Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    16 વર્ષની સગીરાનું શારીરિક શોષણ:35 વર્ષીય પરિણીત આરોપીને 20 વર્ષની કેદ, સગીરાને 4 લાખ વળતર

    2 days ago

    અમદાવાદના નારણપુરા પોલીસ મથકે વર્ષ 2024માં ગોતા ખાતે રહેતા 35 વર્ષીય આરોપી પિયુષ જેઠવા સામે IPC અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતા કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો છે. ઉત્તરાયણના તહેવારે આરોપીનું પીડિતા પર દુષ્કર્મ કેસની વિગતે જોતા આરોપી પરિણીત અને એક બાળકનો પિતા છે. જ્યારે પીડિતા 16 વર્ષની સગીરા હતી. રસોઈના કામ સાથે સંકળાયેલી પીડિતાના માતા-પિતાએ ઉત્તરાયણના દિવસે સગીરાને આરોપીના ઘરે ટિફિન આપવા મોકલી હતી. ત્યારે આરોપીની પત્ની પિયર ગઈ હતી. તેનો લાભ લઈને તેને પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ધમકી આપી હતી. અનેક છોકરાઓ સાથે સંબંધ રાખે છે આરોપી અગાઉ પણ પીડિતા સોશિયલ મીડિયા વાપરતી હોવાથી, તે અનેક છોકરાઓ સાથે સંબંધ રાખે છે અને આ અંગે તે તેના ઘરના લોકોને જણાવી દેશે તેમ કહીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. એક વખત આરોપીની પત્ની તેને પોતાના ઘરે લઈ ગઈ હતી. ત્યારે પણ આરોપીએ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી ઉપરોક્ત બનાવોથી કંટાળીને સગીરા તેના એક મિત્ર સાથે ભાગી ગઈ હતી. સ્પેશિયલ પોક્સો કોર્ટ જજ એચ.એન.દેસાઈએ સરકારી વકીલ દિલીપસિંહ.એમ. ઠાકોરની દલીલો પુરાવા અને સાહેદો ચકાસીને આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી છે. તો સાથે જ પીડીતાને 4 લાખ રૂપિયા વળતર ચુકવવા ઓથોરિટીને હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    દેશભક્તિના અનન્ય રંગોથી રંગાયું વડોદરા:સંસ્કારી નગરીમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ભવ્ય તિરંગાયાત્રા, નાયબ મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું
    Next Article
    'કેનેડામાં બહેન-બનેવીનું રેસ્ટોરન્ટ છે તમને સારી નોકરી અપાવી દેશે':વિદેશમાં નોકરીના નામે ભરમાઈને યુવકે 1.10 લાખ અને પાસપોર્ટ ગુમાવ્યા, પરત માગતા ઠગ ટોળકીએ જાનથી મારવાની ધમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment