Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    16 એપ્રિલનું અંકફળ:અંક 6ના જાતકોએ બિઝનેસમાં કંઈ નવું કરવાનો પ્રયાસ ન કરવો, અંક 8ના લોકોનો સમય બધી રીતે સારો રહેશે

    1 week ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… ઉત્તમ સમય છે. ચારે બાજુથી ખુશીઓ મળશે અને આવકમાં સુધારો થશે. નવા કાર્યો શરૂ થશે અને સહયોગ પ્રાપ્ત થશે. સારા લોકો સાથે સંપર્ક થશે. નિયમિત કાર્યોમાં અવરોધ આવશે. મિત્રોનો અસહકાર મળી શકે છે. આવક ઓછી થઈ શકે છે અને થાક વધુ લાગશે. કોઈ સુખદ સમાચાર મળી શકે છે. વિરોધીઓ પર દબાણ બનાવવામાં સફળ રહેશો. પરિવારનો સાથ મળશે અને ધન વધશે. કરિયર: નવો વ્યવસાય શરૂ થઈ શકે છે. બિઝનેસમાં નવા સોદા અને વિસ્તરણ થશે. નોકરીમાં ક્રેડિટ મળશે. લવ: પ્રેમમાં વિરોધ થઈ શકે છે. જીવનસાથીથી દૂર રહેવું પડી શકે છે. લકી નંબર: 2-6-9 લકી કલર: વાદળી શું કરવું: શંકર ભગવાનને બિલીપત્ર અને દૂધ અર્પણ કરો. આત્મવિશ્વાસ ઓછો રહેશે, પરંતુ આવક સારી જળવાઈ રહેશે. નવા કાર્ય તરફ આગળ વધશો અને તણાવ સમાપ્ત થશે. તણાવ રહી શકે છે. મહિલાઓને સાસરી પક્ષ તરફથી લાભ થવાની શક્યતા છે. સંતાન પણ અનુકૂળ રહેશે. વિવાદાસ્પદ બાબતોમાં પક્ષ મજબૂત થશે અને સંપત્તિથી લાભના સંકેત છે. કાર્યસ્થળ પર તણાવ દૂર થશે. આર્થિક બાબતોમાં સુધારો થશે અને મનોરંજનમાં સમય પસાર થશે. કરિયર: અધૂરા વ્યાપારી કાર્યો પૂર્ણ થશે અને નોકરીમાં સમય સુખદ પસાર થશે. લવ: પ્રેમ સંબંધોમાં ઓટ અનુભવશો અને વૈવાહિક જીવનમાં સંતોષ રહેશે. લકી નંબર: 3-7-9 લકી કલર: સફેદ શું કરવું: શિવલિંગ પર સફેદ ફૂલ અર્પણ કરો. આત્મવિશ્વાસ વધેલો રહેશે અને કાર્યો સમયસર પૂરા થશે. સંતાન તરફથી સુખ મળશે. વિરોધીઓ પરાસ્ત થશે. કાર્યસ્થળ પર વિવાદ થઈ શકે છે. જીદ કરવાથી નુકસાન થવાની સંભાવના છે. કાર્યમાં ફેરફાર પણ થઈ શકે છે. શાંતિથી સમય પસાર કરો. સમયમાં સુધારો થશે અને આવક પણ થશે. વિવાદ કરનારા લોકો દૂર થશે. વાહન સુખ પ્રાપ્ત થશે. કરિયર: વેપારમાં સાતત્ય જળવાઈ રહેશે અને નોકરીમાં અધિકારીઓ પ્રસન્ન રહેશે. લવ: પ્રેમી પાત્રને સમય ન આપી શકવાને કારણે નારાજગી થઈ શકે છે. યોગ્ય કુવારાઓ માટે લગ્નના પ્રસ્તાવ આવશે. લકી નંબર: 1-5-9 લકી કલર: લાલ શું કરવું: હનુમાનજીને નારિયેળનો પ્રસાદ અર્પણ કરો. સન્માનમાં વધારો થશે અને નવા કાર્યો મળશે. અટકેલું ધન પ્રાપ્ત થશે અને જૂના અટકેલા કામોમાં ગતિ આવશે. પારિવારિક ખુશીઓ મળશે. સંતાન તરફથી ખુશી મળશે. વિવાદિત કેસોમાં વિજય મળશે. મહેમાનો આવી શકે છે. કોઈ દુઃખદ સમાચાર મળી શકે છે. મુશ્કેલી આવવાની સંભાવના છે. આ સમયે સાવધ રહો અને વિશ્વાસુ લોકોની સાથે રહો. કરિયર: વેપારમાં લાભ વધશે અને નોકરીમાં સન્માન જળવાઈ રહેશે. લવ: વૈવાહિક જીવનમાં સુખ રહેશે. પ્રેમી પાત્ર થોડું ઉદ્ધત વર્તન કરી શકે છે. લકી નંબર: 5-7-9 લકી કલર: ગુલાબી શું કરવું: સુંદરકાંડના પાઠ કરો. આવકમાં અવરોધ આવશે. યોજનાઓ બગડી શકે છે. પોતાના ભરોસે જ કોઈ કામ કરો. સ્વ-પ્રયત્નથી સફળતા મળશે. સ્થિતિમાં સુધારો આવશે. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થશે અને નવા કાર્યો મળશે. આવકમાં વધારો થશે અને મિત્રોનો સાથ મળશે. તમારી અંગત વાતો બહાર આવી શકે છે, સાવધ રહો. વિરોધીઓ સક્રિય થશે. કોર્ટ-કચેરીના મામલામાં બેદરકારી ન રાખવી. કરિયર: વેપારમાં નવા રોકાણથી બચવું અને અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ન કરવો. નોકરીમાં સાવધ રહેવું. લવ: વૈવાહિક જીવનમાં સહયોગ મળશે. પ્રેમ સંબંધોથી દૂર રહેવું. લકી નંબર: 4-6-9 લકી કલર: પીળો શું કરવું: દુર્ગા ચાલીસાના પાઠ કરો. પરાક્રમ શ્રેષ્ઠ રહેશે. આવકમાં ઘટાડો નહીં થાય, પરંતુ કોઈ પણ કાર્ય કરવામાં મુશ્કેલીઓ વધારે આવશે. અજાણ્યા લોકોથી સાવધાન રહેવું. આવક ઓછી થઈ શકે છે. બહારના લોકો પરેશાન કરી શકે છે. કિંમતી સામાનની રક્ષા કરો. તમે તમારી જાતને મજબૂત સ્થિતિમાં જોશો. મિત્રોનો સહયોગ મળશે અને પરિવાર સાથે પ્રવાસની તક મળશે. કરિયર: બિઝનેસમાં કંઈ નવું કરવાનો પ્રયાસ ન કરવો. નોકરીમાં ફેરફાર શક્ય છે. લવ: પ્રેમની બાબતોમાં અસાવધાની ન રાખવી. જીવનસાથી સાથે અનુકૂળતા રહેશે. લકી નંબર: 2-3-9 લકી કલર: લીલો શું કરવું: શિવ-પાર્વતીનું પૂજન કરો. સંભાળીને રહેવાનો સમય છે. બીજા પર ભરોસો ઓછો રાખો અને જોખમી કાર્યો ન કરો. જામીન લેવાનું ટાળવું. જરૂર પૂરતું ધન જ પ્રાપ્ત થશે. વ્યસન કરનારાઓને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. અધૂરું જ્ઞાન પ્રદર્શિત ન કરવું, અન્યથા હાસ્યાસ્પદ બનશો. સમય તમારા પક્ષમાં રહેશે. ધનની આવક થશે. કરિયર: વ્યવસાયમાં જોખમ લેવાનું ટાળો અને નોકરીમાં વ્યવસ્થિત રહેવાનો પ્રયાસ કરો. લવ: નવા મિત્રો મળશે અને વૈવાહિક જીવનમાં સુખ મળશે. લકી નંબર: 3-5-9 લકી કલર: મરૂન શું કરવું: ભૈરવ મહારાજ માટે ઘીનો દીવો કરો. સમય બધી રીતે સારો રહેશે. યોજનાઓ સફળ થશે અને આવકમાં સુધારો થશે. સંતાન તરફથી ખુશીઓ મળશે અને નવા કાર્યો પ્રાપ્ત થશે. ખુશ કરનારા સમાચાર મળી શકે છે. સમાજમાં પદ અને પ્રતિષ્ઠા વધશે. વિરોધીઓને નમાવવામાં સફળ રહેશો. સ્થાવર મિલકતથી લાભના સંકેત છે. સમય પક્ષમાં રહેશે. કાર્યો સિદ્ધ થશે અને આત્મનિર્ભરતા જળવાઈ રહેશે. કરિયર: વ્યવસાયમાં ખૂબ વ્યસ્તતા રહેશે અને નોકરીમાં અધિકારીઓ ખુશ રહેશે. લવ: દામ્પત્ય જીવનમાં ખુશી રહેશે, પરંતુ પ્રેમમાં અનાદર થઈ શકે છે. લકી નંબર: 1-4-9 લકી કલર: કથ્થઈ શું કરવું: શ્રી હનુમાનજીને ખીરનો ભોગ લગાવો. આત્મવિશ્વાસ જળવાઈ રહેશે. વ્યસ્તતા રહેશે અને કાર્ય પ્રત્યે સમર્પણ રહેશે. સંતાન સહયોગ આપશે અને સુખ મળશે. પરાક્રમ બતાવવાની તક મળશે અને સ્થાવર મિલકતમાં વધારો થવાના યોગ છે. ભાઈ-બહેનોનો સહયોગ મળશે. સમય સુખપૂર્વક પસાર થશે અને આવક પણ સારી રહેશે. પરિવાર સાથે સમય વિતશે. રાત્રે ખરાબ સપના આવી શકે છે, ગભરાવું નહીં. કરિયર: બિઝનેસ માટે બહાર જવું પડી શકે છે. નોકરીમાં પ્રગતિ અને સન્માનમાં વધારો થશે. લવ: પ્રેમ સંબંધોમાં ધાર્યા પ્રમાણે કામ નહીં થાય. દામ્પત્ય જીવન સુખમય રહેશે. લકી નંબર: 5-7-9 લકી કલર: લાલ શું કરવું: ગણેશજીને લાલ ફૂલ અર્પણ કરો.
    Click here to Read More
    Previous Article
    ગુરુવારનું રાશિફળ:કન્યા અને તુલા રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે, સિંહ અને મકર જાતકોને ભાગ્યનો સાથ મળશે
    Next Article
    16 એપ્રિલનું ટેરો રાશિફળ:વૃષભ રાશિના લોકોએ નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી, સિંહ રાશિના લોકોને આજે મહેનતનું પરિણામ મળશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment