Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    164 તાલુકામાં વરસાદ, અમરેલીના 3 તાલુકામાં 27 ઇંચ:રાજુલા સહિત 5 તાલુકાની શાળામાં રજા જાહેર; પૂરમાં કાર પર ફસાયેલા યુવકનું 5 કલાકે રેસ્ક્યૂ, આજે 5 જિલ્લામાં રેડ એલર્ટ

    1 day ago

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ખાબકેલા 27 ઇંચ વરસાદે અમરેલી જિલ્લાને ઘમરોળી નાખ્યો છે. રાજુલામાં 11 ઇંચ, ધારીમાં 9 ઇંચ અને ખાંભામાં 7 ઇંચ વરસાદથી સર્જાયેલી પૂરની સ્થિતિ વચ્ચે સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ધારી અને ખાંભા તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. આ આકાશી આફત વચ્ચે સાવરકુંડલાના જુના સાવર ગામે ક્રેન-કાર તણાતા ઉનાનો 21 વર્ષીય યુવક મન્સૂરી રિજવાનભાઈ 5 કલાક સુધી પૂરના પાણી વચ્ચે ફસાયેલો રહ્યો હતો, જેને વહીવટી તંત્ર અને ડિઝાસ્ટરની ટીમે મોડી રાત્રે 2 વાગ્યા સુધી સંયુક્ત ઓપરેશન ચલાવી મોતના મોંમાંથી સુરક્ષિત બહાર કાઢ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની અગાઉથી જ ચેતવણી આપવામાં આવી છે. આજે 6 જુલાઈની આગાહી મુજબ નવસારી, ડાંગ, વલસાડ, દમણ, તેમજ દાદરા અને નગર હવેલી સહિત 5 વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ (ભારેથી અતિભારે) તેમજ જૂનાગઢ, રાજકોટ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પૂરની સ્થિતિ અને જીવસટોસટના રેસ્ક્યૂ ઓપરેશન અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં પૂરની સ્થિતિ વિકરાળ બનતા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ચલાલા નગરપાલિકાના નીચાણવાળા વિસ્તારોમાંથી તંત્રએ જીવના જોખમે અંદાજિત 100 જેટલા લોકોનું ત્વરિત રેસ્ક્યૂ કરી સલામત સ્થળે આશ્રય આપ્યો છે, જ્યાં હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. બીજી તરફ, જાફરાબાદના વઢેરા ગામમાં કમરતોડ પાણી ભરાતા સ્થાનિક પોલીસે માસૂમ બાળકો અને વૃદ્ધોને હાથોમાં ઉપાડી પ્રશંસનીય બચાવ કામગીરી કરી હતી. જ્યારે ઉનાના સનખડા ગામમાં રાવલ ડેમના 6 દરવાજા 6 ફૂટ સુધી ખોલાતા પૂરના છાતી સમાન તેજ પ્રવાહ વચ્ચે 2 યુવાનો જીવ બચાવવા 2 કલાકથી ઝાડ પર આશરો લઈ બેઠા છે અને NDRFની ટીમ ત્યાં તૈનાત છે. ડેમોમાં પાણીની આવક અને જળસપાટી અપડેટ ભારે વરસાદને પગલે ગુજરાતના મહત્વના જળાશયોમાં પાણીની બંપર આવક થઈ રહી છે. તાપી જિલ્લાના પ્રખ્યાત ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીનો ઇનફ્લો અચાનક 6,293 ક્યુસેકથી સીધો વધીને 39,548 ક્યુસેક પર પહોંચી ગયો છે. પાણીની ભારે આવકને લીધે છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 1.04 ફૂટનો મોટો વધારો નોંધાતા સપાટી 309.78 ફૂટે પહોંચી ગઈ છે. હાલ સુરક્ષાના ભાગરૂપે હાઈડ્રો પાવર સ્ટેશન મારફતે નદીમાં 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને તંત્ર પળેપળની સ્થિતિ પર મોનિટરિંગ કરી રહ્યું છે. (5 જુલાઈના વરસાદની રાજ્યભરની પળેપળની અપડેટ)
    Click here to Read More
    Previous Article
    પહેલાં વરસાદમાં જ ધોવાયો પુણે એક્સપ્રેસ વે, રસ્તો બંધ:મુંબઈમાં મુંબઈમાં પાટા પર ભૂસ્ખલન, 20 ટ્રેન રદ, સ્કૂલ-કોલેજોમાં રજા, છત્તીસગઢમાં 2 બાળકો ડૂબ્યા
    Next Article
    12-Year-Old's Body Found Stuffed In Sack In Bengal Horror, Suspect Lynched

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment