Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    16 ઈંચ વરસાદથી નવસારી ડૂબ્યું:પૂર્ણા નદી ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર, ભેંસતખાડામાં 7 ફૂટ અને કાશીવાડીમાં 9 ફૂટ પાણી ઘૂસ્યાં, 2 હજારનું સ્થળાંતર

    23 घंटे पहले

    નવસારી જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સમગ્ર જિલ્લાનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. 7 જુલાઈએ મોડી રાત સુધીમાં વરસેલા અવિરત 16 ઇંચ જેટલા ભારે વરસાદને કારણે નવસારી શહેર પાણી-પાણી થઈ ગયું છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં ભયજનક વધારો થયો છે. પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર એટલે કે 27 ફૂટે વહેતી થતાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. પૂરની ગંભીર સ્થિતિને જોતા તંત્ર દ્વારા તાબડતોબ 2000થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવવાની ફરજ પડી હતી. ત્યારે દિવ્યભાસ્કરની ટીમ મહાનગરના સૌથી વધુ પ્રભાવિત વિસ્તારો ભેંસતખાડા અને કાશીવાડી વિસ્તારમાં પહોંચીને સ્થિતિ જાણી હતી. અહીં ભેંસતવાડામાં 7 ફૂટ અને કાશીવાડીમાં 9 ફૂટ પાણી ઘૂસ્યા છે. જેથી જનજીવન પ્રભાવિત થયું છે. ભેંસતખાડા વિસ્તારમાં 150 ઘરોમાં પાણી ભરાયા શહેરના ભેંસતખાડા વિસ્તારમાં પૂરના પાણી ઘૂસી જતાં અંદાજે 100થી 150 જેટલા ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘરોમાં 6થી 7 ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જોકે, ગઈકાલે બપોરથી જ વરસાદનું જોર જોઈને લોકો સજાગ થઈ ગયા હતા અને પોતાની કિંમતી ઘરવખરી સુરક્ષિત સ્થાને અથવા માળિયા ઉપર ચડાવી દીધી હતી. તેમ છતાં, પાણીનું સ્તર એટલું ઊંચું હતું કે લોકોના ઇલેક્ટ્રોનિક સામાન, કપડાં તેમજ અનાજ સહિતની ચીજવસ્તુઓને મોટું નુકસાન પહોંચ્યું છે. આ કપરી પરિસ્થિતિમાં સ્થાનિક કોર્પોરેટર દ્વારા લોકોને સમયસર સજાગ કરી ચેતવવામાં આવ્યા હતા અને સ્થળાંતરિત થયેલા લોકો માટે નજીકની 'ધીમ્મર સમાજની વાડી'માં રહેવા તેમજ જમવાની સુવિધા ઊભી કરવામાં આવી હતી. દરિયામાં ભરતી હોવાના કારણે હાલમાં પાણી ઓસરવાની ગતિ ધીમી છે, પરંતુ ભરતી ઉતરતા જ પાણી ઝડપથી ખાલી થાય તેવી આશા છે. કાશીવાડીમાં 9 ફૂટ સુધી પૂરના પાણી બીજી તરફ, શહેરના કાશીવાડી વિસ્તારમાં પણ આકાશી આફતે ભારે તારાજી સર્જી છે. ગઈકાલ સાંજથી જ આ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના શરૂ થયા હતા. પૂર્ણા નદી 27 ફૂટે પહોંચતા કાશીવાડીમાં 8થી 9 ફૂટ જેટલા પૂરના પાણી ફરી વળ્યા હતા, જેના કારણે આશરે 300થી વધુ ઘરોના પરિવારોને રાતોરાત ઘર છોડી સ્થળાંતર કરવું પડ્યું હતું. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે તે લોકો માટે જોખમરૂપ સાબિત થયો હતો. ઘરોમાં પાણી ભરાઈ જવાથી રોજિંદી ચીજવસ્તુઓ અને અનાજ પલળી જતાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પાયમાલ થઈ ગયા છે. સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ ઠાલવતા આક્ષેપ કર્યો છે કે, આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં અત્યાર સુધી મહાનગરપાલિકા કે તંત્રનો કોઈ અધિકારી અમારી વહારે આવ્યો નથી, અને અહીં કોઈ ફૂડ પેકેજની વ્યવસ્થા પણ પહોંચાડવામાં આવી નથી. જોકે, વહેલી સવારથી પૂર્ણા નદીનું જળસ્તર ઘટવા માંડતા લોકોએ થોડી રાહતનો શ્વાસ લીધો છે અને પોતાના ઘરો તરફ પરત ફરી રહ્યા છે. પરંતુ હજુ પણ 4 ફૂટ જેટલા પાણી ભરાયેલા હોવાથી મુશ્કેલીઓ યથાવત છે. નવસારીમાં ‘રેડ એલર્ટ’, તંત્ર એલર્ટ મોડમાં હવામાન વિભાગ દ્વારા આજે પણ નવસારી જિલ્લાને 'રેડ એલર્ટ' પર રાખવામાં આવ્યો છે, જેને પગલે નાગરિકોમાં ભારે ચિંતાનો માહોલ છે. જો ઉપરવાસના જિલ્લાઓમાં ફરી ભારે વરસાદ થશે, તો નવસારીમાં પૂરની સ્થિતિ વધુ વણસી શકે છે. હાલની નાજુક પરિસ્થિતિ અને નદીની સપાટીને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સતર્ક અને એલર્ટ મોડમાં છે. હવે જોવાનું એ રહે છે કે મેઘરાજા ખમૈયા કરે છે કે ફરી પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવે છે.
    Click here to Read More
    Previous Article
    તાવડીયા રોડ અને પ્રગતિ નગર વિસ્તારમાં ગટર ઉભરાઈ:200 પરિવારોને ભારે હાલાકી, રોગચાળાની ભીતિ, કાયમી ઉકેલ માટે કમિશનરને રજૂઆત
    Next Article
    વસ્ત્રાલ શાળામાં ગાયત્રી પરિવાર દ્વારા સંસ્કાર શિબિર:વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન, જ્ઞાન પરીક્ષાની માહિતી અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment