Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુંભ વાઇરલ ગર્લ મોનાલિસા લગ્ન વખતે 16 વર્ષની હતી:પતિ ફરમાન જેલ જશે? POCSO હેઠળ FIR, અનુસૂચિત જનજાતિ આયોગની તપાસમાં ખુલાસો

    2 days ago

    કુંભ વાઇરલ ગર્લના લગ્નના મામલે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST)ની તપાસમાં મોટો ખુલાસો થયો છે. છોકરીને પુખ્ત ગણાવીને લગ્ન કરાવવામાં આવ્યા હતા, પરંતુ તે સગીર છે. રેકોર્ડ મુજબ, લગ્ન સમયે છોકરીની ઉંમર માત્ર 16 વર્ષ 2 મહિના હતી. મધ્યપ્રદેશના મહેશ્વર પોલીસ સ્ટેશનમાં આરોપી ફરમાન વિરુદ્ધ પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી છે. આયોગના અધ્યક્ષ અંતર સિંહ આર્યના નેતૃત્વમાં થયેલી તપાસમાં મહેશ્વર હોસ્પિટલના રેકોર્ડ્સ તપાસવામાં આવ્યા. NCSTએ આ મામલે કેરળ અને મધ્યપ્રદેશના પોલીસ મહાનિર્દેશક (DGP)ને દિલ્હી બોલાવ્યા છે. લગ્ન સમયે વાઇરલ યુવતી 16 વર્ષની હતી તપાસમાં એ પણ સામે આવ્યું કે યુવતીનો જન્મ 30 ડિસેમ્બર 2009ના રોજ થયો હતો. 11 માર્ચ 2026ના રોજ કેરળમાં થયેલા લગ્ન સમયે તે સગીર હતી. નગરપાલિકા મહેશ્વર દ્વારા જારી કરાયેલા એક નકલી જન્મ પ્રમાણપત્રનો ઉપયોગ કરીને કેરળના પુઅર ગામમાં લગ્નની નોંધણી કરવામાં આવી હતી, જેને હવે રદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. PFI કનેક્શન અને વિદેશી ફંડિંગની આશંકા આ મામલે એડવોકેટ પ્રથમ દુબેએ આયોગ સમક્ષ કેરળના CPI-M નેતાઓ અને PFI જેવી સંસ્થાઓની સંભવિત સંડોવણીનો મુદ્દો ઉઠાવ્યો છે. આરોપ છે કે આ નિકાહ કોઈ મોટા એજન્ડાનો ભાગ હોઈ શકે છે. આની પાછળ વિદેશી ફંડિંગની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી અને પીડિતા છેલ્લા ત્રણ મહિનાથી વીઆઈપી હોટલોમાં રોકાઈ રહ્યા હતા. આયોગ આ મામલાની તપાસ આદિવાસી બાળકોની તસ્કરીના એંગલથી પણ કરી રહ્યું છે. 2 રાજ્યોના DGP દિલ્હી બોલાવાયા મામલાની ગંભીરતાને જોતા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગે 22 એપ્રિલ 2026 ના રોજ કેરળ અને મધ્ય પ્રદેશના પોલીસ મહાનિર્દેશક (DGP) ને દિલ્હી મુખ્યાલયે બોલાવ્યા છે. આયોગે બંને રાજ્યોની પોલીસને દર ત્રણ દિવસે તપાસની પ્રગતિ રિપોર્ટ સોંપવાના નિર્દેશ આપ્યા છે. સાથે જ એ પણ સ્પષ્ટ કર્યું છે કે પીડિત આદિવાસી દીકરીને ન્યાય અપાવવા માટે મામલા પર સતત નજર રાખવામાં આવશે. પીડિતાના પિતાની ફરિયાદ પર FIR મહેશ્વર પોલીસે પીડિતાના પિતાની ફરિયાદ પર ફરમાન ખાન વિરુદ્ધ FIR નોંધી છે. યુવક પર સગીર છોકરીને ફિલ્મ સ્ટાર બનાવવાની લાલચ આપીને કેરળ લઈ જવાનો આરોપ છે. ત્યાં સગીરાને ફોસલાવીને લગ્ન કરી લીધા. પીડિતાના પિતાના જણાવ્યા અનુસાર, શૂટિંગ દરમિયાન જ ફરમાન ખાનનો સંપર્ક થયો હતો. આરોપીએ ફિલ્મમાં 'કર્નલ'નો રોલ અપાવવા અને દીકરીને કરોડો રૂપિયા કમાવવાની લાલચ આપીને કેરળ બોલાવી. ફરમાને પોતે જ ઇન્દોરથી કેરળ માટે ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી. નકલી દસ્તાવેજો તૈયાર કરનાર નેટવર્કની શોધ મહેશ્વર પોલીસ લગ્ન પાછળ સક્રિય સિન્ડિકેટ અને નકલી દસ્તાવેજો તૈયાર કરનાર નેટવર્કની શોધમાં લાગી છે. સાથે જ કેરળ પોલીસ અને સ્થાનિક રાજકારણીઓની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Assam Board SEBA HSLC 10th Result 2026, Sebaonline.org LIVE Updates: ASSEB Matric results today at results.sebaonline.org
    Next Article
    ભાજપની બીજી યાદીમાં 15 મુસ્લિમ ઉમેદવાર:અમદાવાદ જિલ્લાની નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં ઉમેદવારો જાહેર, જુઓ લિસ્ટ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment