Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુલ 169 શિક્ષકોને OPSમાં સમાવાયા:કચ્છ જિલ્લામાં વધુ 13 શિક્ષકો માટે જૂની પેન્શન યોજનાના દ્વાર ખુલ્યા

    2 days ago

    જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા મોકલેલી દરખાસ્તોને મંજૂરી મળતા વધુ 13 શિક્ષકોને જૂની પેન્શન યોજનાના લાભ આપતા આદેશોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે આયોજિત NPS ટુ OPS આદેશ વિતરણ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે સમગ્ર પ્રક્રિયાની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કચેરી દ્વારા લાભને પાત્ર તમામ શિક્ષકોની દરખાસ્તો વડી કચેરીએ મોકલવામાં આવી હતી, જેમાંથી અગાઉ 156 શિક્ષકોના આદેશ થઈ ચૂક્યા હતા. આજે વધુ 13 અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના આદેશો આવતા, અત્યાર સુધી કુલ 169 શિક્ષકોને આ યોજનાનો લાભ મળ્યો છે. શિક્ષકોને અભિનંદન આપી સત્વરે જી.પી.એફ. ખાતા ખોલાવવા અંગેની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.આ પ્રસંગે એમ. એસ. વી. હાઇસ્કૂલના મદદનીશ શિક્ષક રાજકુમારસિંહ ઝાલાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, શિક્ષણ વિભાગની સમયસરની અને પારદર્શક કામગીરીને કારણે શિક્ષકોને આ મોટો લાભ પ્રાપ્ત થયો છે, જે બદલ તેમણે કચેરીનો આભાર માન્યો હતો. આ સમગ્ર પ્રક્રિયાને સફળ બનાવવામાં વર્ગ-2 આચાર્ય અને નોડલ અધિકારી બિપીનભાઈ વકીલ, સિનિયર ક્લાર્ક બિપીનભાઈ નાગુ અને તેમની ટીમની કામગીરી સરાહનીય રહી હતી. કાર્યક્રમના આયોજન માટે કમલેશભાઈ અબોટી અને અબ્દુલભાઈ સુમરાએ જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ટ્રેન મુસાફરો માટે રાહતના સમાચાર:ભુજથી હાવડા (કોલકાતા)ની આજે સ્પેશીયલ ટ્રેન દોડાવાશે
    Next Article
    નદીકાંઠાના વિસ્તારોને હાઈ એલર્ટ પર:ઓઝત 2 ડેમના દરવાજાના સમારકામ માટે 30 એપ્રિલે પાણી છોડાશે, ભર ઉનાળે ઘેડ વિસ્તારમાં પાણી આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment