Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાબરામાં ઈ-ચલણ લિંકથી 10.18 લાખની સાયબર છેતરપિંડી:કર્મકાંડી દંપતીના બેંક ખાતામાંથી રકમ ઉપાડી લેવાઈ, બાબરા પોલીસે તપાસ શરૂ કરી

    3 days ago

    અમરેલીના બાબરા તાલુકાના કોટડાપીઠા ગામમાં એક કર્મકાંડી દંપતી સાથે સાયબર છેતરપિંડી થઈ. ઈ-ચલણની લિંક મોકલી તેમના બેંક ખાતામાંથી કુલ 10.18 લાખ રૂપિયા ઓનલાઈન ઉપાડી લેવાયા હતા. આ અંગે બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. કર્મકાંડ કરતા હરેશભાઈ ભટ્ટના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ઈ-ચલણની લિંક આવી હતી. આ લિંક દ્વારા OTPનો ઉપયોગ કરી તેમના બેંક ઓફ બરોડાના ખાતામાંથી 8,84,093 રૂપિયા ટ્રાન્સફર કરી લેવાયા. તેમજ, તેમની પત્ની બિંદુબેનના બેંક ખાતામાંથી પણ 1,34,103 રૂપિયા ઉપાડી લેવાયા હતા. આ રકમ યશ બેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક સહિતની વિવિધ બેંકોમાં ટ્રાન્સફર કરાઈ હતી. બાબરા પીઆઈ આર.આર. પરમાર આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે. પોલીસે લોકોને અજાણી લિંક પર ક્લિક ન કરવા અને ગુપ્ત માહિતી શેર ન કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    દારૂના જથ્થા પર બુલડોઝર ફરી વળ્યું:વડોદરા ઝોન-4 પોલીસ દ્વારા રૂ.2.91 કરોડથી વધુની કિંમતના પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ
    Next Article
    રાજકોટ જિલ્લામાંથી 17 મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા:10-12 પાસ 14 કમ્પાઉન્ડર દર્દીઓને દવા આપી સારવાર કરતા, 25 વર્ષથી 12 પાસ શખ્સ દવાખાનું ચલાવતો'તો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment