Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ બેંકને રૂ.16 કરોડનો ગ્રોસ પ્રોફિટ:61મી વાર્ષિક સાધારણ સભામાં સભાસદોને 12% ડિવિડન્ડ જાહેર

    1 day ago

    વલસાડમાં ધી વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકની 61મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. સભામાં બેંકે ₹16 કરોડનો ગ્રોસ પ્રોફિટ નોંધાવ્યો હતો અને સભાસદો માટે 12% ડિવિડન્ડની જાહેરાત કરી હતી. બેંકના છેલ્લા 35 વર્ષથી ડિરેક્ટર તરીકે સેવા આપતા અરવિંદ પટેલના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી હતી. જેમાં વર્ષ દરમિયાન બેંકની નાણાકીય કામગીરીનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. બેંકે રૂ. 16 કરોડનો ગ્રોસ પ્રોફિટ મેળવ્યો છે. ઇનકમ ટેક્સ અને અન્ય ખર્ચ બાદ કર્યા પછી, બેંકનો નેટ પ્રોફિટ રૂ. 7 કરોડ જેટલો રહ્યો છે. આ નાણાકીય પ્રગતિને કારણે સભાસદોને 12% ડિવિડન્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગ્રાહકોની સુવિધા માટે બેંકે 70 જેટલા ATM સ્થાપિત કર્યા છે. આ ઉપરાંત, QR કોડ ફેસિલિટી અને સરળ કૅશ ક્રેડિટ યોજના દ્વારા ગ્રાહકોને ઝડપી લોન સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે. બેંક પાસે ₹1000 કરોડથી વધુની થાપણો છે. બેંકનું NPA (Non-Performing Asset) 5%ની મર્યાદાની અંદર છે, જે સહકારી બેંકિંગ ધોરણો મુજબ ઉત્કૃષ્ટ ગણાય છે. અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે બેંકનો મુખ્ય ઉદ્દેશ્ય નફો કરવાનો નહીં, પરંતુ ખેડૂતો અને સભાસદોને ઉત્તમ સેવા આપવાનો છે. તેમણે ઉમેર્યું કે NPAમાં રહેલું દેવું પણ માત્ર સહકારી મંડળીઓનું જ છે, કોઈ ખાનગી પાર્ટી કે સંસ્થાનું નથી. બેંક સતત નવી ટેકનોલોજી અપનાવીને રાષ્ટ્રીયકૃત બેંકોની સમકક્ષ ગ્રાહક સેવાઓ આપવા માટે પ્રતિબદ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં Ph.Dની વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ:હોટલોમાં અવારનવાર શરીર સંબંધ બાંધ્યા, ચોટીલામાં માતાજીની સાક્ષીએ સેંથો પૂરી પત્ની માની પણ લગ્ન ન કર્યા
    Next Article
    India vs Sri Lanka LIVE Score, 2nd Test Day 2: Dhruv Jurel Eyes Century As Play Resumes After Rain Delay vs SL

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment