Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરોડોના કૌભાંડનો ખુલાસો થયો:ભાભરમાં 17 ખેડૂતોના નામે 1.11 કરોડનું પાક ધિરાણ લઈ બેંક મેનેજર અને મંડળીના મંત્રીએ કૌભાંડ આચર્યું

    10 hours ago

    ભાભર ગૃપ સેવા સહકારી મંડળીમાં ખેડૂતોના નામે કરોડોનું પાક ધિરાણ ઉપાડી લેવાનું મસમોટું કૌભાંડનો ખુલાસો થયો છે. નિવૃત કર્મચારી અરવિંદકુમાર ઠક્કર સહિત 17 ખેડૂતોના નામે તેમની જાણ બહાર આશરે રૂ.1.11 કરોડનું ધિરાણ ઉપાડી લેવાયું છે. આ કૌભાંડમાં મંડળીના મંત્રી જેસુંગજી ઠાકોર અને તત્કાલીન બેંક મેનેજર જેતસી પટેલની મિલીભગત ખુલી છે. ખેડૂતોને અંગ્રેજીમાં સહી કરતા ન આવડતું હોવા છતાં તેમના નામે ખોટી અંગ્રેજી સહીઓ કરી નાણાં બારોબાર વટાવી લેવાયા હતા. બેંકની નોટિસ મળતા ખેડૂતો ચોંકી ઉઠ્યા હતા. આ મામલે છેતરપિંડી અંગે ભાભર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દેવાઈ છે. 78 વર્ષના અરવિંદકુમાર ઠક્કરને મધ્યસ્થ સહકારી બેંક (બનાસ બેંક) પાલનપુર દ્વારા રૂ.3,05,178ની લોન ભરપાઈ કરવા માટે નોટિસ મળી. જોકે આવી કોઈ લોન અરવિંદકુમારએ લીધેલી નહોતી. તપાસ કરતા ખબર પડી કે તેમના નામે ખોટી અંગ્રેજી અને ગુજરાતી સહીઓ કરીને નાણાં બારોબાર ઉપાડી લેવાયા હતા. અરવિંદકુમારને અંગ્રેજીમાં સહી કરતા આવડતું ન હોવા છતાં, બેંકના રેકર્ડ અને મંત્રી દ્વારા મોકલેલ માંગણા પત્રકમાં તેમની ખોટી અંગ્રેજી સહી જોવા મળી હતી. આ બાબતથી ચોંકી ઉઠેલા અરવિંદકુમારે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે માત્ર તેમની સાથે જ નહીં, પરંતુ તેમના ભાઈ રસીકલાલ ઠક્કરના નામે પણ રૂ.3,00,000નું ધિરાણ ખોટી સહીઓ દ્વારા ઉપાડ્યું છે. ખડોસણ ગામના 15 ખેડૂતોના નામ પણ સામે આવ્યા. મંડળીના મંત્રી જેસુંગજી ચમનજી ઠાકોર અને તત્કાલીન બેંક મેનેજર જેતસીભાઇ કે.પટેલે અન્ય કર્મચારીઓ સાથે મળીને ખેડૂતોની જાણ બહાર તેમના ખાતામાંથી લાખો રૂપિયા ઉપાડી લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. 15 ખેડૂતોના નામે પ્રત્યેક ખાતા દીઠ 7 લાખ રૂપિયાનું ધિરાણ ઉપાડી લેવામાં આવ્યું છે. આ ખેડૂતોને ક્યારેય લોનની રકમ મળી જ નથી, છતાં બેંક રેકર્ડ પર દેવું બોલે છે. આરોપીની ભૂમિકા વડી કચેરીને ખબર પડતા જ સ્ટાફ બદલી દેવાયો ભાભરની બનાસ બેંક શાખાના મેનેજર સહિત કેટલાક સ્ટાફ દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ખુલાસો થયા બાદ મેનેજર સહિત લોન વિભાગ સંબંધિત સ્ટાફની બદલી કરી દેવામાં આવી હતી. વડી કચેરીના સૂત્રોએ જણાવ્યું કે "ગ્રામીણ વિસ્તારમાં ઘણી વખત મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી લોન લેવાની ઘટનાઓ બનતી હોય છે. આ કિસ્સામાં પોલીસ તપાસ બાદ જ વધુ ક્લિયર થશે." ભાસ્કર એક્સપ્લેનર: છેતરપિંડીથી બચવા માટેની સાદી અને સરળ પ્રશ્નોત્તરી પ્રશ્ન 1: મને કેવી રીતે ખબર પડે કે મારા નામે કોઈએ ખોટી લોન લીધી છે? જવાબ: સમયાંતરે બેંકમાં જઈને તમારા ખાતાનું સ્ટેટમેન્ટ ચેક કરાવતા રહો. આ ઉપરાંત તમારી જમીનના 7/12 અને 8-અ ના ઉતારામાં કોઈ નવી બોજા નોંધ (એન્ટ્રી) પડી છે કે નહીં તે તપાસતા રહો. પ્રશ્ન 2: મંડળી કે બેંકમાં સહી કરતી વખતે કઈ સાવધાની રાખવી? જવાબ: ક્યારેય પણ કોરા કાગળ કે ફોર્મ પર સહી કે અંગૂઠો ન કરવો. જો તમને અંગ્રેજીમાં સહી કરતા ન આવડતું હોય, તો હંમેશા તમારી માતૃભાષામાં જ સહી કરો જેથી કોઈ તમારી ખોટી સહી ન કરી શકે. પ્રશ્ન 3: જો નોટિસ મળે કે લોન બાકી છે પણ મેં લોન લીધી જ ન હોય તો શું કરવું? જવાબ: સૌથી પહેલા બેંકમાં જઈને જે તે લોનના ફોર્મ અને તેમાં કરેલી સહીની નકલ માંગો. જો સહી તમારી ના હોય, તો તરત જ બેંક મેનેજર અને પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરો. પ્રશ્ન 4: લોન પૂરી થઈ જાય પછી શું ધ્યાન રાખવું? જવાબ: જ્યારે તમે લોન ભરી દો, ત્યારે બેંક પાસેથી લેણું બાકી નથી તેવું પ્રમાણપત્ર (નો ડ્યૂ સર્ટિફિકેટ) અચૂક મેળવી લો અને જમીનના ઉતારામાંથી બોજો દૂર કરાવો. પ્રશ્ન 5: મંત્રી કે કર્મચારી પર વિશ્વાસ રાખવો કે નહીં? જવાબ: મંડળીના મંત્રી કે કર્મચારી સાથે સારો વ્યવહાર રાખો પણ આર્થિક વ્યવહારમાં અંધ વિશ્વાસ ન રાખવો. તમારા ખાતાની પૂછપરછ સીધી બેંકમાં જઈને જ કરવી. પ્રશ્ન 6: આ કિસ્સામાં ખેડૂતોએ પૈસા ભરવાના થાય છે કે કેમ? જવાબ: જો છેતરપિંડી સાબિત થાય, તો બેંકે આ રકમ જે તે કૌભાંડી મંત્રી, બેંક મેનેજર કે જેણે નાણાં વટાવ્યા હોય તેમની પાસેથી વસૂલવાની રહે છે.
    Click here to Read More
    Previous Article
    ઉમેદવારોએ ગુમાવી ડિપોઝિટ:બનાસકાંઠા જિલ્લા પંચાયતની 29 બેઠકો ઉપર આપ અપક્ષના 40 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ
    Next Article
    ઉમેદવારો માટે કડવી વાસ્તવિકતા:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 75 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment