Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોકરોચ પાર્ટી 16 ઓક્ટોબરે દિલ્હીમાં ફરી વિરોધ પ્રદર્શન કરશે:દીપકેએ કહ્યું- જેલમાં નાખી દો, પરવા નથી; સૌરવ-આશુતોષને 5 દિવસ માટે તિહાડ મોકલવામાં આવ્યા

    23 hours ago

    કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકેએ 16 ઓક્ટોબરે પ્રદર્શનની જાહેરાત કરી. દીપકેએ બુધવારે વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યું કે, બધા લોકો 16 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે તિરંગો લઈને કનોટ પ્લેસ પહોંચે. આ લોકો મને પણ જેલમાં નાખી શકે છે, પરંતુ મને તેની પરવા નથી. દીપકે બુધવારે બપોરે દિલ્હી પહોંચ્યા હતા. એરપોર્ટની બહાર નીકળતી વખતે ભીડ તેમના પર બૂમો પાડવા લાગી. એક મુસાફરે કહ્યું- ભાઈ, દેશને કેમ ખરાબ કરી રહ્યો છે? તેના પર દીપકેએ માત્ર થમ્સ અપનો ઇશારો કર્યો અને ચૂપચાપ જતા રહ્યા. બીજી તરફ, CJPના પ્રવક્તા આશુતોષ રાંકા અને સૌરવ દાસને દિલ્હીની સ્પેશિયલ કોર્ટે 5 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાડ જેલ મોકલી દીધા છે. જ્યારે અજિંક્ય શિંદેને ખાનગી બોન્ડ પર મુક્ત કરી દેવામાં આવ્યા હતા. ત્રણેયને મંગળવાર સવારે જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. રાત્રે 3 વાગ્યે તેમને સાવચેતીના પગલા તરીકે ધરપકડ કરવામાં આવી હતી. બુધવારે સવારે તેમને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે જંતર-મંતર પર તિરંગો લહેરાવવો કોઈ ગુનો નથી. યુવાનોને જેલમાં મોકલવું કાયરતા છે. CJPની કાનૂની ટીમનાં વડા રત્ના સિંહના જણાવ્યા મુજબ, ત્રણેય પર મંજૂરી વિના જંતર-મંતરમાં પ્રવેશવા, બોન્ડની શરતો તોડવા અને સરકારી કામમાં અડચણ ઊભી કરવાના આરોપો છે. આશુતોષ અને સૌરવને 10 ઑક્ટોબરે પણ ફ્લાઇટમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ બંનેને લઈને મંદિર માર્ગ પોલીસ સ્ટેશન પહોંચી, તસવીરો… રાહુલ બોલ્યા- તિરંગો ફરકાવવો ગુનો નથી 11 ઑક્ટોબર: 50-50 હજાર રૂપિયાના બોન્ડ પર છૂટેલા CJP નેતાઓ CJP એ જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને અને SIRના વિરોધમાં 10 ઑક્ટોબરે જંતર-મંતર પર પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. CJPના સ્થાપક અભિજીત દીપકે, પ્રવક્તા સૌરવ દાસ અને આશુતોષ રાંકાને દિલ્હી એરપોર્ટ પર જ પોલીસે ફ્લાઇટમાંથી કસ્ટડીમાં લીધા હતા. ત્રણેયને 11 ઑક્ટોબરે દિલ્હી કેન્ટની વિશેષ કાર્યકારી મેજિસ્ટ્રેટ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને 50-50 હજાર રૂપિયાના જામીન બૉન્ડ પર મુક્ત કરવામાં આવ્યા હતા. મુક્તિની શરત મુજબ, ત્રણેયે એક વર્ષ સુધી શાંતિ જાળવવાની હતી અને એવું કોઈ કામ કરવાનું નહોતું, જેના કારણે શાંતિ ભંગ થાય. આ માટે બૉન્ડ પર હસ્તાક્ષર કરવાની વાત સામે આવી હતી. 12 ઑક્ટોબર: જંતર-મંતર પર સરકારે પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો દિલ્હીના જંતર-મંતર પર હવે પ્રદર્શન કરી શકાશે નહીં. કેન્દ્ર સરકારે તેને નિર્ધારિત પ્રદર્શન સ્થળોની યાદીમાંથી હટાવી દીધું છે. સરકારે 33 વર્ષ પહેલાં જંતર-મંતરને પ્રદર્શન સ્થળ તરીકે નક્કી કર્યું હતું. અહીં જ અન્ના આંદોલન, પહેલવાનોનું પ્રદર્શન અને કોકરોચ પાર્ટીનું ધરણું યોજાયું હતું. ગૃહ મંત્રાલય દ્વારા બનાવાયેલી સમિતિની ભલામણના આધારે દિલ્હીના રામલીલા મેદાન, બુરાડી ગ્રાઉન્ડ અને પૂર્વ દિલ્હીના CBD ગ્રાઉન્ડને પ્રદર્શન સ્થળો બનાવવામાં આવ્યા છે. CJPએ 12 ઓક્ટોબરે જ CEC જ્ઞાનેશ કુમારના રાજીનામા અને SIR પર રોકની માંગને લઈને જંતર-મંતર પર પ્રદર્શન કરવાની મંજૂરી માંગી હતી, પરંતુ પોલીસે ઇનકાર કરી દીધો હતો.
    Click here to Read More
    Previous Article
    ઇઝરાયલમાં પાકિસ્તાની પાઇલટો માટે નો-એન્ટ્રી:નેતન્યાહૂ સરકારે પ્રતિબંધ મૂક્યો; રાજદ્વારી સંબંધો ન ધરાવતા દેશોના ક્રૂ પર કડક કાર્યવાહી
    Next Article
    નવસારીમાં મોપેડ સ્કૂલ બસ સાથે ટકરાયું:એગ્રીકલ્ચર યુનિવર્સિટીની 22 વર્ષીય વિદ્યાર્થિની રિયા પ્રજાપતિનું મોત, એક ઇજાગ્રસ્ત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment