Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બજેટને મળી મંજૂરીની મ્હોર:ભુજ, ભચાઉ, રાપર, અંજાર અને ગાંધીધામ શહેરના વિકાસ કામો માટે 124.06 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી

    13 hours ago

    કચ્છ જિલ્લા કલેક્ટર અને વિવિધ વિસ્તાર વિકાસ સત્તામંડળોના ચેરમેન આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રથમ વખત બજેટ આધારિત માઈક્રો પ્લાનિંગ અમલમાં મૂકવામાં આવ્યું છે. વર્ષ 2026-27 માટે ભુજ, ભચાઉ, રાપર, અંજાર અને ગાંધીધામ સહિતના સત્તામંડળોના બજેટને સર્વાનુમતે મંજૂરી અપાઈ છે, જેમાં વહીવટી ખર્ચ કરતા વિકાસલક્ષી કાર્યોને વધુ પ્રાથમિકતા આપવામાં આવી છે. ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી માટે રૂ. 2510 લાખનું બજેટ મંજૂર થયું છે. જેમાં બાગ-બગીચા વિકાસ માટે રૂ. 50 લાખ, નવી ટી.પી. સ્કીમ માટે રૂ. 12 લાખ અને દ્વિતીય ડીપી પ્લાન માટે રૂ. 110 લાખ ફાળવાયા છે. પીવાના પાણી માટે રૂ. 607 લાખ, ભુજ ડ્રેનેજ માટે રૂ. 515 લાખ અને માધાપર માટે રૂ. 250 લાખની જોગવાઈ સાથે સ્ટ્રીટ લાઈટ અને આઈકોનિક રોડ-સર્કલ માટે રૂ. 125 લાખ તથા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે રૂ. 380 લાખ ફાળવાયા છે. ભચાઉ વિકાસ સત્તામંડળ માટે રૂ. 162.30 લાખના બજેટમાં ચિલ્ડ્રન પાર્કના પુનઃવિકાસ માટે રૂ. 50 લાખનો સમાવેશ થયો છે. રાપર માટે રૂ. 141.64 લાખના બજેટમાં ડાભુંડા સર્કલથી મામલતદાર કચેરી સુધી રૂ. 50 લાખના ખર્ચે આઈકોનિક રોડ વિકસાવવામાં આવશે. કચ્છના શહેરો માટે ફાળવાયેલ બજેટ ભુજ શહેરને મળશે આ નવી સુવિધાઓ ભુજ શહેરના બાગ બગીચાઓના વિકાસ માટે રિલોકેશન સાઈટના અનામત પ્લોટમાં 5 નવા ગાર્ડન વિકસાવવામાં આવશે.પીવાના પાણીની સુવિધા માટે ભુજ શહેરમાં વોર્ડ નં. 1, 7, 8, 9 અને 11 તેમજ GIDC વિસ્તારમાં નર્મદા વોટર સંપ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પમ્પિંગ સ્ટેશન જેવા કામો કરાશે.આ સાથે નવી સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવશે. શહેરના સુશોભન માટે ભાડા દ્વારા ભુજમાં આઈકોનિક રોડ અને સર્કલનું નિર્માણ કરાશે જેમાં 'ભાડા આઈકોનિક રોડ'' (રૂ. 100 લાખ) અને 'ભાડા સર્કલ'' (રૂ. 25 લાખ) ના વિકાસના કામો નક્કી કરવામાં આવ્યા છે. રિલોકેશન સાઈટ ખાતે સ્પોર્ટ કોમ્પલેક્ષના 85% કામ માટે રૂ.380 લાખ ફાળવાયા છે. રાપર માટે રૂ. 141.64 લાખના બજેટમાં ડાભુંડા સર્કલથી મામલતદાર કચેરી સુધી રૂ. 50 લાખના ખર્ચે આઈકોનિક રોડ વિકસાવવામાં આવશે. અંજાર વિકાસ સત્તામંડળ માટે રૂ. 2392 લાખનું બજેટ મંજૂર થયું છે. જેમાં સ્ટેડિયમ ફેઝ-1 માટે રૂ. 207 લાખ, મેમોરિયલ પાર્ક માટે રૂ. 50 લાખ, બગીચા વિકાસ માટે રૂ. 25 લાખ, ફેન્સિંગ અને કમ્પાઉન્ડ વોલ માટે રૂ. 15 લાખ અને ટી.પી. સ્કીમ તથા અન્ય વિકાસ કાર્યો માટે રૂ. 50 લાખ ફાળવાયા છે. ગાંધીધામ વિકાસ સત્તામંડળનું આશરે રૂ. 72 કરોડનું બજેટ મંજૂર થયું છે, જેમાં મહાનગરપાલિકાને રૂ. 30 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે. આથી આઈકોનિક રોડ, ગ્રીન સ્પેસ, વોટર સપ્લાય, ડ્રેનેજ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા કામો હાથ ધરાશે. GDAના નવા બિલ્ડિંગ માટે રૂ. 1.17 કરોડ ફાળવાયા છે. કલેક્ટરના નેતૃત્વમાં પ્રથમ વખત જિલ્લાના વિકાસ સત્તામંડળોમાં બજેટ આધારિત આયોજન
    Click here to Read More
    Previous Article
    કર વસૂલાત:સુધરાઈની હાલ સુધીની 16 કરોડની વસૂલાત, 12 દી’માં વધુ 4 કરોડનું લક્ષ્ય
    Next Article
    બોર્ડ પરીક્ષા પૂર્ણ:21 દિવસના લાંબા શિડ્યુલ બાદ છાત્રોના ચહેરા પર ખુશી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment