Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ જિલ્લામાંથી 17 મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા:10-12 પાસ 14 કમ્પાઉન્ડર દર્દીઓને દવા આપી સારવાર કરતા, 25 વર્ષથી 12 પાસ શખ્સ દવાખાનું ચલાવતો'તો

    3 days ago

    રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક અને ગ્રામ્ય વિસ્તાર લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા 17 બોગસ ડોક્ટરને ગ્રામ્ય SOG ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં આ 17 પૈકી 3 શખ્સો 10 પાસ હોવાનું, 3 શખ્સો ગેરજયુએટ હોવાનું, 8 શખ્સો 12 પાસ હોવાનું અને 3 શખ્સો 11 પાસ હોવાનું સામે આવ્યું છે એટલું જ નહિ પરંતુ પકડાયેલા 17 પૈકી એક શખ્સ 25 વર્ષથી, એક શખ્સ 20 વર્ષથી અને બાકીના 15 શખ્સો એક થી લઇ સાત વર્ષથી ક્લિનિક ચલાવતા હોવાનું સામે આવ્યું છે. અને હજુ પણ આ ડ્રાઇવ ચાલુ રાખી બાકીના બોગસ ડોક્ટરને ઝડપી પાડવા તપાસ ચાલુ રાખવામાં આવી છે જેથી રાજકોટ જિલ્લામાં મુન્નાભાઈ MBBSની સંખ્યા વધે તેવી શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરઇ જણાવ્યું હતુ કે, રાજકોટ ગ્રામ્ય SOG ટિમ દ્વારા આખા જિલ્લામાં અલગ અલગ ટીમો બનાવી કોઈ પણ પ્રકારના સર્ટિફિકેટ કે માન્યતા વગર ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગ્સ ડોક્ટર ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી હતી દરમિયાન ગઇકાલે એક જે દિવસમાં કુલ 17 બોગસ ડોક્ટર ઝડપી પાડવામાં આવ્યા છે. જેમા પાટણવાવ પોલીસ સ્ટેશ્ન વિસ્તારમાં 2, જસદણ પોલીસ સ્ટેશ્ન વિસ્તારમાં 3, જેતપુર તાલુકા, શાપર અને જેતપુર શહેરમાથી બે-બે, કોટડાસાંગાણી, મેટોડા GIDC, પડધરી, ગોંડલ તાલુકા, જેતપુર ઉદ્યોગનગરમાથી એક-એ. મળી કુલ 17 બોગ્સ ડોક્ટર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરોડામાં ઝડપાયેલા અન્ય આરોપીઓમાં બંસીધર ક્લિનિકનો અલ્પેશ સોલંકી 12 પાસ, શિવ ક્લિનિકનો સાવન દોમડિયા ધોરણ 12 પાસ, કાળાસર ગામે ગ્રેજ્યુએટ સંતોષકુમાર નામ વગર ક્લિનિક ચલાવતો, તુલસી ક્લિનિકનો ચંદુભાઈ સોલંકી ધોરણ 12 પાસ, દેસાણી ક્લિનિકનો અરવિંદ દેસાણી ધોરણ 10 પાસ, વણપરિયા ક્લિનિક ચલાવતો જનક વણપરિયા ધોરણ 10 પાસ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ચાપરાજપુર ગામ ખાતે નામ વગર ક્લિનિક ચલાવતો રફિક ગરાણા ધોરણ 12 પાસ, શ્રાવણી હેલ્થ કેરનો અમર દાસ ધોરણ 12 પાસ, સુમન ક્લિનિકનો મૂળદાસ નિમાવત ધોરણ 11 પાસ, મહાદેવ ક્લિનિકનો ભાવેશ કોઠિયા ધોરણ 11 પાસ, તુલસી ક્લિનિકનો પ્રિયાંશુ મેદપરા, પડધરી ખાતે નામ વગર ક્લિનિક ચલાવતો હરીપ્રસાદ જાની ધોરણ 11 પાસ, ડૈયા ગામ ખાતે નામ વગર ક્લિનિક ચલાવતો ઇર્શાદ નકાણી ગ્રેજ્યુએટ, વૈદ ક્લિનિક ચલાવતો ધ્રુવ ઠાકોર ધોરણ 12 પાસ, માસા અલ્લાહ ક્લિનિક ચલાવતો હાજીબસીર નેવિવાલ ધો.10 પાસ, અને રામાણી ક્લિનિક ચલાવતો હિરેન રામાણી ધો.12 પાસ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ 4 માસથી લઈ 25 વર્ષ સુધી ક્લિનિક ચલાવતા રાજકોટ પોલીસ તપાસમાં પકડાયેલા શ્ખસો પૈકી અલ્પેશ સોલંકી 2 વર્ષથી, સાવન દોમડિયા 4 માસથી, સંતોષકુમાર 2 વર્ષથી, ચંદુ સોલંકી 1 વર્ષથી, અરવિંદ દેસાણી 5 વર્ષથી, જનક વણપરિયા 5 વર્ષથી, રફિક ગરાણા 25 વર્ષથી, અમર દાસ 3 વર્ષથી, મૂળદાસ નિમાવત 7 વર્ષથી, ભાવેશ કોઠિયા 4 વર્ષથી, પ્રિયાંશુ મેદપરા 1 વર્ષથી, હરીપ્રસાદ જાની 20 વર્ષથી, ઇર્શાદ 2 વર્ષથી, ધ્રુવ ઠાકોર 4 વર્ષથી, મનીષ પાસવાન 4 વર્ષથી, હાજીબસીર નેવિવાલ 7 માસથી, અને હિરેન રામાણી 2 વર્ષથી ક્લિનિક ચલાવતો હોવાનું સામે આવ્યું છે. હજુ પણ વધુ બોગસ ડોક્ટર ઝડપાઇ તેવી શક્યતા ઉલ્લેખનીય છે કે પકડાયેલ તમામ શખ્સો અગાઉ કોઈને કોઈ મેડિકલ સ્ટોર, હોસ્પિટલ કે ક્લિનિકમા કામ કરતા હોવાનું અને બાદમાં ક્લિનિક ખોલી લોકોની સારવાર કરતા હોવાનું સામે અવ્યું છે. આરોપીઓ પાસે એલોપેથી પ્રેક્ટિસ માટે સરકાર માન્ય સર્ટિફિકેટ કે લાયસન્સ ન હોવાનું તેમજ એલોપેથિક સારવાર માટે જરૂરી ડિગ્રી સર્ટિફિકેટ ન હોવાનું સામે આવતા મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 30 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બાબરામાં ઈ-ચલણ લિંકથી 10.18 લાખની સાયબર છેતરપિંડી:કર્મકાંડી દંપતીના બેંક ખાતામાંથી રકમ ઉપાડી લેવાઈ, બાબરા પોલીસે તપાસ શરૂ કરી
    Next Article
    Internet Starts Petition To Get Saif Ali Khan His Promised '2 Saal Ka' Gowardhan Ghee 'Bhandar'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment