Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઠગે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને શિકાર બનાવ્યા:વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના બહાને ઠગાઈ કરનાર શખ્સ ઝડપાયો, 16 લોકો સાથે 40 લાખ રૂપિયાની છેતરપીંડી આચરી હતી

    1 week ago

    વડોદરા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના બહાને 16 જેટલા લોકો પાસેથી 40.17 લાખ રૂપિયાની છેતરપીંડી કરનાર ઠગની ગોરવા પોલીસે ધરપકડ કરી છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને શિકાર બનાવ્યા હતા અને તેમની પાસેથી નાણાં પડાવ્યા હતા. વડોદરા શહેરના ગોરવા સુભાનપુરા વિસ્તારમાં સમતા રોડ ઉપર આવેલા વૈકુંઠ ફ્લેટમાં રહેતા વર્ષાબેન પાઠકે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી હરીશ જશુભાઈ ચૌહાણે મકાન અપાવવાના બહાને વિશ્વાસ જીત્યો હતો. પોતાની ઓફિસ મારફતે તેમણે પોતે વડોદરા મહાનગરપાલિકામાં એજન્ટ હોવાનો દાવો કરીને પ્રોસેસિંગ માટે રૂપિયાની માંગણી કરી હતી. જાન્યુઆરી 2025 થી ઓક્ટોબર 2025 દરમિયાન આરોપીએ અલગ-અલગ તારીખે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા રૂપિયા 1.83 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. આરોપીએ મકાન ફાળવણીના ખોટા કાગળો અને પાવતી આપી વધુ વિશ્વાસ કેળવ્યો હતો. આરોપીએ ડિસેમ્બર 2025 સુધીમાં મકાન આપવાનો વાયદો આપ્યો હતો. પરંતુ સમય પસાર થયા છતાં મકાનનો કબજો ઠગ દ્વારા આપવામાં આવ્યો નહીં. ત્યારબાદ તેમણે અને તેમના પતિ સાથે ઠગની ઓફિસ પર પહોંચતા ઓફિસ બંધ હતી અને ફોન પણ ઉપાડતો ન હતો. જેથી તેમણે તપાસ કરી હતી. આ હરીશ ચૌહાણે અન્ય 15 લોકોને સાથે રૂપિયા લઇ લીધા હતા પરંતુ મકાન અપાવ્યું ન હતું. હરીશ ચૌહાણે 16 લોકોને આવાસ યોજનામાં મકાન અપાવવાનો ખોટો વાયદો કરીને તેમની પાસેથી રૂ. 40.17 પડાવી લીધી હતું અને મકાન ખરીદનારને ખોટા દસ્તાવેજો બનાવી પધરાવી દીધા હતા. વર્ષાબેન સહિત અન્ય 15 લોકોએ આરોપી હરીશ ચૌહાણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેને આધારે ગોરવા પોલીસે આરોપી હરીશ ચૌહાણની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    આચાર્ય પ્રબોધચંદ્ર સૂરી મહારાજનું પાટડીમાં આગમન:જૈન સમાજે ભવ્ય સામૈયું યોજ્યું, મોટી સંખ્યામાં શ્રાવકો ઉમટ્યા
    Next Article
    Mahisagar panchayat elections Controversy | મહીસાગરમાં જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ વિવાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment