Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મકાન વગર રોડ પર રખડીશું, અહીંયા જ પડ્યા રહીશું':અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન, 160થી વધુ દબાણો તોડી આંબા તળાવની 26000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાઈ

    1 week ago

    અમદાવાદના ઈસનપુરમાં આજે 12 જૂને ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના તળાવોમાં ગેરકાયદેસર દબાણ કરીને વસવાટ કરતા લોકોને દૂર કરી તળાવનો કબજો લેવાની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે શહેરના પૂર્વ વિસ્તારમાં દક્ષિણ ઝોનમાં લાંભા વોર્ડમાં ઈસનપુર વિસ્તારમાં મોની હોટેલના ગલીમાં શાક માર્કેટ પાસે આંબા તળાવમાં મેગા ડિમોલીશનની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમયે જેના મકાન તોડી પાડવામાં આવ્યા એ સ્થાનિક રમેશભાઈ જણાવ્યું હતું કે, અમે પુરાવા આપવા તૈયાર છીએ.મકાન તોડી નાખો તો મકાન આપો. હવે મકાન વગર તો અમે રોડ પર રખડીશું. જ્યાં સુધી મકાન નહીં આપે ત્યાં સુધી અહીંયા જ રહીશું. નોટિસ આપી મકાન ખાલી કરવા સૂચના અપાઈ હતી મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં વિવિધ વિસ્તારોમાં તળાવોની જગ્યા આવેલી છે. જે જગ્યામાં ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે. જેથી દબાણો દૂર કરીને તળાવને ઊંડા કરવામાં આવનાર છે. પૂર્વ વિસ્તારમાં ઇસનપુર મોની હોટલની ગલી પાસે આંબા તળાવ આવેલું છે. જેમાં 160થી વધારે નાના મોટા કાચા પાકા મકાનો બની ગયા હતા અને લોકો વર્ષોથી ત્યાં રહેતા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવની જગ્યાનો કબજો લેવા નોટિસ આપી મકાનો ખાલી કરી દેવા સૂચના આપવામાં આવી હતી. તળાવમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ તળાવમાં રહેલા આશરે 160થી વધારે ગેરકાયદેસર બાંધકામોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નાગરિકો પાસે વસવાટ કરતા હોવા અંગેના પુરાવા હશે તેના આધારે ફોર્મ ભરાવીને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. 26000 ચોરસ મીટર જગ્યા પરથી દબાણ હટાવાયા આજે 12 જૂને સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચથી વધારે જેસીબી અને હિટાચી મશીનો સાથે દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગના સ્ટાફ દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી. ઇસનપુર અને નારોલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. કોર્પોરેશન દ્વારા તમામ મકાનોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. 147 જેટલા કાચા પાકા મકાનો છે અને 14 કોમર્શિયલ આવેલા હતા. કોર્પોરેશન દ્વારા આજે આ તમામ મકાનોને દૂર કરીને આશરે 26000 ચોરસ મીટર જેટલી જગ્યા પરથી દબાણો હટાવાયા છે. વૈકલ્પિક વ્યવસ્થા માટે મકાનો ફાળવવામાં આવશે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાચા પાકા ઝુંપડાના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. મેડિકલ ટીમ અને ફાયરની ટીમ પણ સ્થળ ઉપર રાખવામાં આવી હતી. જે લોકોને વૈકલ્પિક વ્યવસ્થા જોઈતી હોય તેઓને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નજીકના રેન બસેરામાં આશરો આપવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષોથી વસવાટ કરતા નાગરિકો પોતાના પુરાવા આપશે તેમને કોર્પોરેશન દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના મકાનો ફાળવી આપવા માટે ફોર્મ ભરાવીને તેની પણ પ્રક્રિયા કરવામાં આવશે. આ પણ વાંચો: ઘર નહીં પણ મા-દીકરીની ‘આશા’ તૂટી, મોટેરા જૂના ગામ પાસે ગેરકાયદે 17 મકાન જમીનદોસ્ત અમદાવાદના આસારામ આશ્રમ પાસે આજે (6 જૂન) ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. મોટેરા જૂના ગામ પાસે આવેલી વસાહતમાં 17 મકાનના ગેરકાયદેસર ભાગને તોડવા પહોંચેલી AMCની ટીમ અને પોલીસને સ્થાનિકોના ભારે આક્રોશનો સામનો કરવો પડ્યો હતો.વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    મેગી અને ઓપન સિક્રેટના પેકેટમાં મળ્યા જીવતા કીડા:FSSAIએ નેસ્લે, KFC અને ફ્લિપકાર્ટને નોટિસ મોકલી; સપ્લાય ચેઇનમાંથી અસરગ્રસ્ત બેચને તાત્કાલિક હટાવવાના નિર્દેશ
    Next Article
    હળવદના કોયબાની રબ્બર ફેક્ટરીમાં ભીષણ આગથી ધૂમાડાના ગોટેગોટો:મોરબી, સુરેન્દ્રનગર સહિત 4 શહેરોની ફાયર ફાઇટરોને બોલાવાઈ, 'મેજર કોલ' જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment