Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    16 જુલાઈએ વડોદરાના આ રસ્તા પર ન નીકળતા!:જગન્નાથજીની 45મી રથયાત્રાને લઈ ‘નો-પાર્કિંગ’ ઝોન જાહેર, જાણો કયા રસ્તાઓ બંધ રહેશે

    3 days ago

    વડોદરા શહેરમાં 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની 45મી રથયાત્રા પરંપરાગત રૂટ પર નીકળશે. આ ધાર્મિક મહોત્સવ દરમિયાન કાયદો-વ્યવસ્થા અને વાહનવ્યવહારની સ્થિતિ સુચારૂ જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અંતર્ગત રથયાત્રાના સમગ્ર રૂટને 'નો-પાર્કિંગ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે, તેમજ ટ્રાફિક ડાયવર્ઝન આપીને કેટલાક માર્ગો પર વાહનોની અવરજવર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનથી પ્રસ્થાન થઈ બરોડા હાઇસ્કૂલ સુધીનો આવો રહેશે રથયાત્રાનો રૂટ ભગવાન શ્રી જગન્નાથજીની ૪૫મી પરંપરાગત રથયાત્રા તા. 16 જુલાઈના રોજ વહેલી સવારે/બપોરે રેલવે સ્ટેશનથી ભક્તિભાવપૂર્વક પ્રસ્થાન કરશે. પ્રભુ નગરચર્યાએ નીકળીને કયા-કયા માર્ગો પરથી પસાર થશે તેનો સત્તાવાર રૂટ નીચે મુજબ જાહેર કરવામાં આવ્યો છે. બપોરે 1થી રાત્રે 9 વાગ્યા સુધી ટ્રાફિક નિયંત્રણો લાગુ રહેશે પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર, 16 જુલાઈના રોજ બપોરે 1 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી અથવા તો જ્યાં સુધી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વિશેષ ટ્રાફિક નિયંત્રણો અને પ્રતિબંધો સમગ્ર રૂટ પર કડક રીતે અમલમાં રહેશે. માર્ગોની બંને બાજુ વાહન પાર્ક કરવા પર સદંતર પ્રતિબંધ જાહેરનામાની મુખ્ય જોગવાઈ મુજબ રથયાત્રાના નિર્ધારિત કરાયેલા સમગ્ર રૂટ એટલે કે એમ.એસ. યુનિવર્સિટી રોડથી શરૂ કરીને છેક બરોડા હાઇસ્કૂલ સુધીના તમામ મુખ્ય માર્ગો અને તેની સાથે જોડાતા આસપાસના રસ્તાઓની બંને બાજુએ તમામ પ્રકારના નાના-મોટા વાહનો માટે 'નો-પાર્કિંગ ઝોન' જાહેર કરાયો છે. આ નિયત સમયગાળા દરમિયાન કોઈપણ વાહનચાલકને રસ્તા પર વાહન પાર્ક કરવાની બિલકુલ મંજૂરી આપવામાં આવશે નહીં. જો કોઈ વાહન બિનવારસી કે પાર્ક કરેલું જણાશે તો પોલીસ તેને તાત્કાલિક ક્રેન દ્વારા ટોઈંગ કરીને કાયદેસરનો દંડ વસૂલશે. પોલીસ તંત્ર દ્વારા વડોદરાના તમામ સજાગ નાગરિકો અને વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરે, રથયાત્રા દરમિયાન પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે વૈકલ્પિક આંતરિક માર્ગોનો મહત્તમ ઉપયોગ કરે અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં ઓન-ડ્યુટી ટ્રાફિક પોલીસને પૂરતો સહકાર આપે.
    Click here to Read More
    Previous Article
    ઓપરેશન સિંદૂર પછી ₹10 લાખ કરોડની ડિફેન્સ ડીલ:14 મહિનામાં હથિયારોની ખરીદીની પેટર્ન બદલાઈ; લાંબી લડાઈની તૈયારી
    Next Article
    વહેલી તકે ઓનલાઈન અરજી કરવા અનુરોધ:કપાસ સહાય મેળવવા માટે I-ખેડૂત પોર્ટલ ખૂલ્લું મૂકાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment