Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કોંગ્રેસના વિરોધથી 17 એપ્રિલ મહિલાઓ માટે કાળો દિવસ બન્યો':રીવાબા બોલ્યા કોંગ્રેસને જડબાતોડ જવાબ મળશે, નણંદ નયનાબાએ કહ્યું એ તો 28 તારીખે ખબર પડશે

    2 days ago

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 18 એપ્રિલ શનિવારે રાતે રાષ્ટ્રજોગ સંબોધન કરી મહિલા અનામત બિલ પાસ ન થઇ શક્યું એ માટે વિપક્ષને જવાબદાર ગણાવ્યા બાદ આજે 20 એપ્રિલ ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નારી શક્તિનું સન્માન માટેનો અવસર હતો 17 એપ્રિલનો એ દિવસ ઇતિહાસમાં નારી શક્તિના સન્માન માટે સુવર્ણ અક્ષરે લખાયો હોત પરંતુ કોંગ્રેસ પક્ષે વિરોધ કરતા આ દિવસ નારી શક્તિ માટે કાળો દિવસ બની ગયો છે આ દેશની 70 કરોડ મહિલાઓનું અપમાન છે. રીવાબા જાડેજાએ નણંદ નયનાબાને શુભેચ્છા આપી રાજકોટમાં રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છા આપી. રીવાબાએ કહ્યું ચૂંટણી લડનારને શુભેચ્છા પાઠવું છું. જો કે જીત ભાજપની જ થશે મને પૂરો ભરોસો છે. ભાજપના કાર્યકર્તાઓ પર મને પૂર્ણ વિશ્વાસ છે કે 26 તારીખે ભાજપની પેનલના ઉમેદવારોને જંગી બહુમતી સાથે જીતાડશે અને કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે. શુભેચ્છા આપનારનો આભાર: નયનાબા રાજકોટ શહેર વોર્ડ નં. 2ના કોંગ્રેસના ઉમેદવાર નયનાબા જાડેજાએ જણાવ્યું હતું કે, મને શુભેચ્છા પાઠવનાર મારા શુભેચ્છકો, મારા સમાજના લોકો મારા વિસ્તારના મતદારો અને માતાજી ભગવતીનો હું આભાર માનું છું. જીત કોની થશે એ આવનાર સમય બતાવશે કારણ કે, ભાજપના પૂર્વ નગરસેવકોએ કોઈ કામ નથી કર્યા માત્ર ભ્રષ્ટાચાર કર્યા છે. જનતા પણ હવે આ વાત જાણી ગઈ છે માટે ભાજપની હાર થશે કે જીત એ આવનાર સમય બતાવશે. 'કોંગ્રેસે વિરોધ કરતા 17 એપ્રિલ મહિલાઓના સન્માન માટે કાળો દિવસ સાબિત થયો' રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, 17 એપ્રિલનો દિવસ મહિલાઓના સન્માન માટે સુવર્ણ અક્ષરે લખાઈ શક્યો હોત પરંતુ કોંગ્રેસે વિરોધ કરતા આ દિવસ મહિલાઓના સન્માન માટે કાળો દિવસ સાબિત થયો છે. સંસદમાં જે થયું એ માત્ર બિલની હાર ન હતી, પરંતુ એ દેશની 70 કરોડ મહિલાઓ દીકરીઓએ જોયેલા સપનાઓ ઉપર કોંગ્રેસનો આઘાત જનક પ્રહાર હતો. દેશ આખાએ જોઈ લીધું કે ભાજપ સરકાર મહિલાઓ માટે અને કોંગ્રેસ સરકાર મહિલાઓના માર્ગમાં સતત અવરોધ બનીને આગળ વધી રહ્યું છે. કોંગ્રેસ અને બાકીના વિપક્ષોએ વીલ પસાર ન થતા જે આનંદ વ્યક્ત કર્યો પાટલી થપથપાવી આ મહિલાઓનું અપમાન નથી તો શું છે.? ‘બિલ પાસ ન થવા દેવું એ કોંગ્રેસનું પૂર્વનિયોજિત રાજકીય ષડયંત્ર હતું’ રીવાબાએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓના અધિકાર રોકવા એ કોંગ્રેસની જીત બની ગઈ છે. કોંગ્રેસનો ઇતિહાસ મહિલાઓ સાથે છડ, વિલંબ અને દગાનો રહ્યો છે. કોંગ્રેસે 60 વર્ષ સતામાં રહી માતૃ શક્તિનું અપમાન કરી વોટબેન્કની રાજનીતિ કરી છે. મહિલાઓના અધિકાર એ કોંગ્રેસ માટે માત્ર ભાષણનો વિષય રહ્યો છે, નિર્ણયની બાબતમાં કોંગ્રેસ ક્યારે પણ મહિલા શક્તિને આગળ વધવા નથી દીધી. બિલ પાસ ન થવા દેવું એ કોંગ્રેસનું પૂર્વનિયોજિત રાજકીય ષડયંત્ર હતું. જે લોકોએ OBC અને દલિત મહિલાઓના શશક્તિકરણ માટે કહી જ નથી કર્યું તેમના નામે હવે આ બિલને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ‘માતૃશક્તિને માત્ર રસોડા સુધી સીમિત રાખવાની માનસિકતા કોંગ્રેસની છે’ તેને વધુમાં કહ્યું કે, કોંગ્રેસને ડર છે કે દેશની સામાન્ય પરિવારની મહિલાઓ સાંસદમાં અને વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરશે અને તેમની પરિવારવાદની રાજનીતિને પડકારશે. સતા પરિવાર પૂરતી સીમિત રાખવી એ તેમની માનસિકતા છે. પોતાના પરિવારની મહિલાઓને જ આગળ વધારવી એ જ એમની માનસિકતા છે. માતૃશક્તિને માત્ર રસોડા સુધી સીમિત રાખવાની માનસિકતા આ કોંગ્રેસ પક્ષની છે. આ એજ કોંગ્રેસ છે જેને 370 કલમનો વિરોધ કર્યો, રામ મંદિરનો વિરોધ કર્યો, ત્રિપલ તલાકનો વિરોધ કર્યો, CAAનો વિરોધ, GSTનો વિરોધ, UCCનો વિરોધ કર્યો, સર્જીકલ સ્ટ્રાઇક અને ઓપરેશન શિંદુરનો વિરોધ, નર્મદા ડેમનો વિરોધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ વિરોધ કર્યો. કોંગ્રેસની માનસિકતા એ જ છે કોઈપણ રિફોમેશન આવે એમાં જૂઠું બોલો, ભ્રમ ફેલાવવો અને આગળ વધવા ન દેવું.
    Click here to Read More
    Previous Article
    ઈરાન સાથે વાતચીત માટે US ઉપરાષ્ટ્રપતિ પાકિસ્તાન રવાના:ઈરાનનું સામેલ થવું નક્કી નથી, અમેરિકાએ ચીનથી આવી રહેલા ઈરાની જહાજ પર કબજાનો વીડિયો જાહેર કર્યો
    Next Article
    નવસારીમાં હુમલાના 3 આરોપી હથિયાર સાથે ઝડપાયા:વિરાવળ નાકા પાસે યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment