Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ પોલીસે 16.65 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો:8 આરોપીઓની ધરપકડ, 9 મ્યુલ એકાઉન્ટ્સથી 139 ફરિયાદોનો ખુલાસો

    14 hours ago

    ગુજરાતમાં સાયબર ગુનાઓ અને બેંક ખાતાઓ ભાડે આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવાના હેતુથી શરૂ કરાયેલા "ઓપરેશન મ્યુલ હન્ટ 2.0" અંતર્ગત પાટણ પોલીસે મોટી સફળતા મેળવી છે. પાટણ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક (DySP) પરેશ રેણુકાએ જણાવ્યું હતું કે, પોલીસે 16.65 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરીને 8 આરોપીઓની ધરપકડ કરી છે. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ અને અન્ય માધ્યમોથી મળેલી 139 જેટલી ફરિયાદોના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 9 બેંક ખાતાઓનો ઉપયોગ કરીને કુલ 16.65 કરોડ રૂપિયાના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયા હોવાનું ખૂલ્યું હતું. આ સમગ્ર ગુનાહિત કાવતરામાં કુલ 16 ઇસમોની સંડોવણી સામે આવી હતી. પોલીસે આ કૌભાંડમાં કડક કાર્યવાહી કરીને 16 આરોપીઓમાંથી 8 મ્યુલ એકાઉન્ટ ધારકોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં પાટણના યાકુબ ઉર્ફે મુન્નો, ભાર્ગવ રાજેશ નાથાલાલ પટેલ, વિશાલ હરિ ગફુર રાવળ અને મનોજકુમાર ઉર્ફે મનુ રાવળનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એલમપુર પાટણના વિજયસિંહ લાડુજી ઠાકોર, હારીજના દિનેશ ઉર્ફે બરફી જયંતી રાવળ, માતરવાડી પાટણના કનૈયાલાલ ઉર્ફે લાલા ભરવાડ તેમજ સરસ્વતી પાટણના રાજુજી જગુજી ઠાકોરનો પણ સમાવેશ થાય છે. આ કેસમાં સામેલ અન્ય 8 આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર છે અને તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ ચાલી રહી છે, જેમાં તેમને આર્થિક વ્યવહારો માટે કઈ રીતે વળતર મળતું હતું અને ટ્રાન્ઝેક્શનની ચોક્કસ વિગતો અંગે વધુ ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત, આ કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કયા ચોક્કસ પ્રકારના સાયબર ગુનાઓ અને છેતરપિંડી આચરીને કરવામાં આવ્યું છે તે અંગે સ્પષ્ટતા કરતા પોલીસે જણાવ્યું હતું કે, અત્યારે જુદી જુદી ફરિયાદોના આધારે માત્ર આ નાણાકીય રકમ નો જ ખ્યાલ આવ્યો છે. આ આખું ટ્રાન્ઝેક્શન કઈ પદ્ધતિથી અને કયા ગુનાઓ દ્વારા આચરવામાં આવ્યું છે તે દિશામાં પોલીસની વધુ ઇન્વેસ્ટિગેશન હજુ પણ કાર્યરત છે.
    Click here to Read More
    Previous Article
    ડારી ટોલબૂથ પર મોરબી ભાજપના મહામંત્રી પર હુમલાનો કેસ:પોલીસે યુટ્યુબર લાલા આહીર સહિત 11ની અટકાયત કરી, એક આરોપી ફરાર; હત્યાનો પ્રયાસ, લૂંટ, રાયોટિંગનો ગુનો નોંધાયો
    Next Article
    Gujarat Heavy Rains LIVE | અમરેલીમાં મેઘરાજાની ધબધબાટી | Monsoon Weather | Saurashtra | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment