Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત યુનિ.માં કોસ્ટલ ઈકોલોજી અને સિક્યુરિટી પર નેશનલ કોન્ફરન્સ:160 સંશોધન પત્રો રજૂ થયા, મુખ્યમંત્રીએ 139 દુર્લભ પુસ્તકોના સંગ્રહનું લોન્ચિંગ કર્યું

    7 hours ago

    ગુજરાત યુનિવર્સિટીના યજમાન પદે કોસ્ટલ ઈકોલોજી, સિક્યુરિટી અને સસ્ટેનેબિલિટી વિષય પર આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ભવ્ય સમાપન થયું છે. યુનિવર્સિટીના શ્યામા પ્રસાદ મુખર્જી હોલ ખાતે યોજાયેલી આ કોન્ફરન્સમાં દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને સંશોધકો દ્વારા 160 જેટલા રિસર્ચ પેપર્સ રજૂ કરવામાં આવ્યા હતા. સમાપન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશેષ ઉપસ્થિત રહી સંશોધકોના વિચારો થકી સરકારી નીતિઓને નવી દિશા મળવાની આશા વ્યક્ત કરી હતી. દેશભરમાંથી 160 સંશોધન પત્રો રજૂ થયા ગુજરાત યુનિવર્સિટી, ભારત સરકાર, સીમા જાગરણ મંચ અને ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ રાષ્ટ્રીય પરિષદમાં વિવિધ રાજ્યોના નિષ્ણાતો અને શિક્ષણવિદો એકઠા થયા હતા. પરિષદ દરમિયાન દરિયાઈ સુરક્ષા, મરીન ઇકોલોજી, મેરિટાઇમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા સંવેદનશીલ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરાઈ હતી અને દરિયાકાંઠાના ટકાઉ વિકાસ માટે મહત્વપૂર્ણ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. પૂર્વ વિદ્યાર્થીઓને મળશે મેન્ટરશિપ અને જોબ ઓપોર્ચ્યુનિટી પરિષદના બીજા દિવસે મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત યુનિવર્સિટીના 'એલ્યુમની કનેક્ટ' ડિજિટલ પોર્ટલનો વિધિવત પ્રારંભ કરાયો હતો. આ પ્લેટફોર્મ દ્વારા યુનિવર્સિટીના હજારો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એક છત્ર હેઠળ જોડીને વર્તમાન વિદ્યાર્થીઓને કરિયર ગાઇડન્સ, મેન્ટરશિપ અને નવી રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે. સંસ્થા અને પૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચે મજબૂત સેતુ બાંધવા માટે આ ડિજિટલ પહેલ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. 139 દુર્લભ પુસ્તકોનું ડિજિટાઈઝેશન આ પ્રસંગે યુનિવર્સિટી ડિજિટલ પબ્લિકેશન હેઠળ સંગ્રહિત 139 અપ્રાપ્ય અને દુર્લભ પુસ્તકોનું ડિજિટલ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. મધ્યયુગીન ભારત, પ્રાચીન ઇતિહાસ, આયુર્વેદના મૂળ સિદ્ધાંતો, ભવાઈ, તિબેટ, ચીનમાં પ્રસરેલી ભારતીય સંસ્કૃતિ અને સ્ત્રી જાગૃતિ જેવા અતિ મૂલ્યવાન વિષયો પર લખાયેલા આ પુસ્તકો બીજે ક્યાંય ઉપલબ્ધ નહોતા. હવે વિશ્વના કોઈપણ ખૂણેથી વિદ્યાર્થીઓ અને સંશોધકો આ ગ્રંથોનો ફ્રીમાં ઉપયોગ કરી શકશે. વિકસિત ભારત 2047 માટે બ્લૂ ઇકોનોમી આધારસ્તંભ બનશે: મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હજારો વર્ષ પહેલાં લોથલ બંદરથી વૈશ્વિક વેપાર સાથે જોડાયેલું ગુજરાત દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે, જેથી કોસ્ટલ ડેવલપમેન્ટમાં રાજ્ય અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે ભારતને ફરી સોનાની ચિડિયા બનાવવા અને 'વિકસિત ભારત 2047'ના લક્ષ્યને હાંસલ કરવામાં કોસ્ટલ ઇકોનોમી મુખ્ય પરિબળ બનશે. પ્રગતિ સાથે પ્રકૃતિનું જતન કરવાની આપણી સંસ્કૃતિ છે, જેથી દરિયો આપણને વેપાર, રોજગાર અને સુરક્ષા આપે છે ત્યારે તેની સ્વચ્છતા અને સુરક્ષા જાળવવી આપણી સહિયારી ફરજ છે.
    Click here to Read More
    Previous Article
    ગણેશોત્સવમાં મોદકની ધૂમ:પરંપરાગતથી ફ્યુઝન ફ્લેવર સુધી 15થી વધુ વેરાયટીની માંગ
    Next Article
    નડીયાદના અલીન્દ્રાનો સંઘ ભાદરવા સુદ એકમે અંબાજી પહોંચ્યો:200થી વધુ સભ્યોએ મંદિરમાં ગરબા રમ્યા; છેલ્લા 3 વર્ષથી 2 ધજા ચઢાવવાની પરંપરા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment