Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં 'એક પેડ મા કે નામ' અભિયાન:રાજ્યપાલે વાવ્યો વડ, મુખ્યમંત્રીએ બીલીપત્રનું વૃક્ષ રોપ્યું; ડુંગરાળ જમીનમાં 1610 રોપાનું વાવેતર

    8 hours ago

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવ્યાપી 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના અછવાણી ગામે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડુંગરાળ વિસ્તાર ધરાવતા ગોચરની જમીન પર યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મીડિયા સાથે હળવી ટિપ્પણી કરતાં કહ્યું કે, "તમે વૃક્ષ વાવો, હું ફોટો ખેંચું," જેના કારણે કાર્યક્રમનું વાતાવરણ હળવું અને આનંદમય બની ગયું હતું. રાજ્યપાલે વડ અને મુખ્યમંત્રીએ બીલીપત્રનું વૃક્ષ વાવ્યું કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પવિત્ર વડનું વૃક્ષ વાવીને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીલીપત્રનું વૃક્ષ રોપ્યું હતું. આ ઉપરાંત નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ અને જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલી નાયક સહિતના સ્થાનિક આગેવાનો પણ વૃક્ષારોપણ અભિયાનમાં જોડાયા હતા. ગોચરની ડુંગરાળ જમીનમાં 1610 રોપાનું વાવેતર અછવાણી ગામની ગોચરની ડુંગરાળ જમીનને હરિયાળીથી આચ્છાદિત કરવા માટે આ અભિયાન હેઠળ વિવિધ પ્રજાતિના કુલ 1610 વૃક્ષોના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પહેલનો હેતુ ભવિષ્યમાં આ વિસ્તારને હરિયાળો અને પર્યાવરણ માટે અનુકૂળ બનાવવાનો છે. સામાજિક વનીકરણ વિભાગ કરશે જાળવણી વૃક્ષોનું માત્ર વાવેતર જ નહીં પરંતુ તેનો યોગ્ય ઉછેર અને સંરક્ષણ પણ સુનિશ્ચિત કરવામાં આવશે. વાવવામાં આવેલા તમામ 1610 વૃક્ષોની જાળવણી અને ઉછેરની જવાબદારી નવસારીના સામાજિક વનીકરણ વિભાગને સોંપવામાં આવી છે. વિભાગ દ્વારા નિયમિત દેખરેખ રાખી ભવિષ્યમાં આ વિસ્તારને ગાઢ હરિયાળા વનમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં આંગણવાડી બહેનોએ કમિશનરને રજૂઆત કરી:પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે સામુહિક રાજીનામાની ચીમકી
    Next Article
    क्या राहुल शिक्षा को मुद्दा बना पाएंगे? राहुल ने अपने लिए असंभव टास्क क्यों चुना?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment