Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભીમસર ચોકડી નજીક 16,920 નંગ દારૂ-બીયર ઝડપાયો:સરહદી રેન્જ ભુજે ટ્રક સહિત રૂ. 34.08 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

    23 hours ago

    મોરબી-માળિયા નેશનલ હાઈવે પર ભીમસર ચોકડી નજીક સરહદી રેન્જ ભુજની ટીમે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે તાડપત્રીની આડમાં છુપાવેલો વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે સરહદી રેન્જ ભુજની ટીમે ભીમસર ચોકડી પાસે વોચ ગોઠવી હતી. હળવદ તરફથી આવતી ટાટા કંપનીની એક ટ્રકને શંકાના આધારે રોકવામાં આવી હતી. ટ્રકની તલાશી લેતા તાડપત્રી નીચે અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ અને બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે ટ્રકમાંથી કુલ 16,920 નંગ દારૂ-બીયરનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 24.03 લાખ છે. આ ઉપરાંત, રૂ. 10 લાખની ટાટા ટ્રક પણ કબજે કરવામાં આવી હતી. આમ, પોલીસે કુલ રૂ. 34.08 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે રાજસ્થાનના રહેવાસી ખેતારામ ઠાકુરરામ માજીરાણા નામના એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળના મંડોર ગામે મુખ્ય માર્ગ પર સિંહ યુગલની લટાર:વાહનચાલકો થંભી ગયા, સ્થાનિકોએ લટારના દૃશ્યો મોબાઈલમાં કેદ કર્યાં
    Next Article
    મોરબી પોલીસમાં 10 અધિકારીઓની બદલી:વહીવટી કારણોસર નવી જવાબદારીઓ સોંપાઈ, તાત્કાલિક હાજર થવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment