Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ શહેરમાં પવન સાથે વરસાદ:16 ઑગસ્ટે 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં વરસાદ 100%ને પાર; માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

    23 hours ago

    આજે સવારના 6થી રાત્રિના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 66 તાલુકામાં 1 મિમીથી લઈને 20 મિમી સુધીનો વરસાદ નોંધાયો છે. સુરતના અંબિકા, વલસાડના પારડી અને નાનાપોઢામાં વરસ્યો છે. આજે દમણ અને દાદરા નગર હવેલી સહિત 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જારી કરાયું છે. આવતીકાલે (16 ઓગસ્ટ) પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા 16 અને 17 ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. તાપમાનની વાત કરીએ તો 14 ઓગસ્ટે ગુજરાતના મુખ્ય શહેરોના મોટો ઉતાર-ચડાવ જોવા મળ્યો છે. દમણના તાપમાનમાં એકઝાટકે 4.4°C ગગડ્યું છે અને સુરત સતત બીજા દિવસે સૌથી ઠંડુ રહ્યું. આજે 15 ઑગસ્ટે સાંજના સમયે અમદાવાદ શહેરના એસજી હાઈવે, ગોતા, ચાંદલોડિયા, થલતેજમાં વરસાદ વરસ્યો હતો. વાડજ, ઈન્કમટેક્સ, અખબારનગર વિસ્તારમાં પણ સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. સિઝનનો 26.43 ઇંચ વરસાદ, કચ્છમાં સૌથી ઓછો 5.73 ઇંચ ચાલુ સિઝનમાં 15 ઓગસ્ટ (સવારે 10 વાગ્યા) સુધીમાં રાજ્યમાં કુલ સરેરાશ 26.43 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ઝોન વાઇસ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 100% આંકડો વટાવીને સૌથી વધુ 61.12 ઇંચ અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 23.73 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 16.09 ઇંચ, સૌરાષ્ટ્રમાં 16.64 ઇંચ અને કચ્છમાં 5.73 ઇંચ વરસાદ નોંધાયો છે. ડેમો અને જળાશયોની સ્થિતિ સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીનો સંગ્રહ સતત વધી રહ્યો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમમાં હાલ 87.40% (2,91,970 mcft) જેટલો જળસંગ્રહ થઈ ચૂક્યો છે અને તેમાં 39,163 ક્યુસેક પાણીની આવક સામે 9,611 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. રાજ્યના અન્ય 206 મુખ્ય જળાશયોમાં તેમની કુલ ક્ષમતાના 65.53% (3,65,566 mcft) પાણીનો સંગ્રહ થયો છે. હાલમાં રાજ્યના 26 ડેમ 100% ભરાઈને સંપૂર્ણ ઓવરફ્લો થયા છે, જ્યારે પાણીની આવક વધતાં 41 ડેમ 'હાઈ એલર્ટ', 04 ડેમ 'એલર્ટ' અને 12 ડેમ 'વોર્નિંગ' સિગ્નલ હેઠળ મૂકવામાં આવ્યા છે. દમણના તાપમાનમાં મોટો ઘટાડો, સુરત સૌથી ઠંડુ 13 ઓગસ્ટે 34°C સાથે રાજ્યનું સૌથી ગરમ સ્થળ રહેલા દમણમાં 14 ઓગસ્ટે તાપમાન 4.4°C જેટલું ગગડીને 29.6°C થઈ ગયું હતું. આ ઉપરાંત કંડલામાં 2°C, ડીસામાં 1.5°C અને ભૂજમાં 1.4°Cનો ઘટાડો નોંધાયો હતો, જેના કારણે આ વિસ્તારોમાં હવામાનમાં ઠંડક વધી હતી. બીજી તરફ, સુરેન્દ્રનગરમાં 1.7°C (29.3°Cથી વધીને 31°C) અને ઓખામાં 1.8°C (29.6°Cથી વધીને 31.4°C)નો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે અમદાવાદ (31.9°C), ભાવનગર (31.8°C), અમરેલી (30.9°C) અને પોરબંદર (32.6°C)માં 0.4°Cથી 0.9°C સુધીનો આંશિક વધારો નોંધાયો હતો. 14 ઓગસ્ટે 32.6°C સાથે પોરબંદર અને 32.5°C સાથે નલિયા રાજ્યના સૌથી ગરમ શહેરો રહ્યા. વડોદરા (30.8°C) અને દ્વારકા (30°C)માં તાપમાન સંપૂર્ણપણે સ્થિર રહ્યું હતું, જ્યારે સુરત બંને દિવસે અનુક્રમે 28.5°C અને 28.6°C તાપમાન સાથે રાજ્યનું સૌથી ઓછું મહત્તમ તાપમાન ધરાવતું શહેર બન્યું હતું. ઓવરઓલ રીતે 14 ઓગસ્ટે તમામ શહેરોનું તાપમાન 32.6°Cની નીચે આવી જતાં ગરમીના પારામાં સરેરાશ ઘટાડો જોવા મળ્યો હતો. છ સિસ્ટમ સ્ક્રિય, બે દિવસ માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં 6 હવામાન સિસ્ટમ સક્રિય છે, જેમાં શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સુન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ અન્ય એક ટ્રફ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ તમામ સિસ્ટમની અસરને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આગામી બે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત 16 અને 17 ઓગસ્ટના રોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન અને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા અને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    વઢવાણ વોરા મસ્જિદમાં 80મો સ્વતંત્રતા દિવસ ઉજવાયો:જનાબ અમીલસાહેબના હસ્તે ધ્વજવંદન કરાયું, રેલી પણ યોજાઈ
    Next Article
    Hockey World Cup: India Begin In Style, Clinch Emphatic Win On Independence Day

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment