Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજથી શહેરમાં સિટી બસ સેવા બંધ:વિનાયક લોજિસ્ટિકને એક્સ્ટેન્શન ન મળતા 160 બસ બંધ; 25 લાખની વસ્તીમાં નવી શરૂ કરાયેલી માત્ર 30 બસ ચાલશે

    2 days ago

    વડોદરા શહેરમાં આજ(1 જુલાઈ)થી વિનાયક લોજિસ્ટિકે સિટી બસ સેવા બંધ કરી છે. એક્સ્ટેન્શન અથવા વર્ક ઓર્ડર ન મળતા 160 બસ બંધ થઈ ગઈ છે. હવે નવી શરૂ કરાયેલી માત્ર 30 બસ ચાલશે. સિટી બસના પૈડા થંભી જતા લોકોને અવરજવર માટે હાલાકી પડશે. મ્યુનિસિપલ કમિશનરે એક્સટેન્શન કેમ ન આપ્યું એ મોટો સવાલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 25 લાખની વસ્તીમાં માત્ર 30 બસ કાર્યરત રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. ખાસ કરીને નોકરી-ધંધા પર જતા અને અભ્યાસ માટે સ્કૂલ-કોલેજમાં જતા વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલી પડશે. અમારી પાસે 30 જૂન સુધીનો વર્ક ઓર્ડર હતો: મેનેજર વિનાયક સિટી બસના મેનેજર નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું કે આજથી સિટી બસ સેવા બંધ કરવામાં આવે છે. અમારી પાસે વર્ક ઓર્ડર જે હતો તે 30 જૂન સુધીનો હતો, પછી કોઈ અમને એક્સટેન્શન આપવામાં આવ્યું નથી. એટલે અમે આજે સિટી બસ ચલાવી શકીએ એમ નથી. આની એટલે મીડિયા દ્વારા જાહેર જનતાને અમે જાણ કરીએ છીએ. અને જનતાએ અમને ખૂબ સારો પ્રતિભાવ આપ્યો હતો, બહોળો પ્રેમ આપ્યો હતો, એ બદલ જનતાનો ખૂબ ખૂબ આભાર. 30 નવી એસી ઈલેક્ટ્રિક બસોને લીલી ઝંડી વડોદરા ખાતે આયોજિત ‘વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ દરમિયાન સોમવારે(29 જૂન) જીએસએફસી ગેટ નંબર-1 ખાતેથી 30 નવી એસી ઈલેક્ટ્રિક બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને ક્લીન સિટી-ગ્રીન સિટી બનાવવાના સંકલ્પ સાથે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પીએમ ઈ બસ સેવા હેઠળ આ પર્યાવરણલક્ષી પરિવહન ક્રાંતિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરની વધતી જતી જરૂરિયાતોને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા અગાઉની 100 બસોના બદલે હવે કુલ 250 એસી ઈલેક્ટ્રિક બસો મંજૂર કરવામાં આવી છે. આ યોજનાના પ્રથમ ચરણમાં કુલ 130 બસો ફાળવવામાં આવશે, જેના ભાગરૂપે આ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આધુનિક સુવિધાઓથી સજ્જ છે ઈ બસ આ ઈલેક્ટ્રિક બસો ઝીરો એમિશન ટેકનોલોજીથી સજ્જ હોવાથી શહેરના કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો થશે અને નાગરિકોને શુદ્ધ હવામાં મુસાફરીનો લાભ મળશે. આ તમામ બસો સંપૂર્ણ એર-કન્ડિશન્ડ અને અવાજરહિત હોવાથી મુસાફરી વધુ સુખદ અને આરામદાયક બનશે. મુસાફરોની સુરક્ષા માટે બસોમાં સીસીટીવી કેમેરા, પેસેન્જર કાઉન્ટિંગ સિસ્ટમ અને ડ્રાઈવર મોનિટરિંગ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, અકસ્માત સામે રક્ષણ માટે ફાયર એક્સટિંગ્વિશર અને ફર્સ્ટ એઈડ કિટની સુવિધા પણ ઉપલબ્ધ છે. એપ, ટિકિટિંગ કાર્ડથી ટિકિટ મેળવી શકશે આ બસો વ્હીલચેર એક્સેસિબલ છે. દિવ્યાંગો અને સિનિયર સિટીઝન માટે પ્રાધાન્ય સીટો તેમજ મહિલાઓ માટે ખાસ પિન્ક સીટ્સ અનામત રાખવામાં આવી છે. પસંદગીની બસોમાં હાઈડ્રોલિક લિફ્ટ અને રેમ્પની સુવિધા પણ આપવામાં આવી છે. તદુપરાંત આધુનિક મુસાફરી માટે ડિજિટલ ટિકિટિંગ, લાઈવ ટ્રેકિંગ માટે જી.પી.એસ. સિસ્ટમ અને એનાઉન્સમેન્ટ માટે પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ કાર્યરત રહેશે. નાગરિકો રોકડ ઉપરાંત યુપીઆઈ, ટિકિટિંગ કાર્ડ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા ટિકિટ મેળવી શકશે. બસોના સુચારૂ સંચાલન માટે ગોત્રી, સયાજીગંજ, નિઝામપુરા, સયાજીપુરા અને મકરપુરા ખાતે ખાસ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    કેતનને મારવા સિયા-ચેતને ત્રણ વખત પ્રયાસ કર્યા:પોલીસનો દાવો- ઘર પાસે ખાઈમાં ધક્કો મારવાની રિહર્સલ કરી; જ્યોતિષીઓના મતે બંનેના 36માંથી 27 ગુણ મળ્યા હતા
    Next Article
    વેરાવળ નજીક ડાભોરમાં 10 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યૂ:પ્રાથમિક શાળા નજીક દેખા દેતા લોકોમાં ફફડાટ, વન વિભાગે એક કલાકમાં કાબૂમાં લઈ અમરાપુર એનિમલ કેર સેન્ટર ખસેડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment