Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉજવણી:16 માસથી સળંગ 125 અઠ્ઠમના વરસી તપના તપસ્વિનીને "તપ તેજસ્વિનીજી' ની પદવી એનાયત

    2 weeks ago

    મોરબી જૈન સંઘ ના આંગણે ઐતિહાસિક આનંદોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામી, ડો. નિરંજન મુનિજી આદિ ઠાણાની નિશ્રામાં સોની બજાર સ્થા. જૈન સંઘ મોરબીના આંગણે જેઠ સુદ પૂનમનો દિવસ ઐતિહાસિક બની ગયો. ૧૬ માસથી સળંગ ૧૨૫ અઠ્ઠમના વર્ષીતપના તપસ્વિની વિજેતા કુમારીજીને "તપ તેજસ્વિનીજી" ની પદવી આપી બહુમાન કરવામાં આવ્યું, વિજેતાજી આર્યાજીએ અત્યાર સુધીમાં સિદ્ધિ તપ, ૧૬ ભથ્થું, નવાઈ, અઠ્ઠાઈ, ઉપવાસ, એકાસણું, આયંબિલ જેવી ઊગ્ર તપશ્ચર્યાઓ કરી હોય તે બદલ ખાસ પદવી આપવામાં આવી હતી. વિજેતાજી આર્યાજીને રસપાન કરાવવાનો ઉછામણીમાં પ્રથમ લાભ તેમનાં સંસારી મા ભદ્રાબેન પ્રાણલાલ શેઠ પરિવાર મલાડ ધંધુકા વાળાએ લીધો હતો, આ પ્રસંગે મોરબી મહાનગર પાલિકા મેયર તથા પ્રદીપભાઈ વોરા, દીપકભાઈ મહેતા , ગોવિંદભાઈ વરમોરા, સમીરભાઈ મહેતા તેમજ બહાર ગામથી અનેક મહેમાનો પધાર્યા હતા. આ સાથે આરતી કુમારી આર્યાજીને પણ રસપાન સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે મોરબી આસપાસના વિહાર ધામના સેવાર્થીઓનું સંઘ તરફથી ખાસ સન્માન કરાયું હતું. ચાર દિવસથી ચાલતા આ તપોત્સવ, પદોત્સવ, રસોત્સવ, ચારિત્રોત્સવમાં મંડળની બહેનોએ સુંદર ભક્તિ અભિવાદન નૃત્ય કર્યું હતું, તેમજ નાના બાળકો બાલિકાઓ દ્વારા સુંદર નૃત્ય રજૂ કરાયું હતું . આ પ્રસંગે તરલા કુમારી આર્યાજી, આરાધનાજી આર્યાજી, ધૃતિ કુમારી આર્યાજી, કોમલજી આર્યાજી (બંને), ભદ્રતાજી, ધીરતાજી આર્યાજી આદિકુલ ૨૮ ઠાણા ઉપસ્થિત હતા. જૈન સંઘ સોની બજાર પદાધિકારીઓ પ્રમુખ નવીનભાઈ દોશી, અશોક ભાઈ, યોગેશભાઈ, કેતનભાઈ, ઊર્મિલાબેન , મહિલા મંડળ યુવક મંડળે સારી વ્યવસ્થા જાળવી હતી.
    Click here to Read More
    Previous Article
    અકસ્માત:માળિયા - કચ્છ હાઈવે પર બે ટ્રક વચ્ચે ટક્કર, ચાલક કેબિનમાં ફસાયો
    Next Article
    Aravalli Weather Update News | અરવલ્લીમાં 24 કલાકમાં નોંધાયો વ્યાપક વરસાદ | Monsoon Update | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment