Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    16 જૂનનું અંકફળ:અંક 3, 8 અને 9ના જાતકોને જમીન સંબંધિત લાભના યોગ, અંક 2ના જાતકોને 'ધરમ કરતા ધાડ પડવા' જેવી સ્થિતિ

    3 days ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… શરૂઆત શુભદાયી રહેશે. સારા સમાચાર પ્રાપ્ત થશે. સહયોગીઓ સાથે તાલમેલ ઉત્તમ જળવાઈ રહેશે. સંતાન તરફથી સહયોગ અને લાભ થશે. દિવસના મધ્ય ભાગમાં ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અચાનક કોઈ બિનજરૂરી કાર્યમાં પણ મૂંઝાઈ શકો છો. દિવસના અંતમાં કાર્ય પ્રત્યે અરૂચિ અને આળસ વ્યાપેલી રહેશે. કોઈ મનપસંદ કાર્યમાં અવરોધ આવવાથી મન અપ્રસન્ન રહેશે. કરિયર: વેપાર સંબંધિત યાત્રાનો યોગ છે. નોકરીમાં કાર્યનો બોજ વધુ રહેશે. લવ: પ્રેમનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવશે. જીવનસાથી તરફથી સહયોગ પ્રાપ્ત થશે. લકી નંબર: 2-5-7 લકી કલર: વાદળી શું કરવું: ગાયને ઘાસ ખવડાવો. આજે તમને સલાહ છે કે, કોઈની વચ્ચે ન પડવું અન્યથા તમારી વાતોનો ઊંધો અર્થ કાઢવામાં આવી શકે છે. ભલું કરવા જતાં બુરાઈ હાથ લાગશે. વિરોધીઓ પ્રત્યે વધારાની સાવધાની રાખવી લાભદાયક રહેશે. માતાને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થઈ શકે છે. ખર્ચ થશે અને આવકની બાબતોમાં નબળાઈ આવશે. જોકે અદાલતી બાબતોમાં તમારો પક્ષ મજબૂત થશે. સામાજિક સમારંભો કે આંદોલનોમાં જવાની તક મળશે. કરિયર: કારોબારમાં લાભદાયક યાત્રાનો યોગ છે. નોકરીમાં આવી રહેલા અવરોધો સમાપ્ત થશે. લવ: માતા-પિતા તરફથી સ્નેહ પ્રાપ્ત થશે. પ્રેમમાં વિરહનો યોગ છે, પરંતુ વૈવાહિક સહયોગ મળશે. લકી નંબર: 3-6-7 લકી કલર: મરૂન શું કરવું: મહાકાળી માતાના દર્શન કરો. જમીન સંબંધિત બાબતોમાં લાભ થશે. અણધારી સફળતા પ્રાપ્ત થશે. દરેક કાર્ય કોઈ પણ વિઘ્ન વિના સમાપ્ત થશે. પ્રસન્નતા જળવાઈ રહેશે. દિવસના મધ્ય ભાગમાં સાવધાની રાખવી સારી રહેશે, ખાસ કરીને વાહન ચલાવતી વખતે અને ઘરની બહારની બાબતોમાં. દિવસના ઉત્તરાર્ધમાં ભાગ્યનો સાથ મળશે. તમને ફરીથી સફળતા પ્રાપ્ત થશે. પરિવાર સાથે ફરવા અને મનોરંજન માટે જવાનો સમય મળશે. નિર્ધારિત યોજનાઓને સમયસર પૂરી કરવામાં સફળતા મળશે. આવકમાં વૃદ્ધિ થશે. યોજનાઓ સફળ રહેશે. કરિયર: કારોબારમાં લેણ-દેણની બાબતોમાં સાવધાની રાખવી. નોકરીમાં ચાલી રહેલી મૂંઝવણ ઉકેલાશે. લવ: પ્રેમી સાથી સાથેનો વિવાદ અટકશે. વૈવાહિક જીવનમાં સુખ રહેશે. લકી નંબર: 4-7-9 લકી કલર: સફેદ શું કરવું: દુર્ગા માતાના દર્શન કરો. દિવસની શરૂઆતમાં સંકટમાંથી બહાર નીકળવાની તક મળશે. ત્યારબાદ કોઈ સમસ્યા નહીં આવે. ભાગ્યનો સાથ તમને મનપસંદ વસ્તુઓ અપાવશે. વ્યસ્તતા જળવાઈ રહેશે. દિવસ દરમિયાન તમારી ગુપ્ત વાતો જાહેર થવાનો ભય પણ રહેશે. મિત્રો અને સહયોગીઓ મુશ્કેલીના સમયે સાથ આપશે. તમે વધારાના કાર્યો કરવા માટે સક્ષમ બનશો. જો નવું મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા હોવ, તો સફળતા મળશે. નામાંકિત લોકોને મળવાની તક મળશે. કરિયર: વેપારમાં લાભની સ્થિતિ રહેશે. નોકરીમાં પ્રગતિનો યોગ છે. લવ: પ્રેમમાં સુખ જળવાઈ રહેશે. જીવનસાથી તરફથી સહયોગ પ્રાપ્ત થશે. લકી નંબર: 2-5-7 લકી કલર: લાલ શું કરવું: બજરંગ બાણના પાઠ કરો. શરૂઆતમાં થોડી વધારે મુશ્કેલી રહી શકે છે. કાર્યમાં અવરોધ આવી શકે છે અને આવક ઓછી રહેશે. દિવસના મધ્ય ભાગમાં પરિસ્થિતિમાં સુધારો થશે. અંતમાં તમે લાભદાયક સ્થિતિમાં આવી જશો. અન્ય કાર્યોમાં પણ સફળતા મળતી જશે. દિવસના મધ્યમાં ધાર્મિક કાર્યોમાં જવાની તક મળશે. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે. સાંજે આવકમાં વૃદ્ધિ થશે, કાર્યોમાં તેજી આવશે, યોજનાઓ સફળ થશે અને નવા કાર્યો પણ બનશે. કરિયર: વેપારમાં મિશ્ર અસર જોવા મળશે. નોકરીમાં અધિકારીઓ પ્રસન્ન રહેશે. લવ: જીવનસાથી સાથે તણાવ થઈ શકે છે. પ્રેમી સાથી તરફથી સુખ મળશે. લકી નંબર: 4-7-9 લકી કલર: પીળો શું કરવું: પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરો. શરૂઆતમાં પ્રારંભિક સફળતા પ્રાપ્ત થશે, ખાસ કરીને સરકારી કામકાજોમાં પ્રગતિ થશે. પ્રખ્યાત વ્યક્તિઓ સાથે મુલાકાત વધશે. કોઈ કાર્ય અર્થે યાત્રાનો યોગ બની રહ્યો છે. મિત્રો અને સંબંધીઓ સાથેનો વ્યવહાર પ્રેમપૂર્ણ રહેશે. દિવસના મધ્ય ભાગમાં બિનજરૂરી ખર્ચ થશે, આવક ઓછી થશે અને પરેશાન કરનારા લોકો વધુ મળશે. જોકે, દિવસના ઉત્તરાર્ધમાં આવક વધવાના સંકેત છે. સહયોગ મળશે અને સંતાન તરફથી પણ મદદ મળશે. કરિયર: વેપારમાં લોનની જરૂર પડી શકે છે. નોકરીમાં સ્થિરતા રહેશે. લવ: જીવનસાથી સાથે સુખપૂર્વક સમય પસાર થશે. સંતાન તરફથી લાભ અને સુખ પ્રાપ્ત થશે. લકી નંબર: 2-7-8 લકી કલર: વાદળી શું કરવું: હનુમાનજીના દર્શન કરો. આજનો દિવસ તમારામાં ઉત્સાહ, સાહસ અને ધર્મની વૃદ્ધિ કરાવનારો રહેશે. ઘણા અટકેલા કાર્યો પૂર્ણ થવાથી આનંદ અને હર્ષની લાગણી રહેશે. નવી મિલકત ખરીદવાની યોજના બનશે. કાર્યનો વિસ્તાર થશે. દિવસનો મધ્ય ભાગ પણ અનુકૂળ રહેશે, પરંતુ દિવસના બીજા ભાગમાં ખર્ચ સંબંધિત પરેશાની આવી શકે છે. યાત્રાની યોજનામાં અડચણ ઊભી થઈ શકે છે. પારિવારિક વાતો અનુકૂળ રહેશે. કોઈ પ્રસંગ કે આયોજનમાં સામેલ થવાની તક મળશે. કરિયર: કારોબારમાં નવા સોદા પ્રાપ્ત થશે. નોકરીમાં પ્રસન્નતા રહેશે. લવ: પ્રેમી સાથી તરફથી તિરસ્કાર મળી શકે છે. જીવનસાથી તરફથી સુખ મળશે. લકી નંબર: 3-7-8 લકી કલર: લીલો શું કરવું: ગરીબોને અનાજનું દાન કરો. કાર્યો સરળતાથી પૂર્ણ થઈ રહ્યા છે અને કેટલાક સુખદ તેમજ આશ્ચર્યજનક સમાચાર મળી શકે છે. વિવિધ પ્રકારના કાર્યો કરવાની તક મળશે. તમારી દીર્ઘદૃષ્ટિ ઘણા પ્રકારના લાભ અપાવશે. આત્મવિશ્વાસ જળવાઈ રહેશે અને જમીન-સંપત્તિથી લાભની તકો બનશે. દિવસના મધ્ય ભાગમાં ધન લાભના સંકેતો છે. પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે. જોકે, યોજનાઓમાં બદલાવ સંભવ છે. અદાલતી કાર્યોમાં વિજય પ્રાપ્ત થશે અને વિરોધીઓને પરાસ્ત કરવામાં સફળ રહેશો. કરિયર: વેપારમાં સમકક્ષ હરીફો કરતાં આગળ રહેશો. નોકરીમાં પ્રોત્સાહન પ્રાપ્ત થશે. લવ: પ્રેમી સાથીથી થોડું અંતર બની શકે છે. વૈવાહિક સંબંધોમાં સુધારો થશે. લકી નંબર: 3-7-9 લકી કલર: ગુલાબી શું કરવું: હનુમાનજી સમક્ષ દીવો પ્રગટાવો. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. કોઈ મોટું કાર્ય મળવાની સંભાવના બનશે. જમીન-સંપત્તિ સંબંધિત બાબતોમાં લાભ થશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણતા તરફ આગળ વધશે. આવકમાં વૃદ્ધિ થશે, પરંતુ નવા ભાગીદાર સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. તમારી આળસ ઘણી જગ્યાએ નુકસાનકારક સાબિત થઈ શકે છે, તેથી કાર્યોને ટાળવા નહીં. માતા-પિતા તરફથી સુખ અને સહયોગ પ્રાપ્ત થશે. અજ્ઞાત ભય અને ચિંતામાંથી બહાર નીકળવામાં સફળ રહેશો. કરિયર: વેપારમાં વ્યસ્તતા વધુ રહેશે. નોકરીમાં બદલાવ કરવાનું મન થશે. લવ: જીવનસાથી સાથે પ્રવાસ પર જવાની તક મળશે. પ્રેમ સંબંધોમાં નકારાત્મકતા રહી શકે છે. લકી નંબર: 1-4-9 લકી કલર: કથ્થઈ શું કરવું: લક્ષ્મીજીનું પૂજન-દર્શન કરવું લાભદાયી રહેશે.
    Click here to Read More
    Previous Article
    Khemaram's Last Rite: शहीद खेमाराम कुमावत की आखिरी यात्रा रुला देगी! AN 32 AIRCRAFT CRASH
    Next Article
    16 જૂનનું ટેરો રાશિફળ:મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ઉત્સવથી ભરેલો, સિંહ રાશિના જાતકોને અણધાર્યો લાભ થવાની સંભાવના

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment