગના અધિકારી એમ. એમ. પાંચાએ જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લાના સૌથી મોટા ઓઝત-2 ડેમમાં રિપેરિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવી છે. 22 જૂનની સ્થિતિએ, ચોમાસાના આગમન પહેલા આ ડેમમાં આશરે 7.33 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ ડેમમાંથી આગામી 30 જૂન સુધી નિયમિતપણે પીવાનું પાણી પૂરું પાડવાનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે, જેથી પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહીં. આ ઉપરાંત, સિંચાઈ માટેનું જરૂરી પાણી પણ પૂરેપૂરું આપી દેવામાં આવ્યું છે. મેંદરડાના મધુવંતી ડેમમાં આશરે 33 ટકા જળસંગ્રહ ​માણાવદર તાલુકાનો બાંટવા-ખારો ડેમ હાલ 8.62 ટકા ભરેલો છે, જેમાં અગાઉ ડિસેમ્બર મહિનામાં નદીમાંથી લિફ્ટ ઇરિગેશન માટે પાણી પૂરું પાડવામાં આવ્યું હતું, જ્યારે અહીંનો શેરડી ડેમ હાલ સંપૂર્ણ ખાલી છે જે આગામી વરસાદથી ભરાશે. વંથલી તાલુકાના ડેમોની વાત કરીએ તો, ઓઝત વિયર શાપુર આશરે 38 ટકા અને વંથલી વિયર 32 ટકા ભરેલો છે. વંથલીનો ટીકર વિયર એ 'પોસ્ટ મોન્સૂન ડેમ' (ચોમાસા પછી ભરવાનો ડેમ) હોવાથી, વરસાદી પાણી વહી જાય તે હેતુથી તેને ખુલ્લો રાખવામાં આવ્યો છે અને તે હાલ શૂન્ય ટકા છે. આ તરફ મેંદરડા તાલુકાનો મધુવંતી ડેમ આશરે 33 ટકા ભરેલો છે. ગળથ અને ગોરવિયાળી ડેમ સંપૂર્ણપણે ખાલી ​વિસાવદર તાલુકાનો મઘાડી ડેમ હાલ 25 ટકા ભરેલો છે. ભેસાણ તાલુકાના ત્રણ ડેમ પૈકી મોટો ગુજરીયા ડેમ 22 ટકા ભરેલો છે, જ્યારે ગળથ ડેમ અને ગોરવિયાળી ડેમ સંપૂર્ણપણે ખાલી છે; તેમજ ભેસાણનો ઉબેણ ડેમ માત્ર 2 ટકા જેટલો જ ભરેલો છે. જૂનાગઢ તાલુકાના ડેમોમાં, ઓઝત વિયર આણંદપુર ડેમ 91 ટકા જેટલો ભરચક છે, કારણ કે ઓઝત ડેમ ખાલી કરતી વખતે તેનું પાણી અહીં સ્ટોર કરવામાં આવ્યું હતું. આ ડેમમાંથી મહાનગરપાલિકા દ્વારા પીવાનું પાણી સપ્લાય કરવામાં આવે છે. આ સિવાય જૂનાગઢ તાલુકાનો ઉબેણ વિયર કેરાળા ડેમ 43 ટકા જેટલો ભરેલો છે. ​હાલ જે ડેમો 10 કે 20 ટકા ભરેલા છે તે આગામી ચોમાસાના વરસાદથી ભરાઈ જવાની પૂરી સંભાવના છે, જેથી સિંચાઈ અને ઉનાળુ પિયતમાં મુશ્કેલી આવવાની શક્યતા નહિવત છે. જો ચાલુ વર્ષે વરસાદ વધુ ખેંચાશે, તો પણ વહીવટી તંત્ર દ્વારા 30 જૂન પછી 'સૌની યોજના' મારફત આ વિસ્તારના અન્ય ડેમોને ભરી દેવાનું આગોતરું આયોજન તૈયાર રાખવામાં આવ્યું છે. આથી, કોઈ પણ પરિસ્થિતિમાં સ્થાનિક નાગરિકો માટે પીવાના પાણીની તકલીફ ઊભી થાય તેવી શક્યતા ઘણી ઓછી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડની ડી.એમ.ડી.જી. મ્યુ. હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ:ધારાસભ્ય ભરતભાઈ પટેલની અધ્યક્ષતામાં 29 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો
    Next Article
    MLA Kirit Patel Supports Ambalal Patel | આગાહીકાર અંબાલાલ પટેલને કિરીટ પટેલનું સમર્થન | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment