Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતીય હવામાન વિભાગે ગુજરાતના 16 જિલ્લામાં રેડ એલર્ટ:કચ્છ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, ભુજમાં ધીમીધાર

    10 hours ago

    ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુજરાતના 16 જિલ્લાઓ માટે આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં પણ ગત મોડી રાતથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં ભુજ શહેરમાં રાતભર ધીમીધારે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના તાજેતરના નાઉકાસ્ટ મુજબ, રાજ્યના 16 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે, જેના કારણે આ વિસ્તારો માટે રેડ એલર્ટ અપાયું છે. આ ઉપરાંત, અન્ય 20 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, મોરબી અને મહેસાણા સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. કચ્છ જિલ્લામાં રાતભર વરસેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સવાર સુધીમાં ભુજમાં 13 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત, મુન્દ્રામાં 4 મીમી, માંડવીમાં 3 મીમી અને નખત્રાણામાં 1 મીમી વરસાદ નોંધાયો છે. જોકે, અબડાસા તાલુકામાં હજુ સુધી વરસાદ નોંધાયો ન હોવાથી ત્યાંના ખેડૂતો ચિંતિત છે. ચોમાસાની શરૂઆતમાં લાંબા સમય સુધી વરસાદની રાહ જોવાઈ હતી, જેના કારણે ખેતી પર અનિશ્ચિતતા છવાઈ હતી. હવે ધીમીધારે વરસી રહેલા આ વરસાદે ખેડૂતોમાં નવી આશા જગાવી છે. આ વરસાદથી વાવેતર કરેલા પાકને જીવનદાન મળવાની શક્યતા વધી છે, અને જો આગામી દિવસોમાં સારો વરસાદ ચાલુ રહેશે તો કૃષિ ક્ષેત્રને મોટો ફાયદો થઈ શકે છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં ગાજવીજ, તેજ પવન અને ભારે વરસાદની શક્યતાને પગલે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. નદી-નાળા નજીક ન જવા, વીજ થાંભલા અને વૃક્ષોથી દૂર રહેવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવાની સૂચના અપાઈ છે. રાજ્યભરમાં વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બનતા આગામી દિવસોમાં પણ અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    GPSCની આવતીકાલની ક્લાસ-1 અને 2 પરીક્ષા મોકૂફ:નવસારીના પૂરગ્રસ્તોને ગાય-ભેંસ દીઠ 37500 ચૂકવાશે, અમદાવાદના પોશ વિસ્તારમાં હજુ કમર સુધીના પાણી
    Next Article
    વાહેદપુરામાં તળાવ ઓવરફ્લો: 80 લોકોનું સુરક્ષિત સ્થળાંતર:વહીવટી તંત્રની સમયસરની કામગીરીથી મોટી જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment