Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચેમ્બરની ચૂંટણી:164માંથી 10 ઉમેદવારનાં ફોર્મ રિજેક્ટ

    1 week ago

    ચેમ્બરની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં લાઈફ, પેટ્રન, ચીફ પેટ્રન સહિતની 72 બેઠકો માટે 164 ફોર્મ ભરાયાં હતાં. સોમવારે ચૂંટણી કમિટીએ તમામ ફોર્મની ચકાસણી હાથ કરી 10 ફોર્મ રિજેક્ટ કર્યાં હતાં. ચૂંટણી કમિટીના જણાવ્યા મુજબ, લાઈફ કેટેગરીના 8 ઉમેદવારોનાં ફોર્મ રિજેક્ટ થયાં હતાં, જ્યારે ગોલ્ડ અને ચીફ પેટ્રન કેટેગરીમાં એક-એક ઉમેદવારનાં ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યાં હતાં, જેનું મુખ્ય કારણ ઉમેદવારોએ ફોર્મમાં સહી કરવાનું ભૂલી જવું અને કેટલાક ચેમ્બરના સભ્ય બન્યાને બે વર્ષ પૂર્ણ થયાં ન હોવા છતાં ઉમેદવારી નોંધાવવી હોવાનું સામે આવ્યું છે. નિયમ મુજબ કોઈપણ સભ્ય મેનેજિંગ કમિટીની ચૂંટણી લડવા માટે મિનિમમ 2 વર્ષ સુધી સભ્ય હોવો ફરજિયાત છે. આ નિયમને આધારે ચૂંટણી કમિટીએ ફોર્મની ચકાસણી કરીને નિયમ વિરુદ્ધના ફોર્મ રદ કર્યા હતા. હવે માન્ય ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ આગામી દિવસોમાં ચૂંટણી પ્રક્રિયા વધુ તેજ બનશે. મેનેજિંગ કમિટીની ચૂંટણીને લઈને વેપારી વર્તુળોમાં રાજકીય માહોલ ગરમાયો છે અને વિવિધ જૂથોમાં બેઠક અને મંત્રણાનો દોર શરૂ થયો છે.
    Click here to Read More
    Previous Article
    કરદાતાઓને રાહત:હવે 10 લાખ ને બદલે 20 લાખ સુધીની મિલકત ખરીદો તો પાનકાર્ડ જરૂરી
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:ઓઈલ કંપનીઓમાંથી ડામરનો સપ્લાય 25% થઈ જતાં હોટમિક્સ પ્લાન્ટ ઠપ, એક સપ્તાહથી રોડની કામગીરી બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment