Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિગારેટના ભાવ મુદ્દે ખૂની ખેલ ખેલનાર ઝડપાયો:ગાંધીનગરમાં પાર્લર ચલાવતા 16 વર્ષીય કિશોર પર આડેધડ છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો

    4 days ago

    ગાંધીનગરના સેક્ટર-3A વિસ્તારમાં માત્ર સિગારેટના ભાવ જેવી નજીવી બાબતે થયેલા વિવાદમાં અજાણ્યા શખ્સે પાર્લર ચલાવતા 16 વર્ષીય કિશોર પર છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જે ગુનામાં સેકટર 7 પોલીસે ટેકનિકલ સર્વેલન્સ આધારે ગણતરીના કલાકોમાં જીવલેણ હુમલો કરનાર આરોપીને ઝડપી લઈ જેલ ભેગો કરી દેવાયો છે. ત્રણેય ભાઈઓ અભ્યાસની સાથે વારા ફરતી પાર્લર ચલાવે છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દેવભૂમિ દ્વારકાના ઠાકર શેરડી ગામના ત્રણ ભાઈઓ સેક્ટર-3A માં આવેલ જલારામ કોમ્પ્લેક્સમાં સોનલ કૃપા પાર્લર ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. આ ત્રણેય ભાઈઓ અભ્યાસની સાથે વારા ફરતી પાર્લર પર બેસતા હોય છે. સિગારેટ ખરીદવાના ભાવ મુદ્દે ઉગ્ર બોલાચાલી ને બાદમાં લાકડી ફટકારી ત્યારે ગઈકાલે ત્રણ ભાઈઓ પૈકીનો 16 વર્ષીય કિશોર પાર્લર પર હાજર હતો. ત્યારે એક્ટિવા લઈને એક અજાણ્યો શખ્સ પાર્લર પર ગયો હતો. બાદમાં સિગારેટ ખરીદવાના ભાવ મુદ્દે તેણે કિશોર સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. જેના પગલે મામલો બિચકતા અજાણ્યા શખ્સે ઉશ્કેરાઈને પ્રથમ લાકડી વડે હુમલો કર્યો હતો. જોકે આસપાસના લોકોએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો અને હુમલાખોર ત્યાંથી જતો રહ્યો હતો. ફરી આવીને કિશોર પર છરીના આડેધડ ઘા ઝીંક્યા પરંતુ થોડી જ વારમાં આ શખ્સ છરી લઈને પાછો આવ્યો હતો. અને તને જાનથી મારી નાખવો છે તેમ કહી કિશોર પર છરીના આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું. આ હુમલામાં કિશોરને શરીરના ડાબા ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તે લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો. હુમલાખોર વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ આ ઘટનાની જાણ થતાં જ કિશોરનો મોટો ભાઈ ભોલુ અને અન્ય લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. બાદમાં લોકોએ પોલીસને ફોન કરતા હુમલાખોર પોતાનું વાહન મૂકીને નાસી છૂટ્યો હતો. આ મામલે સેક્ટર 7 પોલીસ મથકે અજાણ્યા હુમલાખોર વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ કરીને જેલ ભેગો કરાયો આ બનાવના પગલે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને પાર્લર વિસ્તારના સીસીટીવી ફૂટેજની ચકાસણીની સાથે સાથે ટેકનિકલ અને હ્યુમન સોર્સ થકી તપાસ હાથ ધરી સેકટર 3એ ખાતે રહેતા મયંક હસમુખભાઈ પરમારની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી તેને જેલ ભેગો કરી દેવાયો છે.
    Click here to Read More
    Previous Article
    ન્યુઝીલેન્ડમાં પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી:બાળકોએ સપ્તઋષિ અને સપ્ત ચિરંજીવીના જીવનબોધને વાચા આપી
    Next Article
    મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં પૂર્વ સાંસદ હરિ પટેલનું વિવાદિત નિવેદન:ધોરાજીના સપેડીમાં પંડિત જવાહરલાલ નેહરુને મુસ્લિમ કહ્યા, પરિવારજનોને ખ્રિસ્તી તથા મુસ્લિમ ગણાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment