Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીતનગરથી 1.6 કિલો ગાંજા સાથે એક ઝડપાયો:SOG નર્મદાએ આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો; મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રિક વજન કાંટો જપ્ત

    7 hours ago

    નર્મદા SOG શાખાએ નાંદોદ તાલુકાના જીતનગર ખાતેથી ગેરકાયદેસર માદક પદાર્થ સુકા ગાંજા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીના ઘરેથી આશરે 1 કિલો 638 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ઝડપાયેલા આરોપીનું નામ હિતેશ અરવિંદ વસાવા છે, જે જીતનગર ગામનો રહેવાસી છે. તે પોતાના રહેણાંક ઘરમાંથી વેચાણ કરવા માટે આ ગાંજો રાખ્યો હતો. જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત 81,900 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે ગાંજા ઉપરાંત એક મોબાઈલ ફોન અને એક ઇલેક્ટ્રિક વજન કાંટો પણ જપ્ત કર્યો છે, જેની કુલ કિંમત 92,400 રૂપિયા થાય છે. નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણની પ્રવૃત્તિઓ ડામવા માટે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પી.આર. પટેલ દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. વાળા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.ડી. પટેલની આગેવાની હેઠળ SOG શાખાની ટીમે બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. આરોપી હિતેશ અરવિંદ વસાવા વિરુદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સાપુતારામાં અચાનક વાતાવરણ બદલાયું:કાળા વાદળો, ભારે પવન અને ઝરમર વરસાદથી ગરમીમાં રાહત; પ્રવાસીઓ માટે યાદગાર નજારો
    Next Article
    ટંકારામાં કલેક્ટર સ્વપ્નિલ ખરેની આકસ્મિક મુલાકાત:મામલતદાર, TDO ઓફિસ અને ખરીદ કેન્દ્રનું નિરીક્ષણ કરી સૂચનાઓ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment