Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કર વસૂલાત:સુધરાઈની હાલ સુધીની 16 કરોડની વસૂલાત, 12 દી’માં વધુ 4 કરોડનું લક્ષ્ય

    11 hours ago

    ભુજ શહેરમાં માળખાકીય સુવિધાઓ પૂરી પાડતી ભુજ નગરપાલિકાની આવકમાં છેલ્લા પાંચ વર્ષથી નોંધપાત્ર વધારો નોંધાયો છે. રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટ ઉપરાંત નગરપાલિકા પોતાની આવક મુખ્યત્વે વિવિધ કર મારફતે પ્રાપ્ત કરે છે. સુધરાઈ વિભાગના સ્ટાફ દ્વારા સમયસર અને સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતી કર વસુલાત ઝુંબેશને કારણે મિલકત કર, પાણી, ગટર, સફાઈ અને દીવાબત્તી જેવા કરોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં 17 માર્ચ સુધી નગરપાલિકાની કુલ આવક 16 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જેમાંથી અંદાજે 13.67 કરોડ રૂપિયા મિલકત, પાણી, ડ્રેનેજ, સફાઈ અને દીવાબત્તી કર તેમજ શિક્ષણ ઉપકર તરીકે વસુલાયા છે. જ્યારે 1.80 કરોડ રૂપિયા વ્યવસાય વેરા રૂપે મળ્યા છે. ટેક્સ બ્રાન્ચના હેડ અરવિંદસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે 31 માર્ચ સુધી કુલ 20 કરોડ રૂપિયાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, અને તે હાંસલ થવાની શક્યતા છે. નગરપાલિકા દ્વારા બાકીદારોને નિયમિત રીતે રસીદ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે લોકો સમયસર કર ચૂકવવામાં વધુ સજાગ બન્યા છે. ખાસ કરીને 2022-23થી અમલમાં આવેલા નિયમ મુજબ 31 માર્ચ બાદ કર ભરનાર પાસેથી 18 ટકા વ્યાજ વસૂલવામાં આવે છે, જેના કારણે સમયસર ચુકવણી કરનારાઓની સંખ્યા વધતી જાય છે. નગરપાલિકાના મુખ્ય અધિકારીએ પણ નાગરિકોને વધુમાં વધુ કર સમયસર ભરવા અપીલ કરી છે. લોકોને સુવિધા મળે તે માટે જાહેર રજાના દિવસોમાં પણ બપોરે 1:30 વાગ્યા સુધી કર વસુલાત કચેરીઓ ચાલુ રાખવામાં આવી રહી છે. ભુજ શહેરમાં કુલ 44 હજારથી વધુ મિલકતો છે, જેમાંથી 30 હજાર રહેણાંક અને 14 હજાર કોમર્શિયલ પ્રોપર્ટી છે. છેલ્લા ચાર વર્ષમાં ભુજવાસીઓએ નગરપાલિકાને વિવિધ સુવિધાઓ માટે અંદાજે 85 કરોડ રૂપિયાથી વધુનો કર ચૂકવ્યો છે, જે શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Dhurandhar 2 Movie Review: Ranveer Singh’s 4-hour marathon lacks the ‘mazaa’ of the original despite blood and bazookas
    Next Article
    બજેટને મળી મંજૂરીની મ્હોર:ભુજ, ભચાઉ, રાપર, અંજાર અને ગાંધીધામ શહેરના વિકાસ કામો માટે 124.06 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment