Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેરબજારમાં રોકાણના બહાને ડિજિટલ લૂંટ:ગાંધીનગરના આધેડને તગડા નફાની લાલચ આપી માત્ર 17 દિવસમાં 1.68 કરોડનો ચૂનો લગાવ્યો, પત્નીએ ઠગાઈનો અહેસાસ કરાવ્યો

    11 hours ago

    શેરબજારમાં રોકાણ કરીને રાતોરાત અમીર બનવાની લાલચમાં ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં આવેલા અદાણી શાંતિગ્રામમાં રહેતા આધેડને સાયબર ગઠિયાઓએ 1 કરોડ 68 લાખ 40 હજારનો ચુનો લગાવામાં આવતા ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વોટ્સએપ ગ્રુપમાં એડ થયા બાદ શેરબજારમાં તગડો નફો થવાની લાલચ જાગી ગાંધીનગરના અદાણી શાંતિગ્રામમાં રહી પ્રાઇવેટ નોકરી કરતા રાજેશ સીરીગીરીશેઠ્ઠીની ફરિયાદ મુજબ ગત 28 જાન્યુઆરી, 2026ના રોજ તેમના મોબાઈલ નંબરને VIP5 STOCK SHARING GROUP નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં વિકાસ શર્મા નામના વ્યક્તિએ શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના મેસેજ મોકલ્યા હતા. ત્યારબાદ તેમને Victory Vanguards2 નામના અન્ય એક ગ્રુપમાં પણ એડ કરાયા હતા. અન્ય સભ્યોને રોકાણ સામે મોટો નફો મળતો હોવાના મેસેજ જોઈ તેમને પણ શેરબજારમાં તગડો નફો થવાની લાલચ જાગી હતી. આ ઠગાઈમાં સંડોવાયેલા ઠગોએ પૂર્વ આયોજિત કાવતરું રચી વિકાસ શર્મા અને બેંક એકાઉન્ટ મેનેજર માઈકલ કુલીન્સ તરીકેની ખોટી ઓળખ આપી હતી. IPO ખરીદવા માટે રૂ.1.48 કરોડની માંગણી કરી ત્યારે સાયબર ફ્રોડ બહાર આવ્યું આ ઉપરાંત તેમને પ્લે સ્ટોર પરથી Geosphere નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી વધુ વિશ્વાસ જીતવા માટે મુંબઈ ખાતે ટ્રેનિંગમાં નામ નોંધવાની પણ લાલચ આપી ફંડ ઇન્વેસ્ટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેના પગલે 25 ફેબ્રુઆરીથી 13 માર્ચ 2026 દરમિયાન ઠગ ટોળકીએ તેમની પાસે અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ.1,68,40,000 અલગ અલગ બેંક ખાતામાં ભરાવડાવ્યા હતા. છેલ્લે જ્યારે ઠગોએ IPO ખરીદવા માટે વધુ રૂ.1.48 કરોડની માંગણી કરી ત્યારે રાજેશભાઈ પાસે નાણાં ન હોવાથી તેમણે પત્નીને વાત કરી હતી. જેના કારણે આ સમગ્ર સાયબર ફ્રોડ હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઇ જે. કે. રાઠોડે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    27 માર્ચથી 8 એપ્રિલ આ રસ્તે ના નીકળતા, ધક્કો પડશે:બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે અકોટા બ્રિજ બંધ, જાણો વૈકલ્પિક વ્યવસ્થા
    Next Article
    8 PM Gujarati News LIVE | આજના તમામ મહત્વના સમાચાર | Weather | Superfast News | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment