Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દંડનીય કાર્યવાહી:1691ને મેમા, 70 લાખનો દંડ, સૌથી વધુ કેસ PUCના

    1 week ago

    ભાવનગર શહેર-જિલ્લામાં બ્લેક સ્પોટ સહિત વિસ્તારોમાં દિન પ્રતિદીન અકસ્માતો વધતા જાય છે. છેલ્લા અઢી માસમાં નિયમનો ઉલાળીયો કરતા 1691 વાહન ચાલકોને મેમા ફટકારી 70 લાખનો દંડ ફટકાર્યો હતો જેમાં સૌથી વધુ PUCના 180 મેમા ફટકાર્યા હતા. ભાવનગરમાં માર્ગ સલામતી જળવાઈ રહે અને વાહનચાલકો ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે હેતુથી ભાવનગર આર.ટી.ઓ. વિભાગ દ્વારા સ્પેશિયલ ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જાન્યુઆરી-2026થી શરૂ થયેલી આ ઝુંબેશમાં માર્ચના મધ્ય સુધીમાં હજારો વાહનચાલકો દંડાયા છે. ખાસ કરીને રોંગ સાઇડ, લાયસન્સ વગર વાહન ચલાવનારા અને PUC વગરના વાહનો સામે RTOએ આક્રમક વલણ અપનાવ્યું છે. ચેકિંગ ડ્રાઈવમાં સૌથી વધુ કેસ PUC અને વિધાઉટ લાયસન્સના નોંધાયા છે. જાન્યુઆરીમાં 166, ફેબ્રુઆરીમાં 152 અને માર્ચના માત્ર 15 દિવસમાં જ 180 કેસ માત્ર PUCના નોંધાયા છે. ફિટનેસ સર્ટિફિકેટ વગર દોડતા વ્યવસાયિક વાહનો અને ઓવરલોડ માલસામાન ભરેલા ટ્રકો સામે પણ તંત્રએ સપાટો બોલાવ્યો છે. જિલ્લામાં એક જ વર્ષ દરમિયાન 157 લોકો અકસ્માતમાં મોતને ભેટ્યા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા અઢી માસમાં 1691 મેમા ફટકારી, 70 લાખ ઉપરાંતનો દંડ (માર્ચ માસનો ડેટા તા.15 સુધીનો છે) પદયાત્રીઓને રેડિયમ રિફ્લેક્ટિવ જેકેટ અને લાઠી આપવામાં આવે છે ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ તેમજ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે ઉપર મોટી સંખ્યામાં પદયાત્રીઓ સંઘમાં ચાલીને ધજા ચડાવવા માટે તેમજ દર્શન કરવા માટે પગાપાળા જઇ રહ્યા હોય છે અને રાત્રીના સમયે પદયાત્રીઓને અકસ્માતોથી બચાવવા માટે ભાવનગર આર.ટી.ઓ. દ્વારા ગત માસમાં અનેક પદયાત્રીઓને રેડ રીફ્લેક્ટીવ જેકેટ તેમજ રીફ્લેક્ટીવ લાઠી આપવામાં આવી હતી. તેમજ અકસ્માતોથી બચવા માટે વાહનોની વિરૂદ્ધ દિશામાં ચાલવા માટે પણ સુચનો કરાયા હતા. > રૂત્વીકા દાણી, ભાવનગર આર.ટી.ઓ.
    Click here to Read More
    Previous Article
    Navratri 4rth Day Bhog: नवरात्रि के चौथे दिन मां कुष्मांडा को लगाएं हलवे का भोग, फटाफट नोट करें रेसिपी
    Next Article
    સન્ડે બિગ સ્ટોરી:365 દિવસ વિક્ષેપ વગર શુદ્ધ પાણી વિતરણનો એક્શન પ્લાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment