Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેરબજારમાં ઘટાડો:શેરમાર્કેટ બે વર્ષના તળિયે, સેન્સેક્સ 1636 પોઇન્ટ તૂટતા 72000 અંદર

    2 days ago

    અમેરિકા-ઈરાન યુદ્ધના પાંચમા સપ્તાહમાં શેરબજારમાં ઘટાડો જળવાઇ રહ્યો છે. સેન્સેક્સ 1636 પોઈન્ટ ઘટીને 71947 બંધ રહ્યો નિફ્ટી પણ 488 પોઈન્ટ ઘટીને 22331 બંધ થયો. આ સાથે ભારતીય બજાર લગભગ બે વર્ષ પહેલાના સમાન સ્તરે એટલે કે 14 ફેબ્રુઆરી 2024ના રોજ સેન્સેક્સ 71822 હતો તે સ્તર પર પહોંચ્યું છે. ક્રૂડના વધતા ભાવ વચ્ચે ફુગાવો વધવાના ભયે બજારમાં ગભરાટ ફેલાવ્યો છે. ક્રૂડ યુદ્ધ પહેલા 70 ડોલરની આસપાસ હતું જે એક મહિનામાં 53% વધ્યું છે. રોકાણકારોની મૂડી વધુ 9 લાખ કરોડથી વધુ ઘટીને 412.41 લાખ કરોડ રહી છે. વૈશ્વિક બજારોમાં પણ કરેક્શનનો દોર લંબાઇ ગયો છે. જાપાનનો નિક્કી 2.8%, દક્ષિણ કોરિયાનો કોસ્પી 3% અને હોંગકોંગનો હેંગસેંગ 0.8% ઘટ્યા છે. ડોલર સામે રૂપિયાએ ઇન્ટ્રા-ડે 95ની સપાટી ગુમાવી આરબીઆઇ દ્વારા રૂપિયાને ઘટતો અટકાવવાના પ્રયાસો નિષ્ફળ રહ્યાં છે. સપ્તાહના પ્રારંભે રૂપિયામાં 165 પૈસાની આક્રમક વોલેટાલિટીના અંતે ઇન્ટ્રા-ડેમાં 95ની સપાટી કુદાવી 95.22ના નવા તળિયે પહોંચ્યા બાદ અંતે 94.78 બંધ રહ્યો હતો. યુધ્ધની શરૂઆતથી છેલ્લા એક માસમાં રૂપિયામાં સરેરાશ 4.5 ટકા એટલે કે ચાર રૂપિયાનું ધોવાણ થયું છે. ગતવર્ષે માર્ચની શરૂઆતમાં ડોલરની કિંમત 85-86 આસપાસ હતી. જોકે અમેરિકા દ્વારા ઉંચા ટેરિફના દબાણ હેઠળ રૂપિયો મનોવૈજ્ઞાનિક સપાટીઓ તોડીને ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચ્યો છે.
    Click here to Read More
    Previous Article
    હાઈ-સ્પીડ ચાર્જિંગ પોઈન્ટ્સ કાર્યરત કરાયા:11 સ્થળે ટુ-થ્રી વ્હીલર માટે ચાર્જિંગ સ્ટેશન શરૂ, 30 મિનિટમાં ચાર્જ થશે, પ્રતિ યુનિટ રૂ.20 ચૂકવવા પડશે
    Next Article
    ઉ.ગુ. યુનિવર્સિટીની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ:પરીક્ષામાં મહેસાણામાં સૌથી વધુ 35 છાત્રો, બનાસકાંઠામાં એક વિદ્યાર્થી સામે કોપી કેસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment