Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્સરથી પિતાના નિધનનો આઘાત જીરવી સુરતનો કુંજ ચમક્યો:17 રાજ્યના 200થી વધુ સ્વિમરો વચ્ચે મેળવ્યું બીજું સ્થાન, સિલ્વર મેડલ પિતાને અર્પણ કર્યો

    3 दिन पहले

    કેટલીક જીત માત્ર મેડલ કે ટ્રોફી સુધી મર્યાદિત નથી હોતી, તે લાગણીઓ, સંઘર્ષ અને કોઈ પ્રિયજનના સપનાને સાકાર કરવાની કહાની બની જાય છે. સુરતના 18 વર્ષીય યુવા સ્વિમર કુંજ હર્ષુલ દેસાઈની તાજેતરની સિદ્ધિ પણ આવી જ એક ભાવનાત્મક અને પ્રેરણાદાયી ગાથા છે. કુંજના પિતા હર્ષુલ દેસાઈનું 21 જૂન, 2025ના રોજ કેન્સરના કારણે કરુણ નિધન થયું હતું. પિતાના અવસાનના બરાબર એક દિવસ પહેલાં જ કુંજ પ્રથમ વખત સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થયો હતો, પરંતુ પિતાની ગંભીર તબિયતને કારણે તેણે તે વર્ષે ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો નિર્ણય ટાળ્યો હતો. આ વર્ષે 2026માં અડગ સંકલ્પ સાથે મેદાનમાં ઉતરેલા કુંજે અમદાવાદમાં યોજાયેલી 79મી સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપની 200 મીટર બ્રેસ્ટસ્ટ્રોક ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવીને પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી છે. 17 રાજ્યના 200થી વધુ સ્વિમરો વચ્ચે મેળવ્યું બીજું સ્થાન દેશની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત ગણાતી આ સ્પર્ધામાં 17 રાજ્યના 200થી વધુ શ્રેષ્ઠ સ્વિમરોએ ભાગ લીધો હતો. આ કડાકાની સ્પર્ધા વચ્ચે સુરતના કુંજે અદભુત પ્રદર્શન કરીને બીજા ક્રમે રહી સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. આ રાષ્ટ્રીય કક્ષાની સિદ્ધિથી તેણે માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું નામ દેશભરમાં રોશન કર્યું છે. જો કે આ સફળતા પાછળ વર્ષોની તનતોડ મહેનતની સાથે-સાથે એક દીકરાના હૃદયમાં વસેલી પિતાની છેલ્લી ઈચ્છા અને ભાવનાત્મક સંઘર્ષ જોડાયેલો છે. કુંજના પિતાની સૌથી મોટી ઈચ્છા હતી કે, તેમનો દીકરો નેશનલ ચેમ્પિયનશિપમાં મેડલ જીતીને પરત ફરે, જે સપનું ગયા વર્ષે અધૂરું રહી ગયું હતું. ફાધર્સ ડેના દિવસે જ મેડલ સાથે ઘરે પરત ફર્યો નસીબની રમત અને કુદરતનો અદભુત સંયોગ જુઓ કે, વર્ષ 2025માં જે તારીખે કુંજ પિતાની નાદુરસ્ત તબિયતના કારણે નેશનલ સ્પર્ધામાં ભાગ લઈ શક્યો નહોતો અને પિતા ગુમાવ્યા હતા, બરાબર એ જ તારીખે વર્ષ 2026માં તેણે નેશનલ લેવલનો સિલ્વર મેડલ જીત્યો. આ ઘટના વધુ ભાવુક ત્યારે બની જ્યારે 21 જૂન, 2026ના રોજ કુંજ મેડલ જીતીને સુરત પરત ફર્યો, ત્યારે યોગાનુયોગ 'ફાધર્સ ડે' હતો. ઘરે પહોંચતા જ ભાવુક બનેલા કુંજે આંખોમાં આસુ સાથે આ પ્રતિષ્ઠિત મેડલ પોતાના સ્વર્ગસ્થ પિતાની તસવીર સમક્ષ અર્પણ કરીને એક સાચા દીકરાની ફરજ નિભાવી હતી. 8 વર્ષે પિતાએ જ સ્વિમિંગ શરૂ કરાવ્યું હતું કુંજ હાલ 18 વર્ષનો છે અને સુરતની સાસ્કમા (SPB) કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે. તેના સ્વિમિંગ કરિયરની શરૂઆત માત્ર 8 વર્ષની નાની ઉંમરે થઈ હતી. વેકેશન દરમિયાન સમયનો સદુપયોગ થાય અને દીકરો કોઈ નવી કળા શીખે તે હેતુથી તેના પિતા હર્ષુલભાઈએ જ તેને સ્વિમિંગ શીખવા દાખલ કર્યો હતો. ધીમે-ધીમે પિતાની પ્રેરણાથી આ શોખ જુસ્સામાં બદલાયો અને કુંજના જીવનનું એકમાત્ર લક્ષ્ય બની ગયો. હાલમાં તે સુરતના રુસ્તમપુરા સ્વિમિંગ પૂલ ખાતે જાણીતા કોચ પરેશ સારંગ અને ધવલ સારંગ પાસેથી વ્યાવસાયિક ટ્રેનિંગ મેળવી રહ્યો છે, જેઓ તેની પ્રતિભાને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકાવવા મહેનત કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 90થી વધુ મેડલ મેળવ્યા કુંજ દેસાઈએ સ્વિમિંગ ક્ષેત્રે રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ અત્યાર સુધીમાં અસંખ્ય રેકોર્ડ બનાવ્યા છે. તેણે દિલ્હી સ્કૂલ ગેમ્સમાં બ્રોન્ઝ, ઓડિશા SFI નેશનલ જુનિયરમાં બ્રોન્ઝ, નવેમ્બર 2024ની સ્કૂલ ગેમ્સમાં સિલ્વર, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં છઠ્ઠું સ્થાન અને ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025માં ગોલ્ડ મેડલ જીત્યો છે. સરકારી સંસ્થાએ પણ સન્માન કર્યું છે આ સિવાય ખેલ મહાકુંભની રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં 20થી વધુ મેડલમાં 15 ગોલ્ડ અને અન્ય ઓપન સ્પર્ધાઓમાં 70થી વધુ મેડલમાં 50 ગોલ્ડ મેળવીને મેડલનો પહાડ ખડક્યો છે. રમતગમતમાં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ વિવિધ સરકારી સંસ્થાઓ અને અધિકારીઓ દ્વારા તેનું સન્માન પણ કરવામાં આવ્યું છે. પિતાએ અંતિમ ક્ષણોમાં કહ્યું હતું કે આગળ વધજે:કુંજ દેસાઈ પોતાના સંઘર્ષ અંગે રૂબરૂ વાત કરતા કુંજ દેસાઈએ જણાવ્યું હતું કે, જૂન 2025માં મારા પપ્પાને લાસ્ટ સ્ટેજનું કેન્સર ડિટેક્ટ થયું અને તેમનું અવસાન થયું. પપ્પાની ખૂબ ઈચ્છા હતી કે હું સ્વિમિંગમાં આગળ વધીને સિનિયર નેશનલ રમી મેડલ જીતું, પણ ગયા વર્ષે પપ્પાની સ્થિતિને લીધે એ શક્ય ન બન્યું. 'મેડલ પપ્પાના ચરણોમાં મૂકી મને સંતોષ છે' પપ્પાએ અંતિમ દિવસે પણ મને કહ્યું હતું કે તું રોકાતો નહીં, આગળ વધતો રહેજે. બસ, ત્યારથી મેં નક્કી કર્યું હતું કે, ગમે તે ભોગે પપ્પાનું આ સપનું પૂરું કરીશ. આ મેડલ માટે અમે રોજ 6થી 7 કલાક કઠોર પ્રેક્ટિસ કરીએ છીએ, જેમાં સવાર-સાંજ સ્વિમિંગ અને બપોરે જીમ સેશનનો સમાવેશ થાય છે. આજે આ મેડલ પપ્પાના ચરણોમાં મૂકીને મને સંતોષ છે." 'નબળા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચે પણ કુંજનો આત્મવિશ્વાસ રંગ લાવ્યો' કુંજના કોચ ધવલ સારંગે જણાવ્યું હતું કે, હું કુંજને વર્ષ 2017થી કોચિંગ આપી રહ્યો છું અને બ્રેસ્ટસ્ટ્રોક તેની મુખ્ય સ્પેશિયલાઈઝેશન છે. પિતાના અવસાન બાદ કુંજ માનસિક રીતે ભાંગી પડ્યો હતો, પરંતુ તેણે અદભુત માનસિક મજબૂતી બતાવી. પોતાના ઈમોશન્સ પર કાબૂ મેળવી તેણે પ્રેક્ટિસ બમણી કરી દીધી હતી. અન્ય રાજ્યની સરખામણીએ આપણી પાસે એટલું અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવા છતાં, કુંજે રાષ્ટ્રીય સ્તરે સેકન્ડ રેન્ક મેળવ્યો છે તે ખૂબ જ ગર્વની અને પ્રશંસનીય બાબત છે. તેની મહેનત આગામી સમયમાં તેને વધુ ઊંચાઈ પર લઈ જશે.
    Click here to Read More
    Previous Article
    માનદરવાજા બ્રિજ પર હાઈટ ગેજ તોડી ટ્રક અંદર ઘૂસી:2.9 મીટરની લિમિટ હોવા છતાં ચાલકે ટ્રક દોડાવી, રેલિંગમાં ફસાતા ઓઈલ લીકેજ; અન્ય વાહનચાલકોમાં સ્લીપ થવાનો ફફડાટ
    Next Article
    Inside 2-Day Trade Talks: India Wants Competitive Edge, Here's What US Seeks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment