Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફિનલેન્ડ અને આલ્બેનિયાના વર્ક પરમિટ વિઝાના નામે છેતરપિંડી:નકલી વિઝા ડોક્યુમેન્ટ આપી ગઠિયાએ 16 ગ્રાહકોના 70 લાખ રૂપિયા પડાવ્યા

    6 days ago

    વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા અને ઈમિગ્રેશન કન્સલ્ટન્સીનો વ્યવસાય કરતા મેહુલભાઈ અરવિંદભાઈ પટેલ સાથે 70 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. આરોપીએ ફિનલેન્ડ અને આલ્બેનિયાના વર્ક પરમિટ વિઝા અપાવવાની લાલચ આપી મોટી રકમ મેળવ્યા બાદ નકલી વિઝા અને ઓફર લેટર મોકલી છેતરપિંડી હતી. મૂળ ગાંધીનગરના અને નોઈડામાં રહેતા અંકિત ઉર્ફે અક્ષિત ઉર્ફે રાજ ઉર્ફે રોકી પટેલ સામે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે અકોટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા મેહુલભાઈ પટેલે અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ જીયા ઇમિગ્રેશન નામે અકોટા સ્થિત ઇન્ડિયાબુલ્સ મેગામોલ ખાતે ઓફિસ ચલાવે છે. તેઓ વર્ષ 2019થી વર્ક પરમિટ વિઝા સંબંધિત કામકાજ કરતા હતા. જાન્યુઆરી 2025માં તેમના વોટ્સએપ પર વિદેશી નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ અંકિત ઉર્ફે અક્ષિત ઉર્ફે રાજ ઉર્ફે રોકી પટેલ હોવાનું જણાવી ફિનલેન્ડ અને આલ્બેનિયા માટે વર્ક પરમિટ વિઝાની પ્રક્રિયા કરાવવાની ઓફર કરી હતી. આરોપીએ અગાઉ અનેક લોકોને વિદેશ મોકલ્યાનો દાવો કર્યો હતો. આરોપીના વિશ્વાસમાં આવી મેહુલભાઈએ પોતાના તેમજ એજન્ટોના 16 ગ્રાહકો પાસેથી વિઝા પ્રક્રિયા માટે રૂપિયા એકત્રિત કર્યા હતા. આલ્બેનિયા માટે ચાર ગ્રાહકો પાસેથી 18 લાખ રૂપિયા અને ફિનલેન્ડ માટે 6 ગ્રાહકો પાસેથી 39 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત એજન્ટોના અન્ય પાંચ ગ્રાહકો તથા એક વ્યક્તિ પાસેથી મળીને કુલ 78 લાખ રૂપિયા એકત્રિત થયા હતા. ગ્રાહકોના તમામ ડોક્યુમેન્ટ આરોપીને વોટ્સએપ મારફતે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપીએ વિઝા, વર્ક પરમિટ, ઓફર લેટર અને એમ્બેસીની રસીદ આપવાની વાત કરી હતી. આરોપીના કહેવા પ્રમાણે 70 લાખ રૂપિયા આંગણીયા મારફતે દિલ્હીના સરનામે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપીએ વોટ્સએપ પર વિઝાની કોપી, ઓફર લેટર અને અન્ય ડોક્યુમેન્ટ મોકલ્યા હતા. સરકારી વેબસાઇટ પર ચકાસણી કરતાં તમામ ડોક્યુમેન્ટ નકલી હોવાનું બહાર આવ્યું હતું. ડોક્યુમેન્ટ નકલી હોવાનું જાણવા મળતાં મેહુલભાઈએ આરોપી રોકી પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આરોપીએ તેમનો નંબર બ્લોક કરી દીધો હતો અને રૂપિયા પરત આપ્યા નહોતા. રોકી પટેલે લોભામણી વાતો કરી વિશ્વાસમાં લઈને નકલી વિઝા ડોક્યુમેન્ટ મોકલી રૂપિયા 70લાખની છેતરપિંડી આચરી હતી. આ મામલે અકોટા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ‘તમે મને મત આપી અભડાવતા નહીં’ : જીતુ સોમાણી:‘મેં ક્યારેય વિધર્મીઓના મત લીધા નથી ને મારે જોઈતા’ય નથી’; ભાજપ MLAએ કોંગ્રેસને મત આપવાનું કહેતાં હોવાનો વીડિયો વાઈરલ
    Next Article
    Iran Denies Trump's Claim, Rejects Hitting South Korean Ship In Hormuz

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment